Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૮૭
પંચમદ્વાર
चतुर्द्धा तु प्रथमानां भवेत् ।।
ध्रुवसत्ताकानामपि त्रिधा शेषविकल्पा अधुवा द्विविधाः ॥१४३॥
અર્થ–પહેલા અનંતાનુબંધિની અજઘન્ય સ્થિતિની સત્તા ચાર પ્રકારે છે અને શેષ ધ્રુવસત્તા પ્રકૃતિઓની પણ અજઘન્ય સ્થિતિની સત્તા ત્રણ પ્રકારે છે. તથા ઉક્ત પ્રકૃતિઓના શેષ વિકલ્પો અને અધ્રુવસત્તા પ્રકૃતિઓના સઘળા વિકલ્પો બે પ્રકારે છે.
ટીકાનુ–પહેલા અનંતાનુબંધિ કષાયની અજઘન્ય સ્થિતિની સત્તા સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રકારે
ઉક્ત કષાયની જઘન્યસ્થિતિસત્તા પોતાના ક્ષયના ઉપાસ્ય સમયે-જે સમયે તેની સત્તાનો નાશ થાય તેની પહેલાના સમયે સ્વરૂપની અપેક્ષાએ એક સમય સ્થિતિ રૂપ, અન્યથા બે સમય સ્થિતિરૂપ છે. તે એક અથવા બે સમય પ્રમાણ હોવાથી સાદિ સાંત છે. તે સિવાય અન્ય સઘળી સત્તા અજઘન્ય છે. તે અજઘન્ય સત્તા અનંતાનુબંધિની ઉધલના કર્યા પછી જ્યારે તેનો ફરી બંધ થાય ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન નહિ પ્રાપ્ત કરનારાઓને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ હોય છે.
અનંતાનુબંધિ સિવાય પૂર્વે કહેલી એકસો છવ્વીસ ધ્રુવસત્તા પ્રકૃતિની અજઘન્ય સ્થિતિ સત્તા અનાદિ, ધ્રુવ અને અધુવ એમ ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણે–
તે પૂર્વોક્ત એકસો છવ્વીસે પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તા તે તે પ્રકૃતિઓના ક્ષયને અંતસમયે એટલે કે જે સમયે તે તે પ્રકૃતિઓનો સત્તામાંથી નાશ થાય ત્યારે હોય છે. તેમાં ઉદયવતી પ્રકૃતિઓની માત્ર એક સમય સ્થિતિરૂપ અને અનુદયવતી પ્રકૃતિઓની સ્વરૂપને આશ્રયી સમય સ્થિતિરૂપ અન્યથા બે સમય સ્થિતિરૂપ જે સત્તા તે જઘન્ય સ્થિતિસત્તા છે. તે સમય અથવા બે સમય પ્રમાણ હોવાથી સાદિ સાંત છે. તે સિવાયની અન્ય સઘળી સત્તા અજઘન્ય છે. તે અનાદિ છે. કારણ કે જ્યાં સુધી જઘન્ય સત્તા ન થાય ત્યાં સુધી તેનો સદ્ભાવ છે. ધ્રુવ અભવ્યને અને અધ્રુવ ભવ્યને હોય છે. તે માત્ર અનંતાનુબંધિની વિસંયોજના થયા બાદ તેનો ફરી બંધ થતો હોવાથી સત્તામાં આવે છે માટે તેની અજઘન્ય સત્તા પર ચાર ભાંગા ઘટે છે. તે સિવાયની ધ્રુવસત્તાવાળી કોઈપણ કર્મપ્રકૃતિ સત્તામાંથી દૂર થયા પછી ફરી સત્તામાં આવતી જ નથી માટે તેઓની અજઘન્ય સત્તામાં સાદિ સિવાયના ભાંગાઓ જ ઘટી શકે છે.
અનંતાનુબંધિ કષાય અને શેષ સઘળી ધ્રુવસત્તા પ્રકૃતિઓના શેષ ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ અને જઘન્ય એ ત્રણ વિકલ્પો સાદિ સાંત ભાંગે છે. તેમાં જઘન્ય સ્થિતિસત્તાના વિષયમાં સાદિ સાંત ભંગનો તો પહેલાં વિચાર કરી ગયા અને ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ એ બંને પ્રકારની સ્થિતિસત્તા ક્રમશઃ અનેક વાર થાય છે માટે તે બંને સાદિ સાંત છે.
દેવદ્રિક, નરકદ્ધિક, ઉચ્ચગોત્ર, સમ્યક્વમોહનીય મિશ્રમોહનીય, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, મનુષ્યદ્ધિક, એ ઉદ્વલન યોગ્ય ત્રેવીસ પ્રકૃતિઓ તથા ચાર આપ્યું અને તીર્થકર નામકર્મ એ પ્રમાણે અઠ્યાવીસે અધુવસત્તા પ્રકૃતિઓની જઘન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ અને