Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૧
પ્રકૃતિરૂપ—એમ ચાર સત્તાસ્થાનો વિના શેષ ચુંમાળીસ સત્તાસ્થાનો અવસ્થિત સત્કર્મરૂપે સંભવે છે. તેમજ એકસો છેતાળીસ વિના શેષ સુડતાળીસ અલ્પતર સત્કર્મ થાય છે.
૭૪૪
અગિયારથી એકસો છવ્વીસ સુધીનાં સર્વ સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં જ પ્રાપ્ત થતાં હોવાથી તેમજ એકસો તેત્રીસ તથા એકસો સત્તાવીસનું સત્તાસ્થાન પણ કેવળ અલ્પતર સ્વરૂપે જ પ્રાપ્ત થતું હોવાથી કુલ આ એકત્રીસ સત્તાસ્થાનો ભૂયસ્કારરૂપે પ્રાપ્ત થતાં નથી. શેષ એકસો અઠ્ઠાવીસથી એકસો એકત્રીસ સુધીનાં ચાર અને એકસો ચોત્રીસથી એકસો છેતાળીસ સુધીનાં તેર—એમ સત્તર સત્તાસ્થાનો ભૂયસ્કારરૂપે પ્રાપ્ત થાય છે.
જ્ઞા ૫, ૬ ૨, મો ૨૬, આ ૧, ના ૭૮ ગો ૧ અને અંતરાય ૫, એમ એકસો સત્તાવીસની સત્તાવાળા તેઉકાય-વાયુકાયને પારભાવિક તિર્થગાયુના બંધકાલે એકસો અઠ્ઠાવીસની સત્તા થાય, પૃથ્વીકાય આદિમાં ઉત્પન્ન થયેલ એ જ એકસો સત્તાવીસની સત્તાવાળાને મનુષ્યદ્વિકના બંધકાલે એકસો ઓગણત્રીસની, ઉચ્ચગોત્રના બંધકાળે એકસો ત્રીસની અને પરભવના આયુના બંધકાલે એકસો એકત્રીસની સત્તા થાય.
પૂર્વોક્ત એકસો ત્રીસની સત્તાવાળા જીવ પંચેન્દ્રિયમાં આવી દેવદ્ધિક અથવા નરકદ્ધિક સહિત વૈક્રિય ચતુષ્ક બાંધે ત્યારે એકસો છત્રીસની, તે જ જીવ શેષ રહેલ દેવદ્વિક કે નરકદ્ધિક બાંધે ત્યારે એકસો આડત્રીસની અને આયુ બાંધે ત્યારે એકસો ઓગણચાળીસની સત્તા થાય છે.
એકસો તેત્રીસની સત્તાવાળો ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જિનનામ બાંધે ત્યારે એકસો ચોત્રીસ, આયુ બાંધે ત્યારે એકસો પાંત્રીસ, જિનનામ તથા આયુ વિના આહા૨ક ચતુષ્ક બાંધે ત્યારે એકસો સાડત્રીસ, જિનનામ બાંધે ત્યારે એકસો આડત્રીસ અને આયુ બાંધે ત્યારે એકસો ઓગણચાળીસ—એમ પાંચ સત્તાસ્થાનો થાય છે.
જ્ઞા ૫, ૬ ૯, વે ૨, મો ૨૪, આ ૧, ના ૮૮, ગો૨ અને અંતરાય ૫, એમ એકસો છત્રીસની સત્તાવાળો આહારક ચતુષ્ક બાંધે ત્યારે એકસો ચાળીસ, જિનનામ બાંધે ત્યારે એકસો એકતાળીસ અને આયુ બાંધે ત્યારે એકસો બેતાળીસ એમ ત્રણ સત્તાસ્થાન થાય છે.
જ્ઞા ૫, ૬ ૯, વે ૨, મો ૨૮, આ ૧, ના ૮૮ ગો ૨ અને અંતરાય ૫ એમ એકસો ચાળીસની સત્તાવાળો આહારક ચતુષ્ક બાંધે ત્યારે એકસો ચુંમાળીસ, જિનનામ બાંધે ત્યારે એકસો પિસ્તાળીસ અને આયુ બાંધે ત્યારે એકસો છેતાળીસ એ ત્રણ સત્તાસ્થાનો થાય છે.
એમ આ કુલ સોળે સત્તાસ્થાનો પ્રથમ સમયે ભૂયસ્કારરૂપે પ્રાપ્ત થાય છે. એકસો તેતાળીસનું સત્તાસ્થાન તથા તે સ્વરૂપ ભૂયસ્કાર ટીકામાં જણાવેલ છે પણ તે કેવી રીતે ઘટી શકે તે બહુશ્રુતો જાણે.
સાઘાદિ-ભંગવિચાર
જે બંધાદિ સાદિ હોય છે તે અધ્રુવ જ હોય છે અને જે અનાદિ હોય છે તે જીવવિશેષમાં ધ્રુવ અને અધ્રુવ પણ હોય છે. જે અધ્રુવ હોય છે તે અધ્રુવરૂપે રહે છે અથવા સાદિ પણ થઈ શકે છે.
જે બંધાદિ વધારેમાં વધારે હોય તે ઉત્કૃષ્ટ અને તે સિવાયના સર્વ અનુત્કૃષ્ટ કહેવાય છે.