Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમદાર
૬૮૩
स्थावरतिर्यग्गतिद्विकमातपैकेन्द्रियविकलसाधारणम् ।
नरकद्विकोद्योते च दश आदिमा एकान्ततिर्यग्योग्याः ॥१३७॥
અર્થ-સ્થાવર અને સૂક્ષ્મનામરૂપ સ્થાવરદ્ધિક, તિર્યંચગતિ અને તિર્યંચાનુપૂર્વારૂપ તિર્યંચદ્ધિક, આતપનામ, એકેન્દ્રિય જાતિનામ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જાતિરૂપ વિકલત્રિક, સાધારણનામ, નરકગતિ અને નરકાનુપૂર્વીરૂપ નરકદ્ધિક અને ઉદ્યોતનામ એ નામકર્મની સ્થાવરાદિ તેર પ્રકૃતિઓ કહેવાય છે. તેમાંથી શરૂઆતની દશ પ્રકૃતિઓ એકાન્ત તિર્યંચ યોગ્ય છે એટલે કે તે દશ પ્રકૃતિઓનો ઉદય માત્ર તિર્યંચગતિમાં જ હોય છે. તેથી જે કોઈપણ સ્થળે તિર્યંચ એકાન્ત યોગ્ય પ્રકૃતિનું ગ્રહણ કર્યું હોય, ત્યાં આ દશ પ્રકૃતિઓ સમજવી.
एवं नपुंस इत्थी संतं छक्कं च बायर पुरिसुदए । समऊणाओ दोन्निउ आवलियाओ तओ पुरिसं ॥१३८॥ एवं नपुंसकः स्त्री सत् षट्कं च बादरे पुरुषोदये ।
समयोने द्वे आवलिके ततः पुरुषः ॥१३८॥
અર્થ–પુરુષવેદના ઉદયે શ્રેણિ આરંભનાર બાદરસપરાય ગુણઠાણે એ પ્રમાણે અનુક્રમે નપુંસકવેદ, વેદ અને હાસ્યષર્કનો ક્ષય કરે છે અને ત્યારપછી સમય ન્યૂન બે આવલિકા કાળે - પુરુષવેદનો ક્ષય કરે છે.
ટીકાનુ–એ પ્રકારે એટલે આઠ કષાયનો ક્ષય કર્યા પછી સંખ્યાતા સ્થિતિઘાત ઓળંગી ગયા બાદ જેમ સોળ પ્રકૃતિનો ક્ષય કર્યો તેમ સોળ કર્મપ્રકૃતિનો ક્ષય કર્યા પછી સંખ્યાતા સ્થિતિઘાત વ્યતીત થયા બાદ નપુંસકવેદ નાશ પામે છે, જ્યાં સુધી તેનો નાશ ન થાય, ત્યાં સુધી તે સત્તામાં હોય છે.
નપુંસકવેદનો ક્ષય થયા પછી સંખ્યાતા સ્થિતિખંડો ઓળંગી ગયા બાદ સ્ત્રીવેદનો નાશ થાય છે. તે પણ જયાં સુધી નાશ ન પામે ત્યાં સુધી સત્તામાં હોય છે.
સ્ત્રીવેદે કે પુરુષવેદે શપકશ્રેણિ પર આરૂઢ થનાર આશ્રયી આ ક્રમ સમજવો. નપુંસકવેદ ક્ષપકશ્રેણિ પર ચડનારને સ્ત્રીવેદ અને નપુંસકવેદ એ બંને વેદનો એક સાથે ક્ષય થાય છે. જ્યાં સુધી તેનો ક્ષય ન થાય ત્યાં સુધી તે બંને વેદ સત્તામાં હોય છે, ઉપશમશ્રેણિ આશ્રયી તો ઉપશાંતમોહ ગુણસ્થાનક પર્યત તે બંને વેદની સત્તા હોય છે.
સ્ત્રીવેદનો ક્ષય થયા પછી સંખ્યાતા સ્થિતિખંડો ઓળંગી ગયા બાદ હાસ્યાદિ ષકનો ક્ષય થાય છે અને હાસ્યાદિ ષકનો ક્ષય થયા પછી સમય ન્યૂન બે આવલિકાકાળે પુરુષવેદની સત્તાનો નાશ થાય છે. આ હકીકત પુરુષવેદના ઉદયે ક્ષપકશ્રેણિ સ્વીકાર કરનાર આશ્રયી પ્રતિપાદન કરેલી છે. ૧૩૮ - હવે સ્ત્રીવેદ અને નપુંસકવેદના ઉદયે ક્ષપકશ્રેણિ સ્વીકાર કરનાર આશ્રયી વિધિ કહે છે