Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૬૪
પંચસંગ્રહ-૧ તથા મિથ્યાત્વે જાય કે ન જાય છતાં ગુણશ્રેણિના શિરે વર્તતા ગુણિતકર્માશ આત્માને થીણદ્ધિત્રિકનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. કારણ કે થીણદ્વિત્રિકનો પ્રમત્ત સંયત પર્વત ઉદય હોય છે. તેથી જ બંને ગુણશ્રેણિના શિર વર્તતો પ્રમત્ત હોય અને તેને થીણદ્વિત્રિકમાંની કોઈપણ નિદ્રાનો ઉદય થાય તો તેને પણ ઉત્કૃષ્ટ પ્રદેશોદય ઘટે છે. કદાચ પડીને મિથ્યાત્વે જાય તો ત્યાં પણ ઉત્કૃષ્ટ પ્રદેશોદય ઘટે છે. માત્ર ગુણશ્રેણિના શિરભાગને જે સમયે પ્રાપ્ત થાય તે સમયે તેનો ઉદય હોવો જોઈએ. ૧૧૩
से काले अंतरकरणं होही अमरो य अंतमुहु परओ। उक्कोसपएसुदओ हासाइसु मज्झिमडण्हं ॥११४॥ तस्य काले अन्तरकरणं भविष्यत्यमरश्चान्तर्मुहूर्तात्परतः । ।
उत्कृष्टप्रदेशोदयः हास्यादीनां मध्यमानामष्टानाम् ॥११४॥
અર્થ–જે સમયે અંતરકરણ થશે તેની પહેલાના સમયે મરણ પામી દેવ થાય તેને અંતર્મુહૂર્ત ગયા બાદ હાસ્યાદિ છનો અને વચલા આઠ કષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
ટીકાનુ–કોઈ આત્માએ ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરી, તેને અનિવૃત્તિકરણમાં જે સમયે અંતરકરણ થશે તેની પહેલાના સમયે મરણ પામી દેવ થાય તે દેવને ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્ત ગયા બાદ ગુણશ્રેણિના શિરે વર્તતા હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા એ હાસ્યષકનો તથા અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ એ મધ્યમ કષાયાષ્ટકનો કુલ ચૌદ પ્રકૃતિઓનો તે તે પ્રકૃતિના ઉદયે વર્તતા ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
અંતર્મુહૂર્ત ગયા બાદ ગુણશ્રેણિનું શિર પ્રાપ્ત થાય છે માટે દેવમાં ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્ત ગયા બાદ ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય એમ કહ્યું છે. ૧૧૪
૧. અંતર્મુહૂર્ત પછી ગુણશ્રેણિનું શિર પ્રાપ્ત થવાનું કારણ અપૂર્વ અનિવૃત્તિકરણના કાળથી વધારે કાળમાં ગુણશ્રેણિ થાય એ છે અને અંતરકરણ શરૂ થતા પહેલા મરણ થાય એમ કહેવાનું કારણ નીચે કહ્યું છે. એટલે અહીં જે સમયે મરણ પ્રાપ્ત કરવાનું કહ્યું ત્યારથી અંતર્મુહૂર્ત ગયા બાદ જ ગુણશ્રેણિનું શિર પ્રાપ્ત થાય. ગુણશ્રેણિનું શિર કર્યું કહેવાય ? તે પહેલાં કહેવાયું છે.
અહીં એ શંકા થાય કે અંતરકરણ ક્રિયા જે સમયે શરૂ થાય તે પહેલાના સમયે મરણ પ્રાપ્ત કરવાનું કેમ કહ્યું ? ત્યારપછી કેમ ન કહ્યું ? તેના ઉત્તરમાં મને લાગે છે કે જેટલાં સ્થાનકોનું અંતરકરણ અહીં થવાનું છે તેની અંદર જ ગુણશ્રેણિ જેટલાં સ્થાનકોમાં થાય છે તે દરેક સ્થાનકો આવી જતાં હોવાં જોઈએ અને જો એમ હોય તો તેનો શિરભાગ પણ અંતરકરણનાં દલિકો સાથે દૂર થાય એટલે અંતરકરણ કર્યા પછી મરણ પ્રાપ્ત કરે તો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થઈ શકે નહિ. આંતરૂ પાડવાની ક્રિયા શરૂ હોય એ મરણ પામે તોપણ ઉત્કૃષ્ટ પ્રદેશોદય ન થાય, કારણ કે આંતરૂ પાડતા નાની મોટી સ્થિતિ વચ્ચે જેટલાં સ્થાનકોનું આંતરૂ પાડવાનું છે તે દરેક સ્થાનકમાંથી દલિકો ઉપાડે છે માટે દલિકો ઓછાં થાય અને તેથી ગુણશ્રેણિના શિરભાગને પ્રાપ્ત કરવા છતાં પણ ઉત્કૃષ્ટ પ્રદેશોદય ન થાય. અહીં ઉત્કૃષ્ટ પ્રદેશોદય તો કહેવો છે માટે અંતરકરણ કર્યા પહેલાં મરણ પામે એમ કહ્યું. ગુણશ્રેણિનો શિરભાગ જો અંતરકરણનાં દલિકો સાથે દૂર ન થતો હોય તો અંતરકરણ કરતાં કે અંતરકરણ કર્યા પછી મરણ પામે તો પણ ઉત્કૃષ્ટ પ્રદેશોદય થઈ શકે, જો એમ હોય તો અંતરકરણ કરતાં પહેલાં મરણ પ્રાપ્ત કરે એમ કહેવાનું પ્રયોજન રહે નહિ તેથી ઉપરની કલ્પના મેં કરી છે.