________________
૭૨૬
પંચસંગ્રહ-૧
ચાર સમયપ્રમાણ બીજી આવલિકા વડે અન્ય પ્રકૃતિમાં સંક્રમનું સંક્રમનું સંક્રમાવલિકાના ચરમસમયે કે જે સમયે બંધાદિનો વિચ્છેદ થાય છે તે સમયે સર્વથા સ્વસ્વરૂપે સત્તામાં રહેતું નથી, કારણ કે સઘળું પરમાં સંક્રમી જાય છે. તેથી જે સમયે છેલ્લો બંધ થાય છે તે સમ સમયગૂન બે આવલિકાકાળમાં બંધાયેલું કર્યદળ સત્તામાં હોય છે.
બંધવિચ્છેદ સમયથી સાતમા સમયે જે કર્મ બાંધ્યું તે કર્મ ચાર સમયપ્રમાણ આવલિકા અતિક્રમી ગયા બાદ ચાર સમયપ્રમાણ અન્ય આવલિકા વડે અન્ય પ્રકૃતિરૂપે થતાં થતાં જે સમયે બંધાદિનો વિચ્છેદ થયો તે પછીના અર્થાત અબંધના પહેલા સમયે સ્વસ્વરૂપે સત્તામાં હોતું નથી, કારણ કે સઘળું પરપ્રકૃતિરૂપે થઈ ગયું છે.
એટલે અબંધના પહેલા સમયે બંધવિચ્છેદ સમયથી છઠ્ઠા આદિ સમયનું બંધાયેલું કર્યદળ સત્તામાં હોય છે. અહીં આવલિકાના ચાર સમય કહ્યા હોવાથી છ સમય એટલે બે આવલિકામાં બે સમય ન્યૂન કાળ થાય છે. માટે જ એમ કહેવામાં આવ્યું છે કે બંધાદિનો વિચ્છેદ થયા બાદ અનંતર સમયે બે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું કર્મ જ સત્તામાં હોય છે તે ઉપરાંત વધારે સમયનું બંધાયેલું સત્તામાં હોતું નથી.
તેમાં બંધાદિના વિચ્છેદ સમયે જઘન્ય યોગે જે કર્મ બાંધ્યું તે કર્મને તેની બંધાવલિકા ગયા બાદ અન્ય આવલિકા વડે અન્ય સંક્રમાવતાં સંક્રમાવલિકાના ચરમસમયે હજી પરમાં સંક્રમાવ્યું નથી પરંતુ જેટલું કર્મચળ પરમાં સંક્રમાવશે તેટલું સંજવલન ક્રોધનું જઘન્ય પ્રદેશસત્કર્મસ્થાન: કહેવાય છે.
- તથા બંધાદિના વિચ્છેદ સમયે યથાસંભવ જઘન્ય યોગ પછીના યોગસ્થાને વર્તતાં જે કર્મ બાંધ્યું તેને બંધાવલિકા ગયા બાદ સંક્રમાવતાં સંક્રમાવતાં સંક્રમાવલિકાના ચરમસમયે જેટલું સત્તામાં હોય તેને બીજું પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું યાવતું ઉત્કૃષ્ટ યોગસ્થાને વર્તતા બંધાદિના વિચ્છેદ સમયે જે કર્મ બાંધ્યું તેને સંક્રમાવતાં સંક્રમાવતાં સંક્રમાવલિકાના ચરમસમયે જેટલું કર્યદળ સત્તામાં હોય તેને સંજવલન ક્રોધનું સર્વોત્કૃષ્ટ છેલ્લે પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય.
આ પ્રમાણે નવમે ગુણઠાણે જે જઘન્ય યોગસ્થાનનો સંભવ હોય તે યોગસ્થાનથી આરંભી સંભવતા ઉત્કૃષ્ટ યોગસ્થાન પર્વત જેટલાં યોગસ્થાનો ઘટી શકે તેટલાં પ્રદેશસત્કર્મસ્થાનો ચરમસમયે થાય છે. તે સઘળા પ્રદેશસત્કર્મસ્થાનના સમૂહનું પહેલું પદ્ધક થાય છે. એ પ્રમાણે જે સમયે બંધાદિનો વિચ્છેદ થાય છે તે પહેલાના સમયે જઘન્યયોગ આદિ વડે જે કર્મ બંધાય છે તે કર્મદળના તે સમયથી આરંભી બીજી આવલિકાના ચરમસમયે પહેલા જઘન્ય પ્રદેશસત્કર્મસ્થાનથી આરંભી ઉત્કૃષ્ટ પ્રદેશસત્કર્મસ્થાન પર્યત ચરમસમયે બંધાયેલા દલિકના જે રીતે અને જેટલાં પ્રદેશસત્કર્મસ્થાનો વિચાય તે રીતે અને તેટલાં પ્રદેશસત્કર્મસ્થાનો અહીં પણ સમજી લેવાં. માત્ર બે સ્થિતિસ્થાનના થયેલા છે એમ સમજવું.
| કારણ કે બંધવિચ્છેદરૂપ ચરમસમયે બંધાયેલા દલિકની પણ તે સમયે સત્તા છે. આ પ્રમાણે અસંખ્ય સત્કર્મસ્થાનોના સમૂહનું બીજું સ્પદ્ધક થાય છે. ચાર સમય પ્રમાણ