Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમત્કાર
૬૫૯
ભવોમાં સંભવે છે, શેષ સંભવતી નથી. ૧૦૯
આ પ્રમાણે ગુણશ્રેણિઓ કહી. હવે કોણ આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશોદય કરે છે અને કોણ જઘન્ય કરે છે ? તેનો વિચાર કરે છે–
उक्कोस पएसुदयं गुणसेढीसीसगे गुणियकम्मो । सव्वासु कुणइ ओहेण खवियकम्मो पुण जहन्नं ॥११०॥ उत्कृष्टप्रदेशोदयं गुणश्रेणिशिरसि गुणितकाशः ।
सर्वासां करोत्योघेन क्षपितकर्मांशः पुनः जघन्यम् ॥११०॥
અર્થ–સામાન્ય રીતે સઘળી કર્મપ્રકૃતિઓનો ગુણશ્રેણિને શિરે વર્તમાન ગુણિતકર્માશ આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશોદય કરે છે અને ક્ષપિતકર્માશ આત્મા જઘન્ય પ્રદેશોદય કરે છે.
ટીકાનુ–ષષ્ઠી અને સપ્તમી વિભક્તિનો અર્થ પ્રત્યે અભેદ હોવાથી સઘળી કર્મપ્રકૃતિઓનો ગુણશ્રેણિના શિરે વર્તમાન ગુણિતકર્માશ આત્મા-ઓધે-સામાન્યતઃ—ઘણે ભાગે ઉત્કૃષ્ટ પ્રદેશોદય કરે છે. એટલે કે ઘણે ભાગે ગુણશ્રેણિના શિરભાગે વર્તતા ગુણિતકર્માશ આત્માને ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે અને પ્રાયઃ સઘળી કર્મપ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય ક્ષપિતકર્માશ આત્માને થાય છે. ગુણિતકર્માશ અને ક્ષપિતકર્માશ કોને કહેવા ? તેનું સ્વરૂપ આગળ કહેવાશે. ૧૧૦
હવે સઘળી પ્રકૃતિઓના ભિન્ન ભિન્ન ઉત્કૃષ્ટ પ્રદેશોદયના સ્વામી કહેવા ઇચ્છતા આ ગાથા કહે છે–
सम्मत्तवेयसंजलणयाण खीणंत दुजिणअंताणं । लहु खवणाए अवहिस्स अणोहिणुक्कोसो ॥१११॥ सम्यक्त्ववेदसंज्वलनानां क्षीणान्तानां द्विजिनान्तानाम् ।
लघुक्षपणयाऽन्ते अवधेरनवधिकस्योत्कृष्टः ॥१११॥ અર્થ–સમ્યક્વમોહનીય, ત્રણ વેદ અને સંજ્વલ કષાયનો તથા ક્ષીણમોહ ગુણસ્થાનકે જેનો અંત થાય છે તે પ્રકૃતિઓનો તથા બે જિનેશ્વરને યોગી કેવળી અને અયોગી કેવળીને જેનો ઉદય વિચ્છેદ થાય છે તે પ્રકૃતિઓનો, લઘુક્ષપણા વડે ક્ષય કરતા તે તે પ્રકૃતિઓના ઉદયના અંતસમયે ગુણિતકર્માશ આત્માને ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. માત્ર અવધિદ્ધિકનો જેને અવધિજ્ઞાન નથી થયું તેને ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે.
ટીકાનુ સમ્યક્વમોહનીય, ત્રણ વેદ અને સંજ્વલન ચતુષ્ક એ આઠ પ્રકૃતિઓને
૧. ઉપરનાં ગુણસ્થાનકોથી પડી પહેલે આવી અપ્રશસ્ત મરણ વડે મરણ પામી અન્ય નારકાદિ ભવોમાં ગુણશ્રેણિ લઈ જાય તો શરૂઆતની ત્રણ જ લઈ જાય છે. પરંતુ ઉપરના ગુણસ્થાનકે જ મરણ પામી ચોથું ગુણઠાણું લઈ દેવલોકાદિમાં જાય તો અન્ય પણ ગુણશ્રેણિ લઈ જાય છે. જેમકે ઉપશમ શ્રેણિમાં મરણ પામી તેને નિમિત્ત થયેલી ગુણશ્રેણિ લઈ અનુત્તર વિમાનમાં જાય છે.