Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમહાર
૬૭૫
સ્ત્રીવેદનો જઘન્ય પ્રદેશોદય થાય છે.
તાત્પર્ય એ કે—ક્ષપિતકર્માશ કોઈ સમી દેશોન પૂર્વકોટી પર્યત સંયમનું પાલન કરી અંતર્મુહૂર્ત શેષ આયુ રહે ત્યારે મિથ્યાત્વે જઈ પછીના ભવમાં દેવીપણે ઉત્પન્ન થાય. ત્યાં શીઘ પર્યાપ્તિઓ પૂર્ણ કરે. પર્યાપ્તાવસ્થામાં ઉત્કૃષ્ટ સંક્લેશે વર્તતી તે સ્ત્રી સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે અને પૂર્વબદ્ધની ઉદ્વર્તન કરે. તે ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી આરંભી આવલિકાના ચરમસમયે સ્ત્રીવેદનો જઘન્ય પ્રદેશોદય થાય'. ૧૨૭
अप्पद्धाजोगसमज्जियाण आऊण जिट्ठठिइअंते । उवरि थोवनिसेगे चिर तिव्वासायवेईणं ॥१२८॥
अल्पाद्धायोगसमर्जितानामायुषां ज्येष्ठस्थित्यन्ते ।
उपरि स्तोकनिषेके चिरं तीव्रासातवेदिनाम् ॥१२८॥ અર્થ—અલ્પ કાળ અને યોગ વડે બાંધેલા ચારે આયુની ઉત્કૃષ્ટ સ્થિતિને અંતે કે જે સ્થાનમાં અલ્પ નિષેક થયેલો છે તે સર્વોપરિતન સ્થાનમાં વર્તતા ઘણા કાળ સુધી તીવ્ર અસતાવેદનીય વડે અભિભૂત આત્માને ચારે આયુનો જઘન્ય પ્રદેશોદય થાય છે.
ટીકાન–કમમાં કમ જેટલા કાળ વડે અને કમમાં કમ જેટલા યોગ વડે આયુનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થઈ શકે તેટલા કાળ અને યોગ વડે બંધાયેલા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા ચારે આયુના જે સ્થાનકમાં ઓછામાં ઓછો નિષેક-દળરચના થઈ છે તે ચરમ સ્થિતિસ્થાનકમાં વર્તતા ઘણા કાળ સુધી તીવ્ર અસાતાવેદનીયના ઉદય વડે વિહ્વળ થયેલા ક્ષપિતકર્મીશ આત્માને જે જે આયુનો ઉદય હોય તેનો જઘન્ય પ્રદેશોદય થાય છે.
અલ્પકાળ વડે બહુ વાર આયુ બાંધી શકે નહિ અને અલ્પ યોગ વડે ઘણાં દલિકો ગ્રહણ કરી શકે નહિ માટે અલ્પકાળ અને યોગનું ગ્રહણ કર્યું છે. ' તીવ્ર અસતાવેદનીય વડે વિહ્વળ થયેલા આત્માઓને આયુનાં ઘણાં પુદ્ગલોનો ક્ષય થાય છે, તેથી તીવ્ર અસાતાને વેદનાર આત્માનું ગ્રહણ કર્યું છે.
છેલ્લા સ્થાનકમાં નિષેક રચના ઘણી જ અલ્પ પ્રમાણમાં થાય છે તેમજ ઉદય ઉદીરણાદિ વડે પણ ઘણાં દલિકો દૂર થયેલાં હોય એટલે ચરમસ્થાનકમાં ઘણાં જ અલ્પ દલિકો રહે છે તેથી
૧. દેશોન પૂર્વકોટિ પર્યંત ચારિત્રમાં સ્ત્રીવેદ બાંધે નહિ, માત્ર પુરુષવેદ જ બાંધે અને તેમાં સ્ત્રીવેદ સંક્રમાવે એટલે સ્ત્રીવેદનું દળ ઓછું થાય એટલે દેશોન પૂર્વકોટી સંયમનું પાલન કરવાનું કહ્યું. ઉ ગુણસ્થાનકે મરણ પામે તો પછીના ભવમાં પુરુષ થાય, સ્ત્રી ન થાય. માટે છેલ્લા અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વે જવા સૂચવ્યું. અપર્યાપ્તાવસ્થામાં ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ થતો નથી, તેથી અને વધારે કાળ ન ગુમાવે માટે પર્યાપ્તાવસ્થા થાય એમ કહ્યું. ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ એટલા માટે કહ્યો કે તે વખતે ઉર્તને વધારે પ્રમાણમાં થાય. વધારે પ્રમાણમાં ઉદ્ધર્નના થવાથી નીચેનાં સ્થાનકોમાં દલિતો બહુ જ અલ્પ પ્રમાણમાં રહે એટલે બંધાવલિકાના ચરમસમયે જઘન્ય પ્રદેશોદય થાય. આવલિકાનો ચરમસમય એટલા માટે લીધો કે બંધાવલિકા પૂર્ણ થયા પછી બંધાયેલા પણ ઉદીરણાથી ઉદયમાં આવે અને એમ થવાથી જઘન્ય પ્રદેશોદય ન થાય. માટે બંધાવલિકાનો ચરમસમય ગ્રહણ કર્યો છે.