________________
૬૭૬
પંચસંગ્રહ-૧ જઘન્ય પ્રદેશોદય માટે ચરમ સ્થાન લીધું છે. ૧૨૮
संजोयणा विजोजिय जहन्नदेवत्तमंतिममुहुत्ते । बंधिय उक्कोसठिई गंतूणेगिंदियासन्नी ॥१२९॥ सव्वलहुं नरय गए नरयगई तम्मि सव्वपज्जत्ते । अणुपुव्वि सगइतुल्ला ता पुण नेया भवाइम्मि ॥१३०॥ संयोजनान् विसंयोज्य जघन्यदेवत्वान्तिममुहूर्ते । बद्ध्वोत्कृष्टस्थिति गत्वा एकेन्द्रियासजिषु ॥१२९॥ सर्वलघु नरकं गतः नरकगतेः तस्मिन् सर्बपर्याप्ते ।
आनुपूर्व्यः स्वगतितुल्याः ताः पुनः ज्ञेया भवादौ ॥१३०॥ અર્થ—અનંતાનુબંધિની વિસંયોજના કરી જઘન્ય દેવપણું પ્રાપ્ત કરે, તેના છેલ્લા મુહૂર્તમાં એકેન્દ્રિય યોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને એકેન્દ્રિયમાં અને ત્યાંથી અસંજ્ઞીમાં જાય, ત્યાં જઈને ત્યાંથી શીધ્ર નરકમાં જાય, સઘળી પર્યાપ્તિએ પર્યાપ્તા તે નારકીને નરકગતિનો જઘન્ય પ્રદેશોદય થાય છે. તથા ચારે આનુપૂર્વીનો જઘન્ય પ્રદેશોદય પોતપોતાની ગતિની જેમ જ થાય છે. માત્ર પોતપોતાના ભવના પહેલે સમયે સમજવો.
ટીકાનુ–કોઈ આત્મા અનંતાનુબંધિની વિસંયોજના કરીને, અહીં અનંતાનુબંધિની વિસંયોજના કરીને એમ કહેવાનું કારણ તેની વિસંયોજના કરતાં શેષ સઘળાં કર્મોનાં પણ ઘણાં પુદ્ગલોનો ક્ષય થાય છે. ત્યારપછી જઘન્ય આયુવાળું દેવપણું પ્રાપ્ત કરે ત્યાં છેલ્લા મુહૂર્તમાં મિથ્યાત્વે જઈ એકેન્દ્રિય યોગ્ય પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને સંક્લિષ્ટ પરિણામ છતાં જ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય. ત્યાં માત્ર અંતર્મુહૂર્ત રહીને અસંજ્ઞી પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય.
દેવ સીધો અસંજ્ઞી પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થતો નથી માટે એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ અસંજ્ઞીમાં ઉત્પન્ન થાય એમ જણાવ્યું છે.
તે અસંજ્ઞીના ભવમાંથી અન્ય સઘળા અસંજ્ઞી ભવોથી શીઘ મરીને નરકમાં ઉત્પન્ન થાય ત્યાં શીધ્ર સઘળી પર્યાપ્તિએ પર્યાપ્તો થાય. સઘળી પર્યાપ્તિએ પર્યાપ્તા તે નારકીને નરકગતિનો જઘન્ય પ્રદેશોદય થાય છે.
પર્યાપ્ત જીવને ઘણી પ્રકૃતિઓનો વિપાકોદય થાય છે. વિપાકોદય પ્રાપ્ત પ્રકૃતિઓ સ્તિબુકસંક્રમ વડે અન્યત્ર સંક્રમતી નથી માટે અન્ય પ્રકૃતિઓના દલિક સ્તિબુકસંક્રમ વડે સંક્રમતા નથી તેથી ઉદયપ્રાપ્ત નરકગતિનો જઘન્ય પ્રદેશોદય ઘટી શકે છે.
૧. અનંતાનુબંધિની વિસંયોજના કરનાર આત્મા અન્ય પ્રવૃતિઓની જેમ નરકગતિનાં પણ ઘણાં પગલો દૂર કરે છે માટે અહીં અનંતાનુબંધિની વિસંયોજના લીધી છે. જધન્ય આયુવાળુ દેવપણ પ્રાપ્ત કરવાનું કારણ એમ જણાય છે કે જધન્ય આયુવાળો દેવ અંતર્મુહૂર્તના આયુવાળા એકેન્દ્રિયથી ઉત્પન્ન થતો લેવો જોઈએ. દીર્ઘઆયુવાળું એકેન્દ્રિયપણું નહિ લેવાનું કારણ અન્ય બંધયોગ્ય નામકર્મની પ્રકૃતિઓ પણ બંધ