________________
પંચમદ્વાર-સારસંગ્રહ
૭૪૫
જે ઓછામાં ઓછા હોય તે જઘન્ય અને તે સિવાયના સર્વ અજઘન્ય કહેવાય છે.
ઉત્કૃષ્ટ અને જઘન્ય સિવાયના સામાન્યથી બંધાદિ સઘળા અનુત્કૃષ્ટ અને અજઘન્ય બન્નેમાં આવી શકે છે. છતાં સાદિપણાની વિશેષતાથી તે બન્નેમાં ભેદ છે. જેમ બંધાદિને ઉત્કૃષ્ટ કરી તેથી ઓછા કરે ત્યારે અનુષ્ટની સાદિ અને બંધાદિને જઘન્ય કરી તેથી વધારે કરે ત્યારે અજઘન્યની સાદિ, વળી જ્યાં અનુત્કૃષ્ટ કે અજઘન્યની સાદિ ન હોય ત્યાં પણ ઉત્કૃષ્ટની મર્યાદા કરી અનુત્કૃષ્ટ અને જઘન્યની મર્યાદા કરી શેષ બંધાદિ અજઘન્ય એમ સમજવું.
સામાન્યથી અજઘન્ય અને અનુત્કૃષ્ટ બંધાદિ અનાદિ અને ઉત્કૃષ્ટ તથા જઘન્ય સાદિ જ હોય છે.
બંધઆશ્રયી અવબંધી સર્વ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટાદિ ચારે સાદિ, અધ્રુવ એમ બે પ્રકારે અને ધ્રુવબંધી પ્રકૃતિઓના અજઘન્ય તથા અનુત્કૃષ્ટ યથાસંભવ સાદિ, અનાદિ, ધ્રુવ અને અધુવ એમ ચાર પ્રકારે છે અને ઉત્કૃષ્ટ તથા જઘન્ય સાદિ અધ્રુવ એમ બે પ્રકારે છે. ' ઉપશાન્તમોહ આદિ ત્રણ ગુણસ્થાને મૂળ એક વેદનીય અને ઉત્તર એક સતાવેદનીય કર્મપ્રકૃતિનો બંધ હોવાથી તે જઘન્ય પ્રકૃતિબંધ છે. તે સાદિ, અધ્રુવ એમ બે પ્રકારે છે. ઉપશાન્તમોહથી પડતાં સૂક્ષ્મસંઘરાયે છ મૂળકર્મ અને સત્તર ઉત્તરપ્રકૃતિઓનો બંધ કરે તે અજઘન્ય પ્રકૃતિબંધ છે અને તે વખતે તેની સાદિ થાય છે. ઉપશાત્તમોહાદિ ગુણસ્થાનકને નહિ પામેલાઓને તે અનાદિ છે, અભવ્ય જીવો ઉપશાંતમોહ વગેરે ગુણસ્થાનક પામવાના જ નથી માટે તેઓને ધ્રુવ અને ભવ્ય જીવો ઉપશાન્તમોહાદિ ગુણસ્થાનક પામી અજઘન્ય પ્રકૃતિબંધનો અંત કરશે માટે અધુવ. આ રીતે અજઘન્ય પ્રકૃતિબંધ ચાર પ્રકારે છે.
સંજ્ઞી પંચેન્દ્રિયાદિ જીવો આયુબંધકાળે મૂળ આઠ અને ઉત્તર ચુમોતેર પ્રકૃતિનો બંધ કરે ત્યારે ઉત્કૃષ્ટ પ્રકૃતિબંધની સાદિ અને અંતર્મુહૂર્ત બાદ તેથી ઓછી પ્રકૃતિ બાંધે ત્યારે ઉત્કૃષ્ટ અધ્રુવ - “અને અનુકુષ્ટની સાદિ, ફરીથી ઉત્કૃષ્ટ કરે ત્યારે અનુકુષ્ટ અદ્ભવ અને ઉત્કૃષ્ટની સાદિ એમ ક્રમ વડે ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ પ્રકૃતિબંધ થતા હોવાથી બન્ને બંધ સાદિ અને અધુવ છે.
'આયુષ્યકર્મ અધુવબંધી હોવાથી તે સાદિ અને અધુવ એમ બે પ્રકારે છે.
ઉપશાંતમોહથી પડે ત્યારે સૂક્ષ્મસંઘરાયે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, નામ, ગોત્ર અને અંતરાય એ પાંચ કર્મની અને અનિવૃત્તિ બાદર સંપરામે આવે ત્યારે મોહનીયની સાદિ, આ ગુણસ્થાનકોને નહિ પામેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અદ્ભવ એમ આ છ કર્મનો બંધ સાઘાદિ ચાર પ્રકારે છે.
અયોગી–ગુણસ્થાનકે વેદનીયનો અબંધક થઈ ફરી બંધ કરતો ન હોવાથી વેદનીયકર્મના બંધની સાદિ નથી. તેથી આ ગુણસ્થાનક નહિ પામેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધુવ–એમ વેદનીયકર્મનો બંધ સાદિ વિના ત્રણ પ્રકારે છે.
ધ્રુવબંધી સુડતાળીસ પ્રકૃતિઓનો પ્રતિબંધ લાદ્યાદિ ચાર પ્રકારે છે. ત્યાં મિથ્યાત્વ મોહનીય, થીણદ્વિત્રિક તથા ચાર અનંતાનુબંધી એ આઠનો ત્રીજા આદિ ગુણસ્થાને, અપ્રત્યાખ્યાનીય ચારનો પંચ૦૧-૯૪