________________
૭૧૬
પંચસંગ્રહ-૧ ચરમાવલિકા જયાં સુધી અન્યત્ર પ્રક્ષેપ થવાથી ક્ષય ન થાય ત્યાં સુધી તેઓનું સમય ન્યૂન આવલિકા પ્રમાણ ઉત્કૃષ્ટ સ્પર્ધક ઘટે છે.
ટીકાનુ–મોહનીયકર્મની-મિથ્યાત્વ મોહનીય અને પહેલા બાર કષાય એમ સર્વઘાતિની તેર પ્રકૃતિઓ તથા નરકદ્ધિક, તિર્યદ્ગિક, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયજાતિ, સ્થાવર, આતપ, ઉદ્યોત, સૂક્ષ્મ અને સાધારણ એમ નામકર્મની તેર પ્રકૃતિઓ તથા થીણદ્ધિ, નિદ્રાનિદ્રા અને પ્રચલા પ્રચલા એમ થીણદ્વિત્રિક સઘળી મળી ઓગણત્રીસ પ્રકૃતિઓની સત્તામાં રહેલી છેલ્લી આવલિકાનો અન્ય પ્રવૃતિઓમાં સ્તિબુકસંક્રમ વડે સંક્રમ થવાથી ક્ષય ન થાય ત્યાં સુધી તેનું સમય ન્યૂન આવલિકા પ્રમાણમાં સ્પર્ધ્વક ઘટે છે.
તે આવલિકામાંનો સમય સ્તિબુકસંક્રમ વડે સંક્રમી જવાથી દૂર થાય ત્યારે બે સમય ન્યૂન આવલિકા પ્રમાણ સ્પદ્ધક થાય છે. એ પ્રમાણે જેમ જેમ સમય સમય સ્તિબુકસંક્રમ વડે દૂર થાય, તેમ તેમ સમય સમય ન્યૂન આવલિકા પ્રમાણ મધ્યમ રૂદ્ધકો થાય છે. એમ યાવત્ સ્વરૂપસત્તાએ એક સમય સ્થિતિ શેષ રહે ત્યારે તે એક સમય પ્રમાણ જઘન્ય સ્પર્ધક થાય છે.
આ પ્રમાણે અનુદયવતી ઉપરોક્ત મિથ્યાત્વાદિ ઓગણત્રીસ પ્રવૃતિઓના ચરમાવલિકાના, સમય ન્યૂન આવલિકા પ્રમાણ સ્પર્તકો અને શેષ આખી સ્થિતિનું એક પદ્ધક મળી સરવાળે આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધકો થાય છે.
જેમ મોહનીયની સર્વઘાતિ તેર પ્રકૃતિઓ, નામકર્મની તેર, થીણદ્વિત્રિક, એમ ઓગણત્રીસ પ્રકૃતિઓના આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધકો થાય છે, તેમ ક્ષીણમોહગુણસ્થાને જેઓનો ક્ષય થાય છે, તે ઉદયવતી પ્રવૃતિઓના ક્ષીણમોહ ગુણસ્થાનકનો જેટલો કાળ છે, તેના એક અધિક સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ સ્પર્ધકો થાય છે અને નિદ્રા અને પ્રચલાના એક ન્યૂન સ્પદ્ધકો થાય છે. કારણ કે નિદ્રા અનુદયવતી પ્રકૃતિ છે. ઉદયવતી પ્રકૃતિઓની સ્વરૂપસત્તાએ જેટલી સ્થિતિ શેષ રહે, તેની અપેક્ષાએ અનુદયવતી પ્રવૃતિઓની સમય ન્યૂન સ્થિતિ શેષ રહે છે. તેથી જ ઉદયવતીની અપેક્ષાએ એક સ્પર્ધક ઓછું થાય છે.
ક્ષીણકષાય ગુણસ્થાને જેઓની સત્તાનો નાશ થાય છે, તેના તે ગુણસ્થાનકના સંખ્યામાં ભાગના કાળ પ્રમાણ પદ્ધકો કેમ અને શી રીતે થાય છે તે કહે છે
ક્ષીણકષાય ગુણસ્થાનકે વર્તમાન કોઈ ક્ષપિતકર્મીશ આત્મા તે ગુણસ્થાનકનો જેટલો કાળ છે, તેના સંખ્યાતા ભાગ જાય અને અંતર્મુહૂર્ત પ્રમાણ સંખ્યાતમો એક ભાગ શેષ રહે ત્યારે
૧. ઉદયવતી પ્રકૃતિઓની ક્ષય થતાં થતાં જયારે સત્તામાં માત્ર એક આવલિકા પ્રમાણ સ્થિતિ રહે છે, ત્યારે અનુદયવતી-પ્રદેશોદયવતી પ્રવૃતિઓની સ્વરૂપસત્તા સમયગૂન આવલિકા શેષ રહે છે. તેથી જ ઉદયવતી પ્રકૃતિના છેલ્લા સમયે અનુદયવતી પ્રવૃતિઓની સ્વરૂપ સત્તા હોતી નથી તે હેતુથી જ ઉદયવતી પ્રકૃતિઓની ઉદયાવલિકા અને અનુદયવતી પ્રકૃતિઓની સ્વરૂપ સત્તાએ સમય ન્યૂન આવલિકા શેષ રહે અને તેમાંનો એક પણ સમય અન્યત્ર સંક્રમ વડે ક્ષય ન થાય. ત્યાં સુધી સમય પૂર આવલિકા પ્રમાણ ઉત્કૃષ્ટ સદ્ધક ઉપરોક્ત પ્રકૃતિઓનું થાય છે અને શેષ આખી સ્થિતિનું એક અદ્ધક થાય છે. એટલે જ ઉપરોક્ત પ્રકુતિઓના સરવાળે આવલિકા પ્રમાણ પદ્ધકો થાય છે.