Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૭૩૮
પંચસંગ્રહ-૧ અને અઠ્ઠાવીસ પ્રકૃતિ સ્વરૂપ ત્રણ તેમજ ઓગણત્રીસ અને અઠ્ઠાવીસના ઉદયસ્થાનથી અયોગીગુણસ્થાને અનુક્રમે નવ અને આઠના ઉદયે જાય ત્યારે નવ અને આઠના ઉદયરૂપ આ બે એમ કુલ નવ અલ્પતરોદય છે અને ઋજુગતિથી ઉત્પન્ન થનાર સંસારી જીવને ૨૪-૨૫ નો અલ્પતર આવી શકે છે. પણ ટીકામાં જણાવેલ નથી.
સંસારી જીવોને આમાંના કેટલાક અત્યંતરો ઘટી શકે છે. પરંતુ બધા ઘટી શકતા નથી અને જે ઘટે છે તે આ નવમાં આવી જાય છે તેથી જુદા ગણાવેલ નથી.
સર્વકર્મની ઉત્તરપ્રકૃતિનાં અગિયાર, બાર, ત્રેવીસ, ચોવીસ, ઓગણત્રીસથી ચોત્રીસ સુધીનાં છ તથા ચુંમાળીસથી ઓગણસાઠ પ્રકૃતિના ઉદય સુધીનાં સોળ એમ કુલ છવ્વીસ ઉદયસ્થાનો છે.
ત્રસત્રિક, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, સૌભાગ્ય, આદેઢિક, એક વેદનીય, ઉચ્ચગોત્ર અને મનુષ્યાયુષ આ અગિયાર પ્રકૃતિનો ઉદય ચૌદમે ગુણસ્થાનકે સામાન્ય કેવલીને અને જિનનામ સહિત બારનો ઉદય તીર્થકર કેવલીને હોય છે. અહીં તેમજ તેરમે ગુણસ્થાને તીર્થકરોને પ્રતિપક્ષી દરેક શુભ પ્રકૃતિઓનો જ ઉદય હોય છે એ ધ્યાનમાં રાખવું.
આ અગિયાર અને બાર પ્રકૃતિમાં નામકર્મની ધ્રુવોદય બાર ઉમેરતાં કેવલીસમુદ્ધાતમાં કાર્પણ કાયયોગે વર્તતાં અતીર્થકર તેમજ તીર્થકર કેવલીને અનુક્રમે ત્રેવીસ અને ચોવીસ, વળી તેમાં જ ઔદારિકકિક, ઉપઘાત, પ્રથમ સંઘયણ, એક સંસ્થાન અને પ્રત્યેક આ છ પ્રકૃતિઓ ઉમેરતાં ઔદારિકમિશ્ર કાયયોગે તેમને જ અનુક્રમે ઓગણત્રીસ અને ત્રીસ–આ બે જ ઉદયસ્થાનો હોય છે, તેમાં પરાઘાત, એક વિહાયોગતિ, ઉચ્છવાસ અને એક સ્વર આ ચાર ઉમેરવાથી સ્વભાવસ્થ તેઓને અનુક્રમે તેત્રીસ અને ચોત્રીસ આ બે ઉદયસ્થાનો હોય છે.
તેઓને જ યોગનિરોધ સમયે સ્વર રોધે છતે અનુક્રમે બત્રીસ અને તેત્રીસ તથા ઉચ્છવાસ રોકયે છતે એકત્રીસ અને બત્રીસ એમ ચાર ઉદયસ્થાનો હોય છે. પરંતુ અહીં બત્રીસ અને તેત્રીસ બે વાર ગણાવેલ હોવાથી નવાં ઉદયસ્થાનો બે જ એકત્રીસ અને બત્રીસ કહી શકાય. આ રીતે કેવલી ભગવંતોને સામાન્યથી દશ જ ઉદયસ્થાનો હોય છે.
કોઈપણ અવિરતિ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવને વિગ્રહગતિમાં જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય ચાર, વેદનીય એક, આયુષ્ય એક, ગોત્ર એક, અંતરાય પાંચ એમ છ કર્મની સત્તર, અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણ ક્રોધાદિ, એક યુગલ અને એક વેદ એમ મોહનીયની છે, તથા વિગ્રહગતિમાં ઘટતી નામકર્મની એકવીસ એમ કુલ ચુંમાળીસ પ્રકૃતિઓનો જઘન્યથી ઉદય હોય
છે. તેમાં ભય, જુગુપ્સા અને સમ્યક્ત મોહનીય એ ત્રણમાંથી કોઈપણ એક ઉમેરતાં પિસ્તાળીસ, બે ઉમેરતાં છતાળીસ અને ત્રણે ઉમેરતાં સુડતાળીસ પ્રકૃતિઓનો ઉદય થાય છે.
ઉત્પત્તિસ્થાને આવેલ અવિરત ક્ષાયિક સમ્યગ્દષ્ટિ દેવ અથવા નારકને પૂર્વોક્ત ચુંમાળીસમાંથી આનુપૂર્વી બાદ કરતાં તેમજ વૈક્રિયદ્ધિક, ઉપઘાત, પ્રત્યેક તથા સંસ્થાન એમ પાંચ ઉમેરતાં અડતાળીસ, તેમાં ભય, જુગુપ્તા અને સમ્યક્ત મોહનીય આ ત્રણમાંથી એક ઉમેરતાં ઓગણપચાસ, બે ઉમેરતાં પચાસ અને ત્રણ ઉમેરતાં એકાવનનો ઉદય થાય છે.