Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમદ્વાર-સારસંગ્રહ
૭૪૭
અહીં સૂત્રકાર મહર્ષિએ સર્વ પ્રકૃતિઓનો અવસ્થાનકાળ જણાવેલ છે અને ઉપર જણાવ્યા મુજબ અબાધાકાળ ન્યૂન શેષ ભોગ્યકાળ સ્વયં સમજવાનો છે. માત્ર આયુષ્ય કર્મમાં અબાધાકાળ નિયત ન હોવાથી તેનો ભોગ્યકાળ જ બતાવેલ છે.
કર્મના જઘન્ય સ્થિતિબંધમાં અબાધાકાળ સર્વત્ર અંતર્મુહૂર્ત સમજવો. જ્યાં જઘન્ય સ્થિતિબંધ અંતર્મુહૂર્ત પ્રમાણ જ હોય ત્યાં સ્થિતિબંધના અંતર્મુહૂર્તથી અબાધાકાળનું અંતર્મુહૂર્ત ઘણું જ નાનું હોય છે.
મોહનીયકર્મનો સિત્તેર કોડાકોડી, નામ તથા ગોત્રનો વિસ કોડાકોડી, આયુષ્યનો પૂર્વ કોડના ત્રીજા ભાગે અધિક તેત્રીસ અને જ્ઞાનાવરણ વગેરે શેષ ચાર કર્મનો ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે. ' ઉપશાંતમોહાદિ ત્રણ ગુણસ્થાનકે રસ રહિત બે સમયપ્રમાણ સતાવેદનીય બંધાય છે. તેને છોડી સકષાયી જીવની અપેક્ષાએ વેદનીયનો બાર, નામ તથા ગોત્રનો આઠ મુહૂર્ત અને શેષ પાંચ કર્મનો અંતર્મુહૂર્ત પ્રમાણ જઘન્ય સ્થિતિબંધ છે.
હાસ્ય, રતિ, પુરુષવેદ, દેવદ્રિક, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, શુક્લવર્ણ, સુરભિગંધ, મધુર રસ, લઘુ મૂદુ, સ્નિગ્ધ અને ઉષ્ણ એ ચાર સ્પર્શ, શુભવિહાયોગતિ, સ્થિરષક અને ઉચ્ચગોત્ર આ બાવીસ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ દશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. ત્યાં એક હજાર વર્ષ અબાધાકાળ અને શેષ ભોગ્યકાળ છે. આ રીતે સર્વ પ્રકૃતિઓમાં અબાધાકાળ તથા ભોગ્યકાળ સ્વયં વિચારી લેવો. : બીજા સંઘયણ તથા બીજા સંસ્થાનનો બાર કોડાકોડી, હાલિદ્રવર્ણ અને આસ્ફરસનો સાડાબાર કોડાકોડી, ત્રીજા સંઘયણ તથા સંસ્થાનનો ચૌદ કોડાકોડી, સાતાવેદનીય, સ્ત્રીવેદ, મનુષ્યદ્ધિક, રક્તવર્ણ તથા કષાય રસનો પંદર કોડાકોડી, ચોથા સંઘયણ–સંસ્થાનનો સોળ - કોડાકોડી, નીલવર્ણ અને કટુરસનો સાડાસત્તર કોડાકોડી, પંચમ સંઘયણ સંસ્થાન, સૂક્ષ્મત્રિક તથા વિકલત્રિક એ આઠનો અઢાર કોડાકોડી, અરતિ, શોક, ભય, જુગુપ્સા, નપુંસકવેદ, તિર્યંચદ્વિક, નરકદ્રિક, એકેન્દ્રિય-પંચેન્દ્રિય જાતિ, ઔદારિકદ્ધિક, વૈક્રિયદ્ધિક, તૈજસ, કાર્મણ, છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન, કૃષ્ણવર્ણ, દુરભિગંધ, તિક્તરસ, ગુરુ, કર્કશ, રૂક્ષ અને શીત એ ચાર સ્પર્શ, અશુભ વિહાયોગતિ, તીર્થંકર નામકર્મ વિના સાત પ્રત્યેક પ્રકૃતિ, ત્રણ ચતુષ્ક, સ્થાવર, અસ્થિરષક અને નીચગોત્ર આ છેતાળીસ પ્રકૃતિઓનો વિસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે.
- પાંચ જ્ઞાનાવરણ, નવ દર્શનાવરણ, અસતાવેદનીય અને પાંચ અંતરાય એ વિસનો ત્રીસ કોડાકોડી, સોળ કષાયનો ચાળીસ કોડાકોડી અને મિથ્યાત્વ મોહનીયનો સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે.
આયુષ્યમાં અન્યકર્મની જેમ અબાધાકાળ નિયત નથી, પરભવનું આયુ બાંધે ત્યારે ભોગવાતા ભવનું જેટલું આયુષ્ય બાકી હોય તેટલો અબાધાકાળ હોય છે. વળી ભોગવતા ભવના આયુના છેલ્લા તૃતીયાંશ ભાગમાં અથવા તેના ત્રીજા ત્રીજા ભાગમાં ગમે ત્યારે જઘન્ય કે ઉત્કૃષ્ટ