________________
૭૪૦
પંચસંગ્રહ-૧, જીવો આશ્રયી અનેક પ્રકારે ઘટી શકે છે. એથી કુલ એકવીસ ભૂયસ્કારો થાય છે. - ઓગણસાઠથી વધારે પ્રકૃતિઓનો ઉદય ન હોવાથી ઓગણસાઠ તથા ચોત્રીસનો ઉદય પણ ટીકાકારના જણાવવા મુજબ વૃદ્ધિથી થતો હોવાથી આ બે વિના શેષ ચોવીસ અલ્પતરોદય ઘટે છે. પરંતુ ક્ષીણમોહ ગુણસ્થાનકે રહેલ તીર્થંકરના આત્માને સુડતાળીસ પ્રવૃતિઓનો ઉદય હોય છે, તેમાંથી પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદનો ક્ષય થવાથી અને તીર્થંકર નામકર્મનો ઉદય થવાથી સયોગી-ગુણસ્થાનકે ચોત્રીસ પ્રકૃતિઓનો ઉદય હોય છે તેથી એ. પણ અલ્પતર સ્વરૂપે સંભવી શકે છે છતાં તેનું વર્જન કેમ કર્યું ? તે બહુશ્રુતો જાણે. •
સત્તાસ્થાનોમાં અવક્તવ્યાદિનો વિચાર કોઈપણ એક કર્મની સર્વ ઉત્તરપ્રકૃતિઓની કે સર્વ કર્મની સર્વ ઉત્તરપ્રવૃતિઓની સત્તાનો વિચ્છેદ થયા પછી ફરીથી સત્તા થતી નથી માટે કોઈપણ કર્મમાં અવક્તવ્ય સત્કર્મ ઘટતું જ નથી.
જ્ઞાનાવરણીય અને અંતરાયનું ક્ષણમોહ ગુણસ્થાનક સુધી પાંચ-પાંચ પ્રકૃતિ સ્વરૂપે એક જ સત્તાસ્થાન હોય છે. તેથી અવસ્થિત સત્કર્મ એક થાય છે અને ભૂયસ્કાર તથા અલ્પતર સત્કર્મ નથી.
વેદનીય, ગોત્ર અને આયુષ્યકર્મમાં છે અને એક પ્રકૃતિ સ્વરૂપ બે બે સત્તાસ્થાનો હોય છે. ત્યાં વેદનીયમાં અયોગીના દ્વિચરમ સમય સુધી બે અને ચરમસમયે એક પ્રકૃતિ સ્વરૂપ એમ બે સત્તાસ્થાન છે. એકનું સત્તાસ્થાન એક જ સમય રહેતું હોવાથી અવસ્થિત રૂપે પ્રાપ્ત થતું નથી, માટે બે પ્રકૃતિ સ્વરૂપ એક અવસ્થિત સત્તાસ્થાન અને એક અલ્પતર સત્કર્મ થાય છે. પણ એકની સત્તામાંથી બેની સત્તા થવાનો સંભવ ન હોવાથી ભૂયસ્કાર સત્કર્મ નથી.
ગોત્રકર્મમાં ઉચ્ચગોત્ર ઉવેલ ત્યારે અથવા અયોગીના કિચરમસમયે નીચગોત્રનો ક્ષય કરે ત્યારે એક પ્રકૃતિનું અન્યથા બે પ્રકૃતિનું સત્કર્મ હોય છે. બન્ને સત્તાસ્થાનો અવસ્થિત છે. ભૂયસ્કાર તથા અલ્પતર એક એક હોય છે.
ઉત્પત્તિના પ્રથમ સમયથી આયુબંધના પૂર્વ સમય સુધી એકનું અને આયુબંધના પ્રથમ સમયથી તે ભવના અંત સુધી બેનું એમ આયુષ્યનાં બે સત્તાસ્થાનો હોય છે. માટે બને અવસ્થિત સત્કર્મ છે. આયુબંધના પ્રથમ સમયે એક ભૂયસ્કાર અને ભવના પ્રથમ સમયે એક અલ્પતર થાય છે.
ઉપશમશ્રેણિમાં અગિયારમા ગુણસ્થાનક સુધી અને ક્ષપકશ્રેણિમા નવમા ગુણસ્થાનકના પ્રથમ ભાગ સુધી નવનું, થીણદ્વિત્રિકનો ક્ષય થયા બાદ ક્ષીણમોહના દ્વિચરમસમય સુધી છનું અને નિદ્રાદ્ધિકનો ક્ષય થવાથી ક્ષીણમોહના ચરમસમયે ચાર પ્રકૃતિનું—એમ દર્શનાવરણીયનાં ત્રણ સત્તાસ્થાન છે. ત્યાં ચારનું સત્તાસ્થાન એક સમય જ હોવાથી તે અવસ્થિતરૂપે ઘટતું નથી, તેથી શેષ બે અવસ્થિત અને છ તથા ચાર પ્રકૃતિ રૂપ બે અલ્પતર હોય છે. દર્શનાવરણીયની કોઈપણ પ્રકૃતિ ક્ષય થયા પછી ફરીથી સત્તામાં આવતી ન હોવાથી એક પણ ભૂયસ્કાર થતો નથી.
મોહનીયકર્મનાં અઠ્ઠાવીસ, સત્તાવીસ, છવ્વીસ, ચોવીસ, ત્રેવીસ, બાવીસ, એકવીસ, તેર, બાર, અગિયાર, પાંચ, ચાર, ત્રણ, બે અને એક પ્રકૃતિરૂપ પંદર સત્તાસ્થાનો હોવાથી પંદર અવસ્થિત સત્કર્મ છે અને અઠ્ઠાવીસ વિનાના ચૌદ અલ્પતર સત્કર્મ છે.