Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૫૪
પંચસંગ્રહ-૧
જઘન્ય પ્રદેશોદય માત્ર એક સમય થતો હોવાથી સાદિ સાંત ભાંગે છે.
તે સિવાયના અન્ય સઘળો પ્રદેશોદય અજઘન્ય હોય છે. તે એકેન્દ્રિયને ઉત્પત્તિના બીજે સમયે થતો હોવાથી સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી એટલે કે ક્ષપિતકર્માશ થઈ દેવગતિમાંથી જેઓ એકેન્દ્રિયમાં નથી ગયા તેઓ આશ્રયી અનાદિ. અભવ્યને અનંત અને ભવ્યને સાત અજઘન્ય પ્રદેશોદય હોય છે.
પૂર્વે કહી તે જ સુડતાળીસ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ પ્રદેશોદય અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. તે આ પ્રકારે
ગુણશ્રેણિના શિરે વર્તમાન ગુણિતકર્માશ આત્માને તે તે પ્રકૃતિઓના ઉદયને અંતે ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. તે એક સમય થતો હોવાથી સાદિ સાંત છે.
તે સિવાય અન્ય સઘળો પ્રદેશોદય અનુત્કૃષ્ટ છે. તે સર્વદા થતો હોવાથી અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ છે.
મિથ્યાત્વનો અજઘન્ય અને અનુત્કૃષ્ટ પ્રદેશોદય સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે–
પ્રથમ સમ્યક્ત ઉત્પન્ન કરતા જેણે અંતરકરણ કર્યું છે, એવો ક્ષપિતકર્માશ કોઈ આત્મા ઉપશમ સમ્યક્તથી પડી મિથ્યાત્વે જાય, તેને અંતરકરણનો કંઈક અધિક આવલિકાકાળ બાકી રહે ત્યારે છેલ્લી આવલિકામાં જે ગોપુચ્છાકાર દળરચના થાય છે, તેના છેલ્લા સમયે વર્તતા જઘન્ય પ્રદેશોદય હોય છે. તે એક સમયમાત્ર થતો હોવાથી સાદિ અને સાંત છે.
તે સિવાયના અન્ય સઘળો પ્રદેશોદય અજઘન્ય છે. તે તેનાથી બીજે સમયે પ્રવર્તતો હોવાથી સાદિ અથવા વેદક સમ્યક્તથી પડતા પણ અજઘન્ય પ્રદેશોદય શરૂ થતો હોવાથી સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, અભવ્યને અનંત અને ભવ્યને સાંત હોય છે.
તથા દેશવિરતિની ગુણશ્રેણિમાં વર્તમાન કોઈ ગુણિતકર્માશ આત્મા સર્વવિરતિ પ્રાપ્ત કરે એટલે તેને નિમિત્તે ગુણશ્રેણિ કરે અને તે કરીને ત્યાં સુધી જાય, યાવતુ બંને ગુણશ્રેણિનો શિરભાગ પ્રાપ્ત થાય. તે વખતે ત્યાંથી પડી કોઈ મિથ્યાત્વે જાય તેને તે બંને ગુણશ્રેણિના શિરભાગનો અનુભવ કરતાં મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. તે માત્ર એક સમય થતો હોવાથી સાદિ સાંત છે.
અવધિજ્ઞાનને ઉત્પન્ન કરતા તેઓ ઘણા પ્રદેશોને દૂર કરે છે અને સત્તામાં ઓછા રહે છે. બંધાવલિકાનો ચરમસમય એટલા માટે ગ્રહણ કર્યો છે કે બંધાયેલાનો ઉદય ન થાય. બંધાવલિકાનો પહેલો સમય એટલા માટે ન લીધો કે તેટલો કાળ ઉદય ઉદીરણાથી વધારે પ્રદેશો દૂર કરી શકે.
૧. જે સમયે દેશવિરતિ પ્રાપ્ત કરે ત્યારથી અંતર્મુહૂર્ત પર્યત આત્મા પ્રવર્ધમાન પરિણામવાળો રહે છે. એટલે અંતર્મુહૂર્ત પર્યત ચડતી ચડતી ગુણશ્રેણિ કરે છે. હવે તે દેશવિરતિની ગુણશ્રેણિમાં વર્તતો સર્વવિરતિ પ્રાપ્ત કરે અને સ્નેમિક ગુણશ્રેણિ કરે. સર્વવિરતિ પ્રાપ્ત કરીને પણ અંતર્મુહૂર્ત પર્યત અવશ્ય પ્રવર્તમાન પરિણામવાળો જ રહે છે અને ચડતી ચડતી ગુણશ્રેણિ કરે છે. તે બંને ગુણશ્રેણિના શિર ભાગે જે સમયે પહોંચવાનો હોય તે પહેલા પડીને મિથ્યાત્વે જાય ત્યાં તે શિર ભાગનો અનુભવ કરતાં મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.