Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમત્કાર
૬૮૯
સ્થિતિબંધ તે જ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા શી રીતે કહી શકાય ?
ઉત્તર–ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જ્યારે થાય ત્યારે પૂર્વે બંધાયેલું દલિક કે જેનો અબાધાકાળ વીતી ગયો હોય છે તે તો સત્તામાં હોય છે. વળી તેની પહેલી સ્થિતિ ઉદયવતી હોવાથી સ્તિબુકસંક્રમ વડે અન્ય પ્રકૃતિમાં સંક્રમતી નથી એટલે જેટલો ઉત્કૃષ્ટ સ્થિતબંધ થાય તેટલી જ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કહી શકાય તેમાં કોઈ વિરોધ નથી.
જે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પોતાનો ઉદય ન હોય ત્યારે થાય તે અનુદયબંધોત્કૃષ્ટ કહેવાય. તે પ્રકૃતિઓ આ પ્રમાણે–નિદ્રાપંચક, નરકદ્ધિક, તિર્યદ્ઘિક, ઔદારિકસપ્તક, એકેન્દ્રિય જાતિ, સેવાર્ત સંઘયણ, આતપ અને સ્થાવરનામકર્મ. આ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે પ્રકૃતિનો ઉદય ન હોય ત્યારે બંધાય છે.
- અહીં કોઈ કહે કે–એ પ્રકૃતિઓનો ઉદય ન હોય ત્યારે બંધ વડે ઉત્કૃષ્ટ સ્થિતિ કેમ થઈ શકે ? તેના ઉત્તરમાં કહે છે કે-ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જ્યારે ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામ થાય ત્યારે થાય છે. તેવા ક્લિષ્ટ પરિણામ હોય ત્યારે પાંચમાંની કોઈપણ નિદ્રાનો ઉદય જ હોતો નથી. તથા નરકદ્ધિકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તિર્યંચ કે મનુષ્યો કરે છે. તેઓને કંઈ નરકઠિકનો ઉદય હોતો નથી. અને શેષ તેર કર્મપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ યથાયોગ્ય રીતે દેવો કે નારકીઓ કરે છે, તેઓને તેરમાંની એક પણ પ્રકૃતિનો ઉદય હોતો નથી માટે તે વીસ પ્રકૃતિઓ અનુદયબંધોત્કૃષ્ટ કહેવાય છે.
આ અનુદયબંધોત્કૃષ્ટ વીસ પ્રકૃતિઓનો જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તે એક સમય ન્યૂન તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કહેવાય છે. તે આ પ્રમાણે–
આ પ્રકૃતિઓનો જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય ત્યારે જો કે અબાધાકાળમાં પૂર્વનું બંધાયેલું દલિક કે જેનો અબાધાકાળ વીતી ગયો છે, તે સત્તામાં છે તો પણ જે સમયે તેઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે તે ઉદયપ્રાપ્ત પ્રથમ સ્થિતિને ઉદયવતી સ્વજાતીય પ્રકૃતિમાં તિબુકસંક્રમ વડે સંક્રમાવે છે માટે સમયમાત્ર તે પ્રથમ સ્થિતિ વડે જૂન જે સર્વોત્કૃષ્ટ સ્થિતિ તે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કહેવાય છે.
તાત્પર્ય એ કે–ઉદય છતાં બંધાત્કૃષ્ટ પ્રકૃતિઓનો જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તે જ પૂર્ણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કહેવાય છે અને અનુદય બંધોત્કૃષ્ટ પ્રકૃતિઓની એક સમય ન્યૂન જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કહેવાય છે. ઉદયવતી અને અનુદયવતીની સત્તામાં એક સમયનો ફરક છે. કારણ કે ઉદયવતી પ્રકૃતિનું ઉદયપ્રાપ્ત દલિક સ્તિબુકસંક્રમ વડે અન્યત્ર સંક્રમતું નથી અને અનુદયવતીનું સંક્રમે છે. ૧૪૪
उदसंकमउक्कोसाण आगमो सालिगो भवे जेट्टो । संतं अणुदयसंकमउक्कोसाणं तु समउणो ॥१४५॥ उदयसंक्रमोत्कृष्टानामागमः सावलिकः भवेज्येष्ठः ।
सदनुदयसंक्रमोत्कृष्टानां तु समयोनः ॥१४५॥ પંચ ૧૯૮૭