Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમહાર
અર્થ—શુભ ધ્રુવબંધિની આઠ, ત્રસાદિ ચાર, પરાઘાત પંચેન્દ્રિયજાતિ અને ઉચ્છ્વાસનામ એ પંદર પ્રકૃતિઓનો ચારે ગતિના સંક્લિષ્ટ પરિણામી મિથ્યાર્દષ્ટિ જીવો જઘન્ય રસબંધ કરે છે. તથા કંઈક વિશુદ્ધ પરિણામે વર્તતા તે જ જીવો સ્રીવેદ અને નપુંસક વેદનો જઘન્ય રસબંધ કરે છે.
ટીકાનુ—શુભ વર્ણાદિ ચતુષ્ક, અગુરુલઘુ, તૈજસ, કાર્પણ અને નિર્માણ એ શુભ ધ્રુવબંધિની આઠ, તથા ત્રસ, બાદર, પર્યાપ્ત અને પ્રત્યેક એ ત્રસાદિ ચાર, તથા પરાઘાત, પંચેન્દ્રિયજાતિ અને ઉચ્છ્વાસ નામકર્મ એ પ્રમાણે પંદર પ્રકૃતિઓનો ચારે ગતિમાં વર્તતા સંક્લિષ્ટ પરિણામી મિથ્યાદષ્ટિ જીવો જઘન્ય રસબંધ કરે છે. તે આ પ્રકારે—
૬૦૧
નરકગતિની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા અતિક્લિષ્ટ પરિણામવાળા તિર્યંચો અને મનુષ્યો ઉપરોક્ત પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ કરે છે. નરકગતિ પ્રાયોગ્ય બંધ કરતા પણ ઉપરોક્ત પ્રકૃતિઓ બંધાય છે. વળી નરકગતિ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા સર્વોત્કૃષ્ટ સંક્લેશ પણ છે એટલે તે સઘળી પુન્ય પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ થાય છે.
તથા ઈશાન દેવલોક સુધીના દેવો સિવાય ત્રીજાથી આઠમા દેવલોક સુધીના ક્લિષ્ટ પરિણામી દેવો અથવા નારકીઓ તિર્યંચગતિ અને પંચેન્દ્રિયજાતિની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતાં ઉપરોક્ત પ્રકૃર્તિઓનો જઘન્ય રસબંધ કરે છે. ઈશાન સુધીના સર્વોત્કૃષ્ટ સંક્લેશે વર્તતા દેવો તો પંચેન્દ્રિયજાતિ અને ત્રસનામ વર્જીને શેષ તેર પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ કરે છે. કારણ કે સર્વસંક્લિષ્ટ પરિણામે તેઓ એકેન્દ્રિયજાતિ અને સ્થાવરનામકર્મનો બંધ કરતા હોવાથી પંચેન્દ્રિયજાતિ અને ત્રસનામકર્મના બંધનો અસંભવ છે.
તથા તે જ ચારે ગતિના મિથ્યાર્દષ્ટિ જીવો કંઈક વિશુદ્ધ પરિણામે વર્તતા સ્ત્રીવેદ અને નપુંસકવેદનો જઘન્ય રસબંધ કરે છે. માત્ર કંઈક અલ્પ શુદ્ધ પરિણામવાળા નપુંસકવેદનો અને તેનાથી અધિક વિશુદ્ધ પરિણામવાળા સ્રીવેદનો જઘન્ય રસબંધ કરે છે, એમ સમજવું. તેનાથી પણ અધિક વિશુદ્ધ પરિણામવાળા તો પુરુષવેદ બાંધે છે માટે બે વેદના બંધમાં અલ્પ વિશુદ્ધિવાળા જીવો લીધા છે. વેદ એ પાપ પ્રકૃતિ હોવાથી તેના જઘન્ય રસબંધમાં વિશુદ્ધ વિશુદ્ધ પરિણામ હેતુ છે. ૭૨
थिरसुभजससायाणं सपडिवक्खाण मिच्छ सम्मो वा । मज्झिमपरिणामो कुणइ थावरेगिंदिए मिच्छेो ॥७३॥
પંચ૰૧-૭૬
स्थिरशुभयशः सातानां सप्रतिपक्षाणां मिथ्यादृष्टिः सम्यग्दृष्टिर्वा । मध्यमपरिणामः करोति स्थावरैकेन्द्रिययोर्मिथ्यादृष्टिः ॥७३॥
અર્થ—સપ્રતિપક્ષ સ્થિર, શુભ, યશઃકીર્તિ અને સાતંવેદનીયનો મધ્યમ પરિણામવાળો સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાર્દષ્ટિ જધન્ય રસબંધ કરે છે. તથા સ્થાવર અને એકેન્દ્રિય જાતિનો મિથ્યાર્દષ્ટિ જઘન્ય રસબંધ કરે છે.
ટીકાનુ—પોતાની પ્રતિપક્ષ પ્રકૃતિ અસ્થિર, અશુભ, અયશઃકીર્તિ અને અસાતવેદનીય