________________
૬૯૬
संक्रमतुल्यमनुभागसत्कर्म नवरं देशघातिनीनाम् । हास्यादिरहितानां जघन्यमेकस्थानकं तु ॥१४९॥
અર્થ—અનુભાગના સંક્રમ તુલ્ય અનુભાગની સત્તા સમજવી. માત્ર હાસ્યાદિ રહિત દેશઘાતિ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગ એક સ્થાનક સમજવો.
પંચસંગ્રહ-૧
ટીકાનુ—આગળ ઉપર સંક્રમકરણમાં જેનું સ્વરૂપ કહેવામાં આવશે તે અનુભાગના સંક્રમની જેમ અનુભાગની સત્તા સમજવી. એટલે કે અનુભાગસંક્રમની અંદર જેવી રીતે એકસ્થાનકાદિ સ્થાનો, ઘાતિ, અઘાતિપણું, સાદિ વગેરે ભાંગાઓ અને જઘન્ય ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમના સ્વામી કહેવાશે તે રીતે અહીં પણ અનુભાગની સત્તાના વિષયમાં સ્થાન, ઘાતિ, અઘાતિપણું વગેરે કહેવું.
માત્ર આટલું વિશેષ છે—હાસ્યાદિ છ પ્રકૃતિ વર્જિત બાકીની મતિ, શ્રુત, અવધિજ્ઞાનાવરણ, ચક્ષુ, અચક્ષુ અવધિદર્શનાવરણ, સંજ્વલન ચતુષ્ક, ત્રણ વેદ અને અંતરાયપંચક એ અઢાર દેશઘાતિની પ્રકૃતિઓની જઘન્યસત્તા સ્થાન આશ્રયી એક સ્થાનક અને ઘાતિત્વ આશ્રયી દેશઘાતિ સમજવી. એટલે કે એ અઢાર પ્રકૃતિઓની દેશઘાતી અને એક સ્થાનક રસની જઘન્ય સત્તા હોય છે. બાકીનું બધું અનુભાગસંક્રમની જેમ સમજવું. ૧૪૯
હવે મન:પર્યવજ્ઞાન માટે વિશેષ કહે છે—
मणनाणे दुट्ठाणं देसघाइ य सामिणो खवगा । अंतिमसमये सम्मत्तवेयखीणंतलोभाणं ॥ १५०॥
मनोज्ञाने द्विस्थानं देशघाति च स्वामिनः क्षपकाः । अन्तिमसमये सम्यक्त्ववेदक्षीणान्तलोभानाम् ॥ १५० ॥
અર્થ—મનઃપર્યવજ્ઞાનાવરણનું જઘન્ય અનુભાગ સત્કર્મ સ્થાન આશ્રયી બે સ્થાનક અને ઘાતિત્વ આશ્રયી દેશઘાતી સમજવું. તથા સમ્યક્ત્વમોહનીય, ત્રણ વેદ, ક્ષીણમોહ ગુણસ્થાને નષ્ટ થનારી પ્રકૃતિઓ અને સંજ્વલન લોભ, એ પ્રકૃતિઓનું જઘન્ય અનુભાગ સત્કર્મ પોતપોતાના અંતિમ સમયે સમજવું. તેના સ્વામી ક્ષપક જાણવા.
ટીકાનુ—મન:પર્યવજ્ઞાનાવરણની સ્થાન આશ્રયી બે સ્થાનક રસની અને ઘાતિત્વ આશ્રયી દેશઘાતિ રસની જઘન્ય સત્તા સમજવી. તથા જેઓ ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમના સ્વામી છે તેઓ જ ઉત્કૃષ્ટ અનુભાગની સત્તાના સ્વામી સમજવા અને જેઓ જઘન્ય અનુભાગ સંક્રમના સ્વામી છે, તેમાંની કેટલીએક પ્રકૃતિઓના જઘન્ય અનુભાગ સત્તાના સ્વામી પણ તે જ જાણવા. કેટલાએક પ્રકૃતિઓના સંબંધમાં વિશેષ છે તે કહે છે—
સમ્યક્ત્વમોહનીય, ત્રણ વેદ, ક્ષીણમોહગુણસ્થાનકે જેનો ક્ષય થાય તે જ્ઞાનાવરણ પંચક, અંતરાયપંચક અને દર્શનાવરણષટ્ક એ સોળ પ્રકૃતિઓ અને સંજ્વલન લોભ, એ સઘળી મળી એકવીસ પ્રકૃતિઓની જધન્ય અનુભાગસત્તાના સ્વામી તે તે પ્રકૃતિઓના ક્ષય સમયે વર્તતા ક્ષપક જીવો સમજવા. એટલે કે જે સમયે એ પ્રકૃતિનો સત્તામાંથી નાશ થાય છે તે સમયે તેની જઘન્ય