Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમદ્વાર-સારસંગ્રહ
૭૪૩
બેતાળીસ અને એકસો તેતાળીસ, મોહનીયની સત્તાવીસની સત્તાવાળાને એકસો ઓગણચાળીસ, એકસો ચાળીસ, એકસો તેતાળીસ અને એકસો ચુંમાળીસ, તેમજ મોહનીયની અઠ્ઠાવીસની સત્તાવાળાને એકસો ચાળીસ, એકસો એકતાળીસ, એકસો ચુંમાળીસ અને એકસો પિસ્તાળીસ આ ચાર સત્તાસ્થાનો હોય છે.
એકસો ચોત્રીસથી એકસો પિસ્તાળીસ સુધીનાં સર્વ સત્તાસ્થાનો ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધી ભિન્ન ભિન્ન જીવો આશ્રયી હોય છે. એમ ટીકામાં બતાવેલ છે, પણ આ ગુણસ્થાનકોમાં મોહનીયકર્મની છવ્વીસ કે સત્તાવીસની સત્તા હોતી જ નથી, તેથી આ સત્તાસ્થાનો કઈ રીતે ઘટી શકે તે સમજાતું નથી. પરંતુ કર્મપ્રકૃતિ સત્તા ગાથા ૧૩ તથા તેની ટીકામાં અન્ય આચાર્યોના મતે પ્રથમ દર્શનત્રિકનો અને પછી અનંતાનુબંધિ ક્ષય કરે એમ કહેલ છે તેથી તે મતે વિચારીએ તો મિથ્યાત્વનો ક્ષય કર્યા બાદ મોહનીયની સત્તાવીસની અને મિશ્રનો ક્ષય કર્યા બાદ છવ્વીસની સત્તા ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધી પણ સંભવી શકે. તત્ત્વ કેવલીગમ્ય.
આ સર્વ સત્તાસ્થાનો ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધી હોય એમ કહ્યું તે બહુલતાની દષ્ટિએ જાણવું. કેમ કે આમાંનાં કેટલાંક સત્તાસ્થાનો પ્રથમના ત્રણ ગુણસ્થાનકે અને કેટલાંક આઠમા ગુણસ્થાનકે પણ ઘટી શકે છે.
તે જ એકસો પિસ્તાળીસની સત્તાવાળાને આયુબંધ થાય ત્યારે એકસો છેતાળીસની સત્તા હોય છે. - તેઉકાય-વાઉકાયમાં જ્ઞા. ૫, ૬, ૯, વે. ૨. મો. ર૬, (તિર્યચ) આયુ ૧, અં. ૫ (મનુષ્યદ્ધિક તથા ઉચ્ચગોત્રની ઉદ્ધલના પછી) ના. ૭૮ અને (નીચ) ગોત્ર ૧, એમ કુલ એકસો સત્તાવીસની સત્તા હોય છે. તે જ જીવ પરભવનું તિર્યંચા, બાંધે ત્યારે એકસો અઠ્યાવીસની સત્તા હોય છે. અહીં પ્રકૃતિ સ્વરૂપે આયુ એક જ હોવા છતાં બે ભવની અપેક્ષાએ બે માની - એકસો અઠ્યાવીસની સત્તા ટીકાકારે કરી હોય તેમ લાગે છે.
- પૂર્વે જણાવેલ એકસો સત્તાવીસની સત્તાવાળો પૃથ્વીકાયાદિમાં આવી મનુષ્યદ્રિક બાંધે ત્યારે નામકર્મની એંશીની સત્તા થવાથી એકસો ઓગણત્રીસ, વળી ઉચ્ચગોત્ર બાંધે ત્યારે એકસો ત્રીસ અને મનુષ્યાય બાંધે ત્યારે એકસો એકત્રીસની સત્તા હોય છે.
પંચેન્દ્રિયમાં આવેલ પૂર્વોક્ત એકસો ત્રીસની સત્તાવાળાને દેવદ્રિક અથવા નરકદ્ધિક તથા વૈક્રિયચતુષ્ક એ છ પ્રકૃતિ બાંધે ત્યારે એકસો છત્રીસ, ત્યારબાદ બાકી રહેલ દેવદ્ધિક કે નરકદ્વિક બાંધે ત્યારે એકસો આડત્રીસની સત્તા થાય છે, પરંતુ એકસો બત્રીસનું સત્તાસ્થાન કોઈ પણ રીતે પ્રાપ્ત થઈ શકતું નથી.
અહીં બતાવેલ સત્તાસ્થાનો આ રીતે જ ઘટી શકે એમ સમજવાનું નથી પરંતુ ભિન્ન ભિન્ન ગુણસ્થાનકે ભિન્ન ભિન્ન જીવો આશ્રયી અનેક રીતે અનેક પ્રકૃતિઓના ફેરફારથી ભિન્ન , ભિન્ન રીતે થાય છે પરંતુ વિસ્તારના ભયથી અહીં લખેલ નથી.
અહીં અવક્તવ્ય સત્કર્મ એક પણ નથી. વળી અયોગીના અન્ય સમયે સંભવતાં અગિયાર તથા બાર. તેમજ ક્ષીણમોહના ચરમસમયે જ સંભવતાં ચોરાણું અને પંચાણું