Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમત્કાર
૭૦૭
વજઋષભનારા સંઘયણની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. ૧૬૪
बेछावट्ठिचियाणं मोहस्सुवसामगस्स चउखुत्तो । सम्मधुवबारसण्हं खवगंमि सबंधअंतम्मि ॥१६५॥
द्वेषट्पष्टी चितानां मोहस्योपशमके चतुष्कृत्वः ।
सम्यक्त्वध्रुवद्वादशानां क्षपके स्वबन्धान्ते ॥१६५॥ અર્થ–બે છાસઠ સાગરોપમ પર્વત પુષ્ટ કરેલી ચાર વાર મોહનીયને ઉપશમાવી ક્ષય કરનારને સમ્યક્ત છતાં ધ્રુવબંધિ બાર પ્રકૃતિઓની પોતપોતાના બંધના અંત સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે.
ટીકાનુ—મિશ્રગુણસ્થાનકનો અંતર્મુહૂર્તકાળ અધિક બે છાસઠ-એકસો બત્રીસ સાગરોપમ પર્યત બંધ વડે અને અન્ય પ્રકૃતિઓના સંક્રમ વડે પુષ્ટ કરેલી સમ્યક્ત છતાં જેઓનો અવશ્ય બંધ થાય છે તે પંચેન્દ્રિયજાતિ, સમચતુરગ્નસંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, પ્રશસ્ત વિહાયોગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સુસ્વર, સુભગ અને આદયરૂપ બાર પ્રકૃતિઓની ચાર વાર મોહનીયને ઉપશમાવી ત્યારપછી મોહનીયનો ક્ષય કરવા માટે ઉદ્યમવંત થયેલા આત્માને પોતપોતાના બંધના અંતસમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે.
મોહનીયને ઉપશમાવતો આત્મા અશુભ પ્રકૃતિઓનાં ઘણાં દલિતોને ગુણસંક્રમ વડે પૂર્વોક્ત બાર પ્રકૃતિઓમાં સંક્રમાવે છે એટલે ચાર વાર ઉપશમાવી ત્યારપછી ક્ષય કરનાર આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી લીધો છે. ૧૬૫
सुभथिरसुभधुवियाणं एवं चिय होइ संतमुक्कोसं । तित्थयराहाराणं नियनियगुक्कोसबंधते ॥१६६॥
शुभस्थिरशुभध्रुवाणां एवमेव भवति सदुत्कृष्टम् ।
तीर्थंकराहारकयोनिजनिजोत्कृष्टबन्धान्ते ॥१६६॥ અર્થ–શુભ, સ્થિર અને શુભ ધ્રુવબંધિ પ્રવૃતિઓની પણ એ જ પ્રમાણે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. તથા તીર્થકર અને આહારકનામકર્મની પોતપોતાના ઉત્કૃષ્ટ બંધકાળના અંતસમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે.
૧. સાતમી નારકીમાં જનાર જીવો સખ્યત્વ વમીને જ જાય છે અને નવું સમ્યક્ત પર્યાપ્તાવસ્થામાં જ ઉત્પન્ન થાય છે માટે જન્મ પછી અંતર્મુહૂર્ત ગયા બાદ સમ્યક્ત ઉત્પન્ન કરવાનું કહ્યું. અંતર્મુહૂર્ત ન્યૂન તેત્રીસ સાગરોપમ પર્યત તેઓને સમ્યક્ત ટકી શકે છે અને તેમાં નિરંતર ઉક્ત ત્રણ પ્રકૃતિનો બંધ તેઓ કરે છે માટે તે જીવ ફક્ત ત્રણ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સત્તાના અધિકારી લીધા છે.
કદાચ અહી વાંકા થાય કે અનુત્તર દેવો પૂર્ણ તેત્રીસ સાગરોપમ પર્વત ઉક્ત પ્રકૃતિને નિરંતર છે તો તેઓને તેની ઉત્કૃષ્ટ સત્તાના અધિકારી કેમ ન લીધા ? તેના ઉત્તરમાં સમજવું કે અનુત્તર દેવો કરતાં નારકીનો યોગ ઘણો વધારે છે એટલે તેઓ ઘણાં દલિકો ગ્રહણ કરી ઉક્ત પ્રકતિઓને પુષ્ટ કરી શકે છે માટે તે લીધાં છે.