________________
પંચમદ્વાર
૭૦૫
* શેષાયુષી નિનવું વીત્ય પૂર્વોદિત सातबहुलस्याचिरात् बन्धान्ते यावन्नापवर्त्तयति ॥
१२॥ અર્થ–શેષ બે આયુને પૂર્વકોટિ પ્રમાણ બાંધી ત્યારપછી પોતપોતાના ભવમાં આવીને સાતબહુલ છતો અનુભવે જ્યાં સુધી તેની અવિના ન કરે ત્યાં સુધી તે બે આયુના બંધને અંતે તે સાતબહુલ આત્માને તેની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે.
ટીકાનુ–પૂર્વની ગાથામાં દેવાયુ અને નરકાયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ક્યારે હોય તે કહ્યું. આ ગાથામાં તિર્યંચાયું અને મનુજાયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ક્યારે હોય તે કહે છે
કોઈ આત્મા તિર્યંચાયું અને મનુષ્યા, એ બે આયુને ઉત્કૃષ્ટ બંધકાળ અને ઉત્કૃષ્ટ યોગ વડે પૂર્વકોટિ વર્ષ પ્રમાણ બાંધે, બાંધીને પોતપોતાને યોગ્ય ભાવોમાં એટલે કે મનુષ્યાય બાંધનાર મનુષ્યમાં અને તિર્યંચાયુ બાંધનાર તિર્યંચમાં ઉત્પન્ન થઈને બહુ જ સુખપૂર્વક તે બંને પોતપોતાના આયુને યથાયોગ્ય રીતે અનુભવે, સુખી આત્માને આયુકર્મનાં ઘણાં પુદ્ગલોનો ક્ષય થતો નથી માટે સાતબહુલનું ગ્રહણ કર્યું છે.
મનુષ્ય તિર્યંચમાં ઉત્પન્ન થયા બાદ માત્ર અંતર્મુહૂર્તકાળ રહીને મરણ સન્મુખ થયો છતો ઉત્કૃષ્ટ બંધકાળ અને ઉત્કૃષ્ટ યોગ વડે પરભવનું સ્વજાતીય એટલે કે મનુષ્ય, મનુષ્યાય અને તિર્યંચ, તિર્યંચાયુ બાંધે, તે આયુના બંધના અંત સમયે ભોગવાતા આયુની અપવર્નના થતા પહેલાં સુખપૂર્વક પોતાના આયુને ભોગવતા મનુષ્યને મનુષ્યાયુની અને તિર્યંચને તિર્યંચાયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે.
તાત્પર્ય એ કે—કોઈ આત્મા પૂર્વકોટિ પ્રમાણ મનુષ્ય કે તિર્યંચનું આયુ બાંધી અનુક્રમે મનુષ્ય અને તિર્યંચમાં ઉત્પન્ન થાય, ત્યાં પોતાના આયુને માત્ર અંતર્મુહૂર્ત સુખપૂર્વક અનુભવી મરણ સન્મુખ થાય. મરણ સન્મુખ થનારો તે આત્મા ભોગવાતા આયુની અપવર્તન કરે જ, તે અપવર્તન કરતા પહેલા ઉત્કૃષ્ટ બંધકાળ અને ઉત્કૃષ્ટ યોગ વડે પરભવનું સ્વજાતીય આયુ બાંધે. સુખપૂર્વક પોતાના આયુને ભોગવતા આવા આત્માને ઉક્ત બે આયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. '
કારણ કે તેને તે વખતે પોતાનું ભોગવાતું આવું કંઈક ન્યૂન દળવાળું છે. કારણ કે માત્ર અંતર્મુહૂર્ત પ્રમાણ જ ભોગવ્યું છે અને સમાનજાતીય પરભવનું પૂર્ણ દળવાળું છે માટે મનુષ્ય મનુષ્પાયુની અને તિર્યંચને તિર્યંચાયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે.
બંધના અંત સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે એમ કહેવાનું કારણ તેના પછીના સમયે ભોગવાતા આયુની અપવર્તન થાય છે અને અપવર્તન થાય એટલે શીધ્રપણે આયુના દલિક ભોગવાઈ જાય તેથી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સંભવે નહિ. ૧૬૨
पूरित्तु पुव्वकोडीपुहुत्त नारयदुगस्स बंधते ।
एवं पलियतिगंते सुरदुगवेउव्वियदुगाणं ॥१६३॥ પંચ૦૧-૮૯