Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
७४६
પંચસંગ્રહ-૧ ,
દેશવિરતિ આદિમાં, પ્રત્યાખ્યાનીય ચારનો પ્રમત્તાદિમાં, નિદ્રા, પ્રચલા, નામકર્મની ધ્રુવબંધી નવ, ભય તથા જુગુપ્સાનો અનિવૃત્તિ બાદર સંપરાયાદિમાં, ચાર સંજ્વલનનો સૂક્ષ્મસંપાયાદિમાં, પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદનો ઉપશાંતમોહાદિમાં અબંધ હોય છે. વળી તે તે ગુણસ્થાનકથી પડતાં તે તે પ્રકૃતિબંધની સાદિ, અબંધસ્થાનરૂપ ગુણસ્થાનક નહિ પામેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અપ્રુવ છે.
તોત્તેર અધુવબંધી પ્રકૃતિઓનો બંધ અધ્રુવ હોવાથી સાદિ અને અધુવ એમ બે જ ! પ્રકારે છે.
પ્રકૃતિબંધના સ્વામી પંચેન્દ્રિય તિર્યંચો જિનનામ અને આહારકદ્ધિક સિવાય એકસો સત્તર, એકેન્દ્રિયો તથા વિકસેન્દ્રિયો એ ત્રણ તથા દેવત્રિક, નરકત્રિક અને વૈક્રિયદ્ધિક-એમ અગિયાર વિના શેષ એકસો નવ, તેમજ તેઉકાય તથા વાઉકાય ઉપરોક્ત અગિયાર તથા મનુષ્યત્રિક અને ઉચ્ચગોત્ર એમ પંદર વિના સામાન્યથી એકસો પાંચ પ્રકૃતિઓ બાંધે છે.
દેવતાઓ વૈક્રિય અષ્ટક, આહારકદ્ધિક, વિકલત્રિક અને સૂક્ષ્મત્રિક એ સોળ વિના એકસો ચાર અને નારકો પૂર્વોક્ત સોળ તથા એકેન્દ્રિય, સ્થાવર અને આતપ એમ ઓગણીસ વિના સામાન્યથી એકસો એક પ્રકૃતિઓ બાંધે છે, મનુષ્યો સામાન્યથી સર્વ (એકસો વીસ) પ્રકૃતિઓ બાંધે છે.
સ્થિતિબંધ અહીં અગિયાર અનુયોગદ્વારો છે. (૧) ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિબંધ પ્રમાણ (૨) એકેન્દ્રિયાદિ આશ્રયી ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ પ્રમાણ, (૩) નિષેક, (૪) અબાધાકંડક, (૫) સ્થિતિસ્થાન, (૬) સંક્લેશ સ્થાન, (૭) વિશુદ્ધિ સ્થાન, (૮) સ્થિતિબંધ અધ્યવસાય સ્થાન પ્રમાણ, (૯) સાદ્યાદિ, (૧૦) સ્વામિત્વ, (૧૧) શુભાશુભત્વ, આ અગિયાર વારોની ક્રમશઃ વિચારણા છે.
(૧) સ્થિતિબંધ પ્રમાણ—અવસ્થાનકાલ અને ભોગ્યકાલ એમ કર્મની સ્થિતિ બે પ્રકારે છે. ત્યાં વિવક્ષિત સમયે બંધાયેલ કર્મલતા (જો બંધ પછી તેમાં કોઈ કરણ ન લાગે તો) ચરમસમયે ગોઠવાયેલ દલિકની અપેક્ષાએ આત્મા સાથે જેટલો સમય રહે તે તેનો અવસ્થાન કાળ અને વિવક્ષિત સમયે બંધાયેલ કર્મલતાનાં દલિકોની રચના જેટલા સમયોમાં થાય તે ભોગ્યકાળ અથવા નિષેક કહેવાય છે.
જે કર્મ જેટલા કોડાકોડી સાગરોપમનું બંધાય છે તે કર્મની તથાસ્વભાવે શરૂઆતના તેટલા સો વર્ષોનાં સમયપ્રમાણ સ્થાનો છોડી પછીના સમયથી ચરમસમય સુધી દલિકરચના થાય છે. એથી જેટલાં સ્થાનોમાં દલિકરચના કરતો નથી તેટલો અબાધાકાળ અને શેષ ભોગ્યકાળ હોય છે. જેમ સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ મિથ્યાત્વ મોહનીયકર્મ બંધાય છે ત્યારે સાત હજાર વર્ષ અબાધાકાળ અને સાત હજાર વર્ષ ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ નિષેકકાળ અથવા ભોગ્યકાળ હોય છે.