________________
પંચમત્કાર
૭૨૭
ના હોય છે.
અસત્કલ્પનાએ આવલિકા ગણતાં બંધાદિવિચ્છેદ પછીના સમયે અર્થાત અબંધના પહેલા સમયે છ સમયના બંધાયેલા દલિકની સત્તા હોય છે, અબંધના બીજે સમયે પાંચ સમયના બંધાયેલા, અબંધના ત્રીજે સમયે ચાર સમયના બંધાયેલા, અબંધના ચોથે સમયે ત્રણ સમયનાં બંધાયેલા, અબંધના પાંચમા સમયે બે સમયના બંધાયેલા અને અબંધના છ સમયે માત્ર બંધવિચ્છેદ સમયે બંધાયેલા દલિકની જ સત્તા હોય છે.
આ પ્રમાણે હોવાથી ત્રણ સમય સ્થિતિનું ઉપરોક્ત રીતે ત્રીજું સ્પર્ધ્વક, ચાર સમય સ્થિતિનું ચોથું સ્પર્ધક, પાંચ સમયસ્થિતિનું પાંચમું અને છ સમયસ્થિતિનું છઠ્ઠ પદ્ધક થાય છે. એ જ હકીકત છે
એ પ્રમાણે બંધાદિવિચ્છેદના ત્રિચરમસમયે અર્થાતુ ચરમસમયથી ત્રીજે સમયે જઘન્ય યોગાદિ વડે જે બંધાય છે તેના તે બંધસમયથી આરંભી બીજી આવલિકાના ચરમસમયે પૂર્વની જેમ તેટલા જ પ્રદેશસત્કર્મસ્થાનો થાય છે માત્ર તે ત્રણ સ્થિતિના થાય છે, કારણ કે તે સમયે બંધાદિ વિચ્છેદ સમયે બંધાયેલા ત્રણ સમયની સ્થિતિવાળા દલિકની સત્તા હોય છે તેમજ દ્વિચરમસમયે બંધાયેલા બે સમયની સ્થિતિવાળા દલિકની પણ સત્તા હોય છે.
આ રીતે અસંખ્ય પ્રદેશસત્કર્મસ્થાનોના સમૂહનું ત્રીજું સ્પર્ધક થાય છે. આ પ્રમાણે બે સમયગૂન બે આવલિકાના જેટલા સમયો તેટલા સ્પર્ફકો થાય છે. - આ પ્રમાણે સંજ્વલન માનના તથા માયાના પણ તેટલા જ અને એ જ રીતિએ રૂદ્ધકો કહેવા..
બંધવિચ્છેદ પછીના સમયે બે સમયપૂન બે આવલિકાકાળમાં બંધાયેલા દલિકની જ સત્તા હોવાથી તેટલી સ્થિતિનું ઉત્કૃષ્ટ રૂદ્ધક થાય છે.
શંકા-અબંધના પ્રથમ સમયે પ્રથમ સ્થિતિની સમયગૂન એક આવલિકા અને બીજી સ્થિતિમાં બે સમયગૂન બે આવલિકા શેષ હોવાથી કુલ ત્રણ સમયગૂન ત્રણ આવલિકા પ્રમાણ ઉત્કૃષ્ટ રૂદ્ધક થવું જોઈએ. બે સમયનૂન બે આવલિકા પ્રમાણ ઉત્કૃષ્ટ પદ્ધક કેમ કહેવામાં આવે છે ? - ઉત્તર–આ શંકા ત્યારે જ થાય કે સત્તામાં રહેલ ત્રણ સમયનૂન ત્રણ આવલિકા અનુક્રમે દૂર થતી હોય. પરંતુ તેમ થતું નથી. પ્રથમ સ્થિતિમાંથી અને બીજી સ્થિતિમાંથી સાથે જ ઓછું થતું જાય છે તેથી જ્યારે પ્રથમ સ્થિતિ દૂર થાય ત્યારે બે સમયજૂન એક આવલિકા પ્રમાણ બીજી સ્થિતિમાં સત્તામાં રહે છે. તેથી બે સમયપૂન બે આવલિકાના સમય પ્રમાણ જ ઉત્કૃષ્ટ સ્પદ્ધક સંભવે છે, વધારે મોટું સંભવતું નથી. હવે વેદોના સ્પર્ધકો કહે છે–
वेयाणवि बे फड्डा ठिईदुगं जेण तिण्हंपि ॥१८३॥
वेदानामपि द्वे स्पर्द्धके स्थितिद्विकं येन त्रयाणामपि ॥१८३॥ અર્થ–વેદોના પણ બે રૂદ્ધક થાય છે, કારણ કે તે ત્રણે વેદોની બે સ્થિતિ છે. ટીકાનુ–પુરુષવેદ, વેદ અને નપુંસકવેદ એ ત્રણે વેદના જેનું સ્વરૂપ હવે પછી