Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૮૮
પંચસંગ્રહ-૧ અનુત્કૃષ્ટ એમ ચાર પ્રકારની સ્થિતિસત્તા સાદિ-સાંત ભાંગે છે, કારણ કે તે સઘળી પ્રકૃતિઓની સત્તા જ અધ્રુવ છે.
જેની સત્તા સર્વદા હોય કે જે સર્વદા રહેવાની હોય તેના પર જ અનાદિ અને અનંત ભંગ ઘટી શકે પરંતુ જેની સત્તાનો જ નિયમ ન હોય તેના પર સાદિ અને સાંત સિવાય અન્ય ભાંગાઓ ઘટી શકે નહિ. ૧૪૩
આ પ્રમાણે મૂળ અને ઉત્તર પ્રવૃતિઓના વિષયમાં સાદિ વગેરે ભંગનો વિચાર કર્યો. હવે જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામિત્વ સંબંધે એટલે કે જઘન્ય સ્થિતિસત્તાનો અને ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાનો સ્વામી કોણ? તે સંબંધે વિચાર કરવો જોઈએ. તેમાં પહેલાં ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામિત્વ સંબંધે વિચાર કરતાં કહે છે –
बंधुदउक्कोसाणं उक्कोस ठिईउ संतमुक्कोसं । तं पुण समयेणूणं अणुदयउक्कोसबंधीणं ॥१४४॥
बन्धोदयोत्कृष्टानामुत्कृष्टा स्थितिस्तु सदुत्कृष्टम् ॥
तत्पुनः समयेनोनमनुदयोत्कृष्टबन्धिनीनाम् ॥१४४॥ અર્થ–ઉદય છતાં બંધાત્કૃષ્ટ પ્રકૃતિઓની જે સ્થિતિ તે જ તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે અને ઉદયના અભાવે બંધોત્કૃષ્ટ પ્રકૃતિઓની સમય ન્યૂન જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે.
ટીકાનુ–ઉદય હોય ત્યારે જે કર્મપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય તે બંધોદયોત્કૃષ્ટ પ્રકૃતિઓ કહેવાય છે. તે પ્રકૃતિઓ આ પ્રમાણે છે—જ્ઞાનાવરણપંચક, ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળદર્શનાવરણરૂપ દર્શનાવરણચતુષ્ક, અસતાવેદનીય, મિથ્યાત્વમોહનીય, સોળ કષાય, પંચેન્દ્રિયજાતિ, તૈજસસપ્તક, હુડકસંસ્થાન વર્ણાદિ વીસ, અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસ, અપ્રશસ્તવિહાયોગતિ, ઉદ્યોત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અપયશકીર્તિ, નિર્માણ, નીચગોત્ર, અંતરાયપંચક અને તિર્યંચ મનુષ્ય આશ્રયી વૈક્રિયસપ્તક એ છયાસી બંધોદયોત્કૃષ્ટ પ્રકૃતિઓની જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે જ ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા છે એટલે કે તે પ્રકૃતિઓનો જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે તે જ પૂર્ણ સ્થિતિબંધ તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે.
શંકા–જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સિત્તેર કોડાકોડી વગેરે થાય ત્યારે તેનો અબાધાકાળ સાત હજાર વરસ વગેરે હોય છે અને અબાધાકાળમાં તો દલિકો હોતાં નથી તેથી પૂર્ણ જે ઉત્કૃષ્ટ
૧. આ પ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે જ તેઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે એમ સમજવાનું નથી પરંતુ ઉદય હોય ત્યારે પણ થાય છે એમ સમજવાનું છે. કારણ કે તેમાંની કેટલીએક પ્રકૃતિઓનો ઉદય ન હોય ત્યારે પણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થઈ શકે છે. જેમકે, ક્રોધના ઉદયવાળો માનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી શકે છે. તેમ જ પ્રશસ્તવિહાયોગતિના ઉદયવાળો અપ્રશસ્તવિહાયોગતિનો, કોઈ અન્ય સંસ્થાનના હુંડક સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી શકે છે, અનુદયબંધોત્કૃષ્ટ પ્રકૃતિઓનો તેઓનો ઉદય ન હોય ત્યારે જ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે.