Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
063
कुव्वइ ओहिदुगस्स उ देवत्तं संजमाउ संपत्तो । मिच्छुको सुक्कट्टिय आवलिगंते पएसुदयं ॥१२१॥
करोत्यवधिद्विकस्य तु देवत्वं संयमात् सम्प्राप्तः । मिथ्यात्वमुत्कृष्टामुद्वर्त्त्यावलिकान्ते प्रदेशोदयम् ॥१२१॥
પંચસંગ્રહ-૧
અર્થ—સંયમના વશથી અધિજ્ઞાન અને અવધિદર્શન ઉત્પન્ન કરી દેવપણાને પ્રાપ્ત થયેલો કોઈ આત્મા અંતર્મુહૂર્ત ગયા બાદ મિથ્યાત્વે જાય ત્યાં તેની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે અને ઘણા પ્રદેશોની ઉર્જાના કરે તે દેવ આવલિકાના અંતસમયે અવિધિદ્વિકનો જઘન્ય પ્રદેશોદય કરે છે.
ટીકાનુ—ક્ષપિતકર્માંશ કોઈ આત્મા સંયમ પ્રાપ્ત કરે અને તે સંયમના પ્રભાવ વડે અવધિજ્ઞાન, અવધિદર્શન ઉત્પન્ન કરી તે અવધિજ્ઞાન અને અવિધિદર્શનથી પડ્યા સિવાય દેવમાં જાય. ત્યાં અંતર્મુહૂર્ત ગયા બાદ મિથ્યાત્વે જાય, ત્યારપછી મિથ્યાત્વ નિમિત્તે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે અને ઘણાં દલિકોની ઉદ્ધત્તના કરે. તે દેવ બંધાવલિકાના અંત સમયે અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણનો જધન્ય પ્રદેશોદય કરે છે. ૧૨૧
वेयणिय उच्चसोयंतराय अरईण होइ ओहिसमो । निद्दादुगस्स उदए उक्कोसठिईड पडियस्स ॥ १२२॥
૧. અવધિજ્ઞાન ઉત્પન્ન કરતો આત્મા ઘણાં દલિકોને સત્તામાંથી દૂર કરે છે એટલે સત્તામાં અલ્પ રહે છે માટે અધિજ્ઞાનીને જઘન્ય પ્રદેશોદય થાય છે, અવધિજ્ઞાન રહિત આત્માને થતો નથી. તેથી અવધિજ્ઞાનવાળો આત્મા અહીં લીધો છે. તથા ચારિત્રના પ્રભાવથી દેવપણાને પ્રાપ્ત થયેલો આત્મા અંતર્મુહૂર્ત પર્યંત ઉપરના ગુણઠાણે ટકી રહે છે ત્યારપછી મિથ્યાત્વે જાય છે માટે અંતર્મુહૂર્ત ગયા બાદ મિથ્યાત્વે જવાનું જણાવ્યું છે. મિથ્યાત્વે ગયા બાદ સંક્લેશના વશથી દીર્ઘ સ્થિતિ બાંધે અને સત્તાગત સ્થિતિની ઉદ્ધત્તના કરે. તેમાં બંધ કરવાનું એટલા માટે લખ્યું છે કે બંધ હોય ત્યારે જ ઉર્જાના થાય છે. ઉદ્યત્તના કરવાનું કારણ નીચેનાં સ્થાનકોમાં દલિકો અલ્પ રહે તે છે. બંધાવલિકાના અંત સમયે જઘન્ય પ્રદેશોદય થાય એમ કહેવાનું કારણ બંધાવલિકા ગયા પછી ઉદીરણા વડે બંધાવેલા ઘણા પ્રદેશોનો ઉદય થાય તેથી જઘન્ય પ્રદેશોદય ન થાય માટે બંધાવલિકાનો અંતસમય જઘન્ય પ્રદેશોદય માટે લીધો છે.
વળી અહીં એમ પણ શંકા થાય કે દેવપણામાં અંતર્મુહૂર્ત ગયા પછી મિથ્યાત્વે જઈ દીર્ઘ સ્થિતિ બાંધે અને ઉદ્ધત્તના કરે એમ કહ્યું પરંતુ વરસ, બે વરસ કે તેનાથી વધારે કાળ ગયા પછી બાંધે એમ કેમ ન કહ્યું ? તેના ઉત્તરમાં સમજવાનું કે લાંબા કાળ ગયા પછી ક્ષપિતકર્માંશપણું ટકી શકે નહિ કારણ કે બંધ તો શરૂ છે. વળી બંધાવલિકા ગયા પછી ઉદીરણા વડે વધારે પ્રમાણમાં ઉદય થાય અને તેથી પણ જધન્ય પ્રદેશોદય થઈ શકે નહિ.
વળી એમ પણ શંકા થાય કે શરૂઆતના અંતર્મુહૂર્તમાં શું બંધ નથી થતો ? તેના ઉત્તરમાં સમજવું કે તે અનિવાર્ય છે. કારણ કે સંયમના વશથી ઉત્પન્ન થયેલો આત્મા અંતર્મુહૂર્ત પર્યંત તો ઉપરના ગુણઠાણે ટકી રહે. ત્યારપછી મિથ્યાત્વે જાય એટલે જ અંતર્મુહૂર્ત ગયા પછી વગેરે હકીકત સંગત થાય છે. વળી શંકા થાય કે મિથ્યાત્વે જવાનો હેતુ શો ? તેના ઉત્તરમાં જાણવું જે ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ અને વધારે પ્રમાણમાં ઉર્જાના પહેલે જ ગુણઠાણે થાય છે.