Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમત્કાર
૬૫૭
અને તેમાં જે દંગરચના થાય તે પરિણામની મંદતા હોવાથી અલ્પ પ્રમાણમાં થાય છે, તેનાથી દેશવિરતિ નિમિત્તે થતી ગુણશ્રેણિમાં અસંખ્યાતગુણ દળરચના થાય છે. કારણ કે ત્યાં પરિણામ અનંતગુણ વિશુદ્ધ છે. તેનાથી પણ સર્વવિરતિ નિમિત્તે થતી ગુણશ્રેણિમાં અસંખ્યાતગુણ દળરચના થાય છે. એ પ્રમાણે પછી પછીની ગુણશ્રેણિમાં ઉત્તરોત્તર અનંતગુણ વિશુદ્ધિ હોવાથી અસંખ્યાત અસંખ્યાતગુણ દળરચના અયોગી નિમિત્તે થતી ગુણશ્રેણિ પર્યત કહેવી.
તથા એ સમ્યક્તાદિ ગુણશ્રેણિઓનો કાળ અનુક્રમે સંખ્યયગુણહીન સંખેય ગુણહીન કહેવો. તે આ પ્રમાણે–સમ્યક્ત ઉત્પન્ન થતાં થતી ગુણશ્રેણિનો કાળ સૌથી વધારે છે, તેનાથી દેશવિરતિ નિમિત્તે થતી ગુણશ્રેણિનો કાળ સંખ્યાતમો ભાગ છે. તેનાથી પણ સર્વવિરતિની ગુણશ્રેણિનો કાળ સંખ્યાતમો ભાગમાત્ર છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું યાવત્ સયોગીની ગુણશ્રેણિના કાળથી અયોગીની ગુણશ્રેણિનો કાળ સંખ્યાતગુણહીન છે. - તાત્પર્ય એ કે સમ્યત્વ નિમિત્તે થતી ગુણશ્રેણિ દીર્ઘ અંતર્મુહૂર્ત પર્યત ભોગવાય તેવી અને અલ્પ દળરચના-પ્રદેશ પ્રમાણ જેની અંદર રહ્યું છે તેવી કરે છે. તેનાથી સંખ્યાતગુણ હીન અંતર્મુહૂર્તમાં ભોગવાય તેવી અને અસંખ્યાતગુણ અધિક દળરચનાવાળી દેશવિરતિનિમિત્તક ગુણશ્રેણિ કરે છે. એ પ્રમાણે સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન અંતર્મુહૂર્તમાં વેદવા યોગ્ય અને અસંખ્યાતગુણ અસંખ્યતિગુણ વધારે દલિક રચનાવાળી ઉત્તરોત્તર ગુણશ્રેણી કરે છે.
- અહીં કોઈ શંકા કરે કે–અનુક્રમે અસંખ્યાતગુણ અસંખ્યાતગુણ દલિક કેમ ઘટે ? સરખું કે ન્યૂન કેમ નહિ ?
- તેના ઉત્તરમાં કહે છે કે–સમ્યક્ત ઉત્પન્ન કરતો આત્મા મિથ્યાદષ્ટિ હોય છે. તેને પરિણામની મંદતા હોવાથી અપૂર્વ અનિવૃત્તિકરણે જે દળરચના થાય, તેમાં દલિક અલ્પ પ્રમાણમાં હોય છે. અને સમ્યક્ત ઉત્પન્ન થયા બાદ જે ગુણશ્રેણિ થાય છે તે પૂર્વોક્ત ગુણશ્રેણિની અપેક્ષાએ અસંખ્યાતગુણ દળવાળી હોય છે કારણ અત્યંત વિશુદ્ધ પરિણામ છે. આ પ્રમાણે સમ્યક્ત ઉત્પન્ન થતા અને થયા બાદ થતી ગુણશ્રેણિમાં દલિકની રચનાનું તારતમ્ય હોય
- ૧. ઉપરનાં સ્થાનકોમાંથી અપવર્તન કરણ વડે દલિકો ઉતારી ઉદય સમયથી આરંભી જેટલાં અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થાનકોમાં પૂર્વ પૂર્વથી ઉત્તરોત્તર અસંખ્યાતગુણ ગોઠવાય છે તે અંતર્મુહર્તકાળ અહીં લેવાનો છે. એટલે સમ્યક્ત નિમિત્તે જેવડા અંતમુહૂર્તમાં દળરચના થાય છે તેનાથી સંખ્યામાં ભાગના અંતમુહૂર્તમાં દેશવિરતિ નિમિત્તે થતી ગુણશ્રેણિમાં દળરચના થાય છે. જો કે ઉત્તરોત્તર અસંખ્યાતગુણ વિશુદ્ધિ હોવાથી દલિકો અસંખ્યાતગુણા વધારે ઉતારે છે અને ગોઠવે છે. એટલે તાત્પર્ય એ આવ્યો કે સમ્યત્વ નિમિત્તે જે ગુણશ્રેણિ થઈ તે મોટા અંતર્મુહૂર્તમાં થઈ અને દલિકો ઓછાં ગોઠવાયાં અને દેશવિરતિ નિમિત્તે જે ગુણશ્રેણિ થઈ તે સંખ્યાતગુણહીન અંતર્મુહૂર્તમાં થઈ અને દલિકો અસંખ્યાતગુણ ગોઠવાયાં. આ પ્રમાણે થવાથી સમ્યક્તની ગુણશ્રેણિ દ્વારા જેટલા કાળમાં જેટલાં દલિકો દૂર થાય તેનાથી સંખ્યાતમા ભાગના કાળમાં અસંખ્યાતગુણ વધારે દલિકો દેશવિરતિની ગુણશ્રેણિમાં દૂર થાય. આ પ્રમાણે પછી પછીની ગુણશ્રેણિ માટે સમજવું.
૨. આ ગુણશ્રેણિઓ અહીં બતાવવાનું કારણ ગુણશ્રેણિના શિરભાગે વર્તતા ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોઈ શકે છે એ જણાવવું છે. અમુક ગતિમાં અમુક ગુણશ્રેણિ લઈ જાય છે એ બતાવવાનું કારણ પણ તે ગતિમાં ઉત્કૃષ્ટ પ્રદેશોદય સંભવે એ છે. પંચ૦૧-૮૩