Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૭૨૯
પંચમદ્વાર નિરંતર પ્રદેશસત્કર્મસ્થાનો ત્યાં સુધી કહેવાં યાવતું ગુણિતકર્માશ આત્માને સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્કર્મસ્થાન થાય. આ સઘળાં પ્રદેશસત્કર્મસ્થાનોના સમૂહનું બીજું સ્પર્ધ્વક થાય.
આ પ્રમાણે નપુંસકવેદના બે સ્પર્ધક થાય છે. સ્ત્રીવેદના પણ એ જ પ્રકારે બે સ્પર્ધક સમજી લેવા. પુરુષવેદના બે પદ્ધકો આ પ્રમાણે સમજવા.
ઉદયના ચરમસમયે જે સર્વજઘન્ય પ્રદેશની સત્તા હોય ત્યાંથી આરંભી ભિન્ન ભિન્ન જીવોની અપેક્ષાએ એક એક પરમાણુની વૃદ્ધિએ થતાં નિરંતર પ્રદેશસત્કર્મસ્થાનો ત્યાં સુધી કહેવાં થાવત્ ગુણિતકમશ આત્માને ઉત્કૃષ્ટ પ્રદેશસત્કર્મસ્થાન થાય. આ અનંત પ્રદેશસત્કર્મસ્થાનોનું પહેલું સ્પર્ધ્વક થાય.
તથા બીજી સ્થિતિ સંબંધી ચરમખંડને સંક્રમાવતાં ઉદયના ચરમસમયે જે સર્વ જઘન્ય પ્રદેશની સત્તા હોય ત્યાંથી આરંભી પહેલાની જેમ બીજું સ્પર્ધ્વક થાય.
અથવા પ્રકારોતરે બે સ્પર્તકની પ્રરૂપણા કરે છે. તે આ પ્રમાણે–
જ્યાં સુધી કોઈપણ વેદની પહેલી સ્થિતિ અને બીજી સ્થિતિ સત્તામાં હોય ત્યાં સુધી જઘન્ય પ્રદેશસત્કર્મસ્થાનથી આરંભી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા પર્યતનું એક સ્પર્ધ્વક થાય અને એમાંથી કોઈપણ એક સ્થિતિનો ક્ષય થતાં પહેલી સ્થિતિ અથવા બીજી સ્થિતિ જ્યારે શેષ રહે ત્યારે તે આશ્રયી બીજું સ્પર્ધ્વક થાય.
તેમાં સ્ત્રીવેદ અને નપુંસકવેદની બીજી સ્થિતિના ચરમ સ્થિતિઘાતના ચરમ દળનો જ્યારે પ્રક્ષેપ થાય ત્યારે પ્રથમ સ્થિતિનો એક ઉદય સમય જ શેષ રહે છે. તથા પુરુષવેદની પ્રથમ સ્થિતિને અનુભવતાં જ્યારે ક્ષય થઈ જાય ત્યારે બે સમયનૂન બે આવલિકાકાળમાં બંધાયેલું બીજી સ્થિતિનું દલિક સત્તામાં શેષ રહે છે તેનું એક સ્પર્ધક થાય છે.
આ પ્રમાણે પહેલી અને બીજી બંને સ્થિતિનું એક સ્પર્ધક અને બેમાંથી એક સ્થિતિ શેષ રહે તેનું એક એમ વેદના બબ્બે રૂદ્ધક થાય છે. ૧૮૪
એ જ હકીકત કહે છે –
चरमसंछोभसमए एगाठिङ्ग होइ इत्थीनपुंसाणं ।। पढमठिईए तदंते पुरिसे दोआलि दुसमूणं ॥१८५॥ चरमसंछोभसमये एका स्थितिः भवति स्त्रीनपुंसकयोः ।
प्रथमस्थित्याः तदन्ते पुरुषे व्यावलिका द्विसमयोनम् ॥१८५॥
અર્થ–સ્ત્રીવેદ અને નપુંસકવેદના ચરમ સંછોભ સમયે પ્રથમ સ્થિતિનો એક સમય શેષ હોય છે અને પુરુષવેદની પ્રથમ સ્થિતિના અંતે બે સમયજૂન બે અવલિકા શેષ હોય છે.
ટીકાનુ–સ્ત્રીવેદ અને નપુંસકવેદની બીજી સ્થિતિના ચરમ સ્થિતિઘાતના ચરમ સંછોભ* પંચ ૧૯૯૨