________________
પંચમહાર
પ૯૫
सयलसुभाणुक्कोसं एवमणुक्कोसगं च नायव्वं । वन्नाई सुभअसुभा तेणं तेयाल धुवअसुभा ॥६८॥ सकलशुभानामुत्कृष्टमेवमनुत्कृष्टं च ज्ञातव्यम् ।
वर्णादयः शुभा अशुभास्तेन त्रयश्चत्वारिंशत् ध्रुवाशुभाः ॥१८॥ અર્થ–સઘળી શુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ અનુભાગ બંધ એ પ્રમાણે જ કરે છે, એમ જાણવું, વર્ણાદિ ચાર શુભ અને અશુભ એમ બંને પ્રકારે હોવાથી ધ્રુવબંધિની અશુભ પ્રકૃતિઓ તેંતાળીસ થાય છે.
ટીકાનુ–સઘળી સાતવેદનીય, તિર્યગાયુ, મનુષ્યાયુ, દેવાયુ, મનુષ્યદ્રિક, દેવદ્રિક, પંચેન્દ્રિયજાતિ, શરીર પંચક, સમચતુરન્સ સંસ્થાન, વજઋષભનારાચસંઘયણ, અંગોપાંગત્રિક, પ્રશસ્ત વર્ણ-ગંધ-રસ-સ્પર્શ, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, પ્રશસ્તવિહાયોગતિ, ત્રશદશક, નિર્માણ, તીર્થંકરનામ અને ઉચ્ચગોત્ર એ બેંતાળીસ શુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ અનુભાગબંધ પણ પૂર્વે કહ્યા એ જ પ્રમાણે કરે છે એમ જાણવું. એટલે કે તે પ્રકૃતિઓના બાંધનારાઓમાં જેઓ ચરમ-અત્યંત વિશુદ્ધ પરિણામવાળા છે તેઓ ઉત્કૃષ્ટ અનુભાગબંધ કરે છે અને જેઓ મંદ પરિણામવાળા છે તે અનુત્કૃષ્ટ અનુભાગબંધ કરે છે.
અહીં વર્ણાદિ ચારનો શુભ પ્રકૃતિના સમુદાયમાં અને અશુભ પ્રકૃતિના સમુદાયમાં એમ બંનેમાં અંતર્ભાવ થાય છે માટે અશુભ ધ્રુવબંધિની પ્રકૃતિઓ તેંતાળીસ થાય છે અને શુભ યુવબંધિની આઠ થાય છે. વર્ષાદિને સામાન્ય ગણતાં ધ્રુવબંધિની સુડતાળીસ થાય છે. ૬૮
આ રીતે શુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ રસબંધના સ્વામી કહ્યા. હવે અનંતરોક્ત શુભ પ્રકૃતિઓની અંદર કેટલીએક પ્રકૃતિઓના વિશેષ નિર્ણય માટે કેટલીએક શુભ પ્રકૃતિઓના અને અશુભ સઘળી પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસબંધના સ્વામી કહે છે– - સતાસુમા વાળ ૩mોતિરિવર્ષમyયા !
सन्नी करेइ मिच्छो समयं उक्कोसअणुभागं ॥६९॥ सकलाशुभातपानामुद्योततिर्यग्मनुजायुषाम् ।
सज्जी करोति मिथ्यादृष्टिः समयमुत्कृष्टानुभागम् ॥६९॥ અર્થ સઘળી અશુભ પ્રકૃતિઓના અને આતપ, ઉદ્યોત, તિર્યંચ અને મનુષ્યનું આયુ એ પુન્ય પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ સંશી મિથ્યાદષ્ટિ એક સમયમાત્ર કરે છે.
ટીકાનુ—જ્ઞાનાવરણપંચક, દર્શનાવરણનવક, અસાતવેદનીય, મિથ્યાત્વ, સોળકષાય, નવ નોકષાય, નરકત્રિક, તિર્યશ્વિક, પહેલાને છોડી શેષ પાંચ સંઘયણ, પહેલાને છોડી શેષ પાંચ સંસ્થાન, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયજાતિ, સ્થાવરાદિ દશક, અપ્રશસ્ત વર્ણગંધ રસ અને સ્પર્શ, ઉપઘાત, અપ્રશસ્ત વિહાયોગતિ, નીચગોત્ર અને અંતરાયપંચક એ સઘળી વ્યાશી અશુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ અતિસંક્લિષ્ટ પરિણામી સંશી મિથ્યાષ્ટિ