Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ECO
પંચસંગ્રહ-૧
અર્થ–ઉદયસંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની તેમાં જેટલો આગમ થાય, તેને આવલિકા સહિત કરીએ તેટલી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે અને અનુદયસંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની તેનાથી એક સમય ન્યૂન છે.
ટીકાનું–જ્યારે ઉદય હોય ત્યારે સંક્રમ દ્વારા જેઓની ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા થાય તે ઉદય સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓ કહેવાય. તે પ્રકૃતિઓ આ પ્રમાણે છે–
મનુજગતિ, સાતાવેદનીય, સમ્યક્વમોહનીય, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશકીર્તિ, નવ નોકષાય, પ્રશસ્તવિહાયોગતિ, પ્રથમ સંઘયણપંચક, પ્રથમ સંસ્થાનપંચક અને ઉચ્ચગોત્ર.
ઉપરોક્ત એ પ્રકૃતિઓનો જ્યારે ઉદય હોય ત્યારે તેમાં સ્વજાતીય અન્ય પ્રકૃતિની સ્થિતિના સંક્રમ વડે બે આવલિકા ન્યૂન સ્થિતિનો જે આગમ-સંક્રમ થાય તેમાં ઉદયાવલિકા મેળવતાં જેટલી સ્થિતિ થાય, તેટલી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે. તાત્પર્ય એ કે –
સાતવેદનીયને વેદતાં કોઈ આત્માએ અસાતાની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી અને ત્યારપછી સતાવેદનીય બાંધવાનો આરંભ કર્યો તે વેદાતી અને બંધાતી સાતવેદનીયમાં તેની ઉદયાવલિકા ઉપર જેની બંધાવલિકા વ્યતીત થઈ છે તેવી અસાતાવેદનીયની ઉદયાવલિકા ઉપરની કુલ બે આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સઘળી સ્થિતિ સંક્રમાવે છે. તેથી સાતાવેદનીયની ઉદયાવલિકા ઉપર સંક્રમ વડે જે બે આવલિકાયૂન ઉત્કૃષ્ટ સ્થિતિનો આગમ થયો તે આગમ ઉદયાવલિકા સહિત કરતાં જેટલો થાય તેટલી સાતાવેદનીયની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કહેવાય છે.
આ પ્રમાણે સમ્યક્વમોહનીય સિવાય શેષ અઠ્યાવીસ પ્રકૃતિઓની બે આવલિકા ન્યૂન સ્વજાતીય પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિના સંક્રમ વડે જે આગમ થાય તે ઉદયાવલિકા સહિત કરતાં જટલે થાય તેટલો ઉત્કૃષ્ટ સ્થિતસત્તા સમજવી.
૧, બંધાવલિકા અને ઉદયાવલિકામાં કોઈ કરણ લાગતું નથી માટે બંધાવલિકા ગયા પછી ઉદયાવલિકા ઉપરની બે આવલિકા ન્યુન ત્રીસ ક્રોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ બંધાતી સાતાવેદનીયમાં સંક્રમાવે છે. સંક્રમાવે છે એટલે બે આવલિકા ન્યૂન જેટલાં સ્થિતિસ્થાનકો છે તેમાંનાં દલિકોને સાતવેદનીયરૂપે કરે છે.
અહીં એટલું સમજવું કે અસાતવેદનીય સાતારૂપે થાય એટલે અસાતવેદનીયની સત્તા જ નષ્ટ થાય એમ નહિ પરંતુ બે આવલિકા ન્યૂન અસાતવેદનીયના દરેક સ્થાનકમાંના દલિકને યોગના પ્રમાણમાં સાતારૂપે કરે. વળી જે સ્થાનકમાં દલિકો રહ્યાં છે તે જે સ્થાનકમાં દલિકો રહે, નિષેક રચનામાં ફેરફાર ન થાય, માત્ર સ્વરૂપનો જ ફેરફાર થાય. એટલે કે અસાતા બંધાતા જે પ્રમાણે નિષેક રચના થઈ છે તે કાયમ રહી માત્ર સ્વરૂપનો ફેરફાર થયો. અસાતરૂપે ફળ આપનાર હતા તે સાતારૂપે થયા. એટલે ઉદયાવલિકા ઉપરનું અસાતાનું જે દલિક સાતામાં સંક્રમાવે તે સાતવેદનીયની ઉદયવલિકા ઉપર સંક્રમાવે એમ કહ્યું છે.
આ પ્રમાણે હોવાથી જે સમયે અસાતાની બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ સાતવેદનીયમાં સંક્રમી તે સમયે સાતવેદનીયની ઉદયાવલિકા ઉપર બે આવલિકા ન્યૂન ત્રીસ ક્રોડાકોડી પ્રમાણ સ્થિતિ થઈ. તેમાં તે ઉદયાવલિકા મેળવતાં કુલ એક આવલિકા ન્યૂન ત્રીસ ક્રોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સાતવેદનીયની થઈ. આ પ્રમાણે અન્યત્ર પણ સમજવું.