________________
૭૨૪
પંચસંગ્રહ-૧
પ્રયત્નવંત થાય. ક્ષપકશ્રેણિમાં ક્ષય કરતાં કરતાં ચરમસમયે જે છેલ્લો શેપ થાય તે કાળે તે હાસ્યાદિ પ્રકૃતિઓની જે ઓછામાં ઓછી પ્રદેશસત્તા હોય તે પહેલું સર્વજઘન્ય પ્રદેશસત્કર્મસ્થાન.
ત્યારપછી ત્યાંથી આરંભી નાના જીવોની અપેક્ષાએ એક એક પરમાણુની વૃદ્ધિએ થતાં નિરંતર પ્રદેશસત્કર્મસ્થાને ત્યાં સુધી કહેવા યાવતું ગુણિતકર્માશ જીવને સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્કર્મસ્થાન થાય. તે અનંતા સત્કર્મસ્થાનોના સમૂહને સ્પર્ધક કહેવાય છે. હાસ્યાદિ છે પ્રકૃતિઓમાં દરેકનું આ રીતે એક એક રૂદ્ધક થાય છે. ૧૯૦
હવે સંજવલનત્રિકના સ્પર્ધકનું પ્રતિપાદન કરવા કહે છે –
बंधावलियाईयं आवलिकालेण बीइठिहितो । लयठाणं लयठाणं नासेई संकमेणं तु ॥१८१॥ संजलणतिगे दुसमयहीणा दो आवलीण उक्कोसं । फडं बिईयठिइए पढमाए अणुदयावलिया ॥१८२॥ आवलियदुसमऊणा मेत्तं फटुं तु पढमठिइविरमे । बन्धावलिकातीतं आवलिकाकालेन द्वितीयस्थितिभ्यः । लतास्थानं लतास्थानं नाशयति संक्रमेण तु ॥१८१॥ संज्वलनत्रिकस्य द्विसमयहीना द्यावलिकोत्कृष्टम् । स्पर्द्धकं द्वितीयस्थितौ प्रथमायामनुदयावलिका ॥१८२॥ .
आवलिका द्विसमयोना मात्रं स्पर्द्धकं तु प्रथमस्थितिविरमे । અર્થ જે જે લતાની બંધાવલિકા વ્યતીત થઈ છે, તે તે સંજવલનત્રિકની લતાને બીજી સ્થિતિમાંથી અન્ય પ્રકૃતિમાં સંક્રમાવવા વડે નાશ કરે છે. તથા જ્યાં સુધી પ્રથમ સ્થિતિમાં અનુદયાવલિકા શેષ છે ત્યાં સુધી બીજી સ્થિતિમાં બે સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ ઉત્કૃષ્ટ અદ્ધક થાય છે અને જ્યારે પ્રથમ સ્થિતિનો વિરામનાશ થાય ત્યારે બે સમય ન્યૂન આવલિકા પ્રમાણ પદ્ધક થાય છે. તેથી ઉત્કૃષ્ટ સ્પર્ધ્વક બે સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ થાય છે.
ટીકાનુ–સંજવલન ક્રોધ, માન અને માયાની પ્રથમ સ્થિતિની જ્યાં સુધી એક આવલિકા શેષ ન રહી હોય, ત્યાં સુધી તેઓમાં સ્થિતિઘાત, રસઘાત બંધ ઉદય અને ઉદીરણા પ્રવર્તે છે અને જ્યારે પ્રથમ સ્થિતિ એક આવલિકા પ્રમાણ બાકી રહે ત્યારે તે સ્થિતિઘાતાદિનો વિચ્છેદ થાય છે. ત્યારપછીના સમયે એટલે કે અબંધના પ્રથમ સમયે પ્રથમ સ્થિતિના સમય ન્યૂન એક આવલિકાના દલિક અને બે સમય ન્યૂન બે આવલિકાકાળમાં બંધાયેલાં દલિક માત્ર સત્તામાં હોય છે, બીજાં સઘળાં દલિકોનો ક્ષય થયેલો હોય છે.
તેમાં પ્રથમ સ્થિતિની સમય ન્યૂન આવલિકા પ્રમાણ દલિકના સ્પર્ધકોનો વિચાર થીણદ્વિત્રિકાદિનો જેમ પહેલાં કરી ગયા છે તેમ અહીં પણ કરી લેવો. પરંતુ બે સમયજૂન આવલિકાકાળમાં બંધાયેલું જે સત્તામાં છે તેની સ્પર્ધ્વક ભાવના બીજી રીતે કરાય છે, કારણ કે