________________
૬૭૨
પંચસંગ્રહ-૧
મતિજ્ઞાનાવરણની જેમ જ સમજવો. માત્ર ઇન્દ્રિયપર્યાપ્તિએ પર્યાપ્તાના પ્રથમ સમયે તેનો ઉદય છતાં કહેવો. ત્યારપછીના સમયથી એ ત્રણ નિદ્રાની ઉદીરણાનો સંભવ હોવાથી જઘન્ય પ્રદેશોદય સંભવી શકે નહિ. દેવલોકમાં થીણદ્વિત્રિકના ઉદયનો અભાવ હોવાથી એકેન્દ્રિયમાં જઘન્ય પ્રદેશોદય કહ્યો છે. ૧૨૩
अपमित्थिसोगपढमिल्लअरइरहियाण मोहपगईणं । अंतरकरणाउ गए सुरेसु उदयावलीअंते ॥१२४॥
अपुंस्त्रीशोकप्रथमारतिरहितानां मोहप्रकृतीनाम् ।
अन्तरकरणात् गते सुरेषूदयावलिकान्ते ॥१२४॥ અર્થ-નપુંસકવેદ, સ્ત્રીવેદ, શોકમોહનીય, પ્રથમ કષાય, અરતિમોહનીય એ આઠ પ્રકૃતિ રહિત શેષ મોહનીયની પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય અંતરકરણ કરી દેવલોકમાં ગયેલાને ઉદયવલિકાના ચરમ સમયે થાય છે.
ટીકાનુ–નપુંસકવેદ, સ્ત્રીવેદ, શોકમોહનીય, અનંતાનુબંધી ચતુષ્ક અને અરતિમોહનીય એ આઠ પ્રકૃતિ સિવાય, દર્શનમોહનીયની ત્રણ, અપ્રત્યાખ્યાનાવરણાદિ બાર કષાય, પુરુષવેદ, હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સા એ મોહનીયની વીસ પ્રકૃતિઓનો અંતરકરણથી-અંતરકરણ કરી દેવલોકમાં જ્યારે જાય ત્યારે ત્યાં ઉદયાવલિકાના ચરમ સમયે જઘન્ય પ્રદેશોદય થાય છે.
તાત્પર્ય આ પ્રમાણે–કોઈ ક્ષપિતકશ ઉપશમ સમ્યગ્દષ્ટિ આત્મા ઉપશમ સમ્યક્તથી પડતાં અંતરકરણનો સમધિક આવલિકા કાળ બાકી રહે ત્યારે બીજી સ્થિતિમાંથી સમ્યક્ત મોહનીયાદિનાં દલિકો ખેંચીને અંતરકરણની છેલ્લી આવલિકામાં ગોપુચ્છાકારે ગોઠવે છે.
તે આ પ્રમાણે–પહેલા સમયમાં ઘણું દલિક ગોઠવે, બીજા સમયમાં વિશેષહીન, ત્રીજા સમયમાં વિશેષહીન, એમ યાવત્ ચરમસમયમાં વિશેષહીન ગોઠવે છે.
હવે સમધિક કાળ પૂર્ણ થાય અને જો મિથ્યાત્વમોહનીયનો ઉદય થાય તો તેનો, મિશ્રમોહનીયનો ઉદય થાય તો તેનો અને સમ્યક્ત મોહનીયનો ઉદય થાય તો તેનો ઉદયાવલિકાના ચરમ સમયે જઘન્ય પ્રદેશોદય થાય છે.
દર્શનત્રિક સિવાય શેષ સત્તર પ્રવૃતિઓનું ઉપશમશ્રેણિમાં અંતરકરણ કરી શ્રેણિમાં જ કાળધર્મ પામી દેવલોકમાં જાય ત્યાં પહેલે જ સમયે બીજી સ્થિતિમાંથી દલિકો ખેંચી ઉદય સમયથી આરંભી ગોપુચ્છાકારે ગોઠવે. તે આ પ્રમાણે–ઉદય સમયમાં ઘણું ગોઠવે, બીજા સમયમાં વિશેષહીન, ત્રીજા સમયમાં વિશેષહીન, એ પ્રમાણે વિશેષહીન આવલિકાના ચરમસમય પર્યત ગોઠવે. તે આવલિકાના ચરમસમયે વર્તતાં પૂર્વોક્ત સત્તર પ્રવૃતિઓનો જઘન્ય પ્રદેશોદય કરે છે. ૧૨૪ ' હવે દેવલોકમાં નપુંસકવેદાદિ આઠ પ્રકૃતિના નિષેધનું અને સત્તર પ્રવૃતિઓનો જઘન્ય પ્રદેશોદય હોવાનું કારણ કહે છે –