________________
પંચમદ્વાર
પ૯૩
અર્થ શુભ ધ્રુવબંધિની પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ રસબંધ અને અશુભ ધ્રુવબંધિની પ્રકૃતિઓનો અજઘન્ય રસબંધ ચાર પ્રકારે છે. શેષ બંધો સાદિ સાંત છે તથા અધુવબંધિ પ્રકૃતિઓના ચારે સાદિ સાંત છે.
ટીકાનુ—શુભ ધ્રુવબંધિની તૈજસ, કાર્મણ, પ્રશસ્ત વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ અને નિર્માણ એ પાઠ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ રસબંધ સાદિ, અનાદિ ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે–
એ આઠે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ ભપકને અપૂર્વકરણે ત્રીસ કર્મપ્રકૃતિઓનો જે સમયે બંધવિચ્છેદ થાય છે તે સમયે એક સમય માત્ર થાય છે. એક સમય જ થતો હોવાથી સાદિ સાંત છે. તે સિવાયના અન્ય સઘળો રસબંધ અનુકૂષ્ટ છે. તે ઉપશમશ્રેણિમાં બંધવિચ્છેદ થયા પછી થતો નથી ત્યાંથી પડે ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત નથી કર્યું તેઓને અનાદિ અને ધ્રુવ અધ્રુવ અભવ્ય અને ભવ્યની અપેક્ષાએ છે.
અશુભ ધ્રુવબંધિ-જ્ઞાનાવરણપંચક, દર્શનાવરણનવક, મિથ્યાત્વ, સોળ કષાય, ભય, જુગુપ્સા, ઉપઘાત, અપ્રશસ્ત વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને અંતરાયપંચક એ તેંતાળીસ પ્રકૃતિઓનો અજઘન્ય અનુભાગબંધ સાદિ અનાદિ ધ્રુવ અને અદ્ભવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે–
જ્ઞાનાવરણપંચક, અંતરાયપંચક અને દર્શનાવરણચતુષ્ક એ ચૌદ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગબંધ ક્ષેપકને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના ચરમ સમયે થાય છે. સંજ્વલન ચાર કષાયનો અનિવૃત્તિ બાદર ગુણસ્થાનકે વર્તતા ક્ષેપકને તે તે પ્રકૃતિના બંધવિચ્છેદ સમયે થાય છે. નિદ્રા, પ્રચલા, ઉપઘાત, ભય, જુગુપ્સા અને અપ્રશસ્ત વર્ણચતુષ્ક એ પ્રકૃતિઓનો ક્ષપકશ્રેણિમાં અપૂર્વકરણ ગુણસ્થાનકે તે તે પ્રકૃતિઓના બંધવિચ્છેદ સમયે થાય છે. પ્રત્યાખ્યાનાવરણીય ચાર કષાયનો સંયમને પ્રાપ્ત કરવા ઇચ્છતા દેશવિરતિને સ્વગુણસ્થાનકના ચરમ સમયે વર્તતા થાય છે. અપ્રત્યાખ્યાનાવરણીય ચાર કષાયનો ક્ષાયિક સમ્યક્ત અને સંયમ એ બંનેને એકીસાથે–એક સમથે પ્રાપ્ત કરતા અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવને થાય છે. કારણ કે તેના બાંધનારાઓમાં તેઓને જ અતિ વિશુદ્ધ અધ્યવસાય છે. સ્યાનદ્વિત્રિક, મિથ્યાત્વ અને અનંતાનુબંધિ કષાય એ આઠ પ્રકૃતિઓનો સમ્યક્ત અને સંયમ એ બંનેને યુગપતું એક જ સમયે પ્રાપ્ત કરવા ઇચ્છતા મિથ્યાષ્ટિને ચરમસમયે જઘન્ય રસબંધ થાય છે. કારણ કે તે તે પ્રકૃતિ બાંધનારા જીવોમાં તે જ અતિનિર્મળ પરિણામવાળા છે માટે તેઓ જ જઘન્ય રસબંધના સ્વામી છે. તે જઘન્ય રસબંધ માત્ર એક સમય થતો હોવાથી સાદિ સાંત છે. તે સિવાયના અન્ય સઘળો રસબંધ અજઘન્ય છે અને તે અજઘન્ય રસબંધ જ્ઞાનાવરણપંચક, અંતરાયપંચક અને દર્શનાવરણચતુષ્કનો ઉપશાંતમોહ ગુણસ્થાનકે થતો નથી, એ પ્રમાણે સંજલવન ચતુષ્કનો ઉપશમશ્રેણિમાં સૂક્ષ્મસંપરાયે, નિદ્રા, પ્રચલા, ઉપઘાત, અપ્રશસ્ત વર્ણ ચતુષ્ક, ભય અને જુગુપ્સાનો ઉપશમ શ્રેણિમાં અનિવૃત્તિ બાદર સંપરાયે, પ્રત્યાખ્યાનાવરણનો પ્રમત્તસંયતે, અપ્રત્યાખ્યાનાવરણાદિનો દેશવિરતાદિ ગુણઠાણે અને થીણદ્વિત્રિકાદિનો મિશ્રાદિ ગુણઠાણે બંધવિચ્છેદ થયેલો હોવાથી થતો નથી ત્યાંથી પડે ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓ આશ્રયી અનાદિ, અને ધ્રુવ અધ્રુવ અભવ્ય અને ભવ્યની અપેક્ષાએ છે. પંચ૦૧-૭૫