________________
૬૮૨
પંચસંગ્રહ-૧
ઉવેલે નહિ ત્યાં સુધી સત્તામાં હોય છે. એટલે નવ ગુણઠાણે ભજનાએ મિશ્રમોહનીયની સત્તા કહી છે.
સાસ્વાદન ગુણસ્થાનક પર્યંત અનંતાનુબંધિ કષાયો અવશ્ય સત્તામાં હોય છે, કારણ કે મિથ્યાર્દષ્ટિ અને સાસ્વાદન ગુણસ્થાનકવર્તી જીવો અનંતાનુબંધિ અવશ્ય બાંધે છે માટે તે બે ગુણસ્થાનકોમાં તો તેની અવશ્ય સત્તા હોય છે. ત્યારપછીના મિશ્રગુણસ્થાનકથી આરંભી અપ્રમત્ત ગુણસ્થાનક સુધીનાં પાંચ ગુણસ્થાનકોમાં ભજનાએ હોય છે. તેમાં ચોથાથી સાતમા સુધીમાં વિસંયોજેલા હોય તો સત્તા હોતી નથી, અન્યથા હોય છે અને અનંતાનુબંધિની વિસંયોજના કરી ત્રીજે આવે તેને ત્રીજે ગુણઠાણે સત્તામાં ન હોય, અન્યથા હોય છે. માટે અનંતાનુબંધિની સત્તા મિશ્રાદિ પાંચ ગુણઠાણે ભજનાએ કહી છે.
ઉપરના ગુણઠાણે પહેલા કષાયો સત્તામાં હોતા જ નથી. કારણ કે આ આચાર્ય મહારાજ અનંતાનુબંધિની વિસંયોજના કરીને જ ઉપશમશ્રેણિ પર આરૂઢ થાય એમ માને છે. ૧૩૫ मज्झिल्लकसाया तो जा अणियट्टिखवगसंखेया । भागा ता संखेया ठिझखंडा जाव गिद्धितिगं ॥ १३६ ॥
मध्यमाष्टकषायास्तावत् यावदनिवृत्तिक्षपकस्य सङ्ख्येयाः ।
भागास्ततः सङ्ख्येयानि स्थितिखण्डानि तावत् स्त्यानद्धित्रिकम् ॥१३६॥ અર્થ—મધ્યમ આઠ કષાયો ક્ષપકને અનુવૃત્તિકરણ ગુણસ્થાનકના સંખ્યાત ભાગ પર્યંત સત્તામાં હોય છે. ત્યારપછી સંખ્યાતા સ્થિતિખંડ પર્યંત થીણદ્વિત્રિક સત્તામાં હોય છે.
ટીકાનુ—વચલા અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ એ આઠ કષાયો ક્ષપકને અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ પર્યંત સત્તામાં હોય છે, ત્યારપછી હોતા નથી, કારણ કે તેઓનો ક્ષય થાય છે. ઉપશમશ્રેણિ આશ્રયીને તો ઉપશાંતમોહ ગુણસ્થાનક પર્યંત સત્તામાં હોય છે.
તથા ક્ષપકને અનિવૃત્તિ બાદરસંપરાય ગુણઠાણે જે સ્થાને આઠ કષાયનો ક્ષય થયો તે સ્થાનકથી સંખ્યાત સ્થિતિખંડો-સ્થિતિઘાત પર્યંત એટલે કે અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકના જે સમયે આઠ કષાયોનો ક્ષય થયો તે સમયથી આરંભી સંખ્યાતા સ્થિતિઘાતો જેટલા સમયમાં થાય તેટલા સમયપર્યંત નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા અને થીણદ્ધિ એ થીણદ્વિત્રિક અને સ્થાવરાદિ નામકર્મની તેર પ્રકૃતિઓ સત્તામાં હોય છે, ત્યારપછી હોતી નથી. કારણ કે તેટલા કાળમાં તેઓનો ક્ષય થાય છે. નામકર્મની તેર પ્રકૃતિઓ હવે પછી કહેશે અને ઉપશમશ્રેણિ આશ્રયી ઉપશાંતમોહ ગુણસ્થાનક પર્યંત સત્તામાં હોય છે. ૧૩૬
હવે એ જ નામકર્મની સ્થાવરાદિ તેર પ્રકૃતિઓ કહે છે— थावरतिरिगइदोदो आयावेगिंदिविगलसाहारं । नरयदुगुज्जोयाणि य दसाइमेगंततिरिजोग्गा ॥ १३७ ॥