________________
પંચમદાર
૬૫૫
તે સિવાયનો અન્ય સઘળો પ્રદેશોદય અનુત્કૃષ્ટ છે તે બીજે સમયે થતો હોવાથી સાદિ, અથવા વેદક સમ્યક્ત્વથી પડતા પણ અનુત્કૃષ્ટ પ્રદેશોદય શરૂ થતો હોવાથી સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ છે.
પૂર્વોક્ત સુડતાળીસ પ્રકૃતિઓના અને મિથ્યાત્વમોહનીયના શેષ જઘન્ય અને ઉત્કૃષ્ટ એ બે વિકલ્પ સાદિ સાંત ભાંગે છે. તે બંનેનો વિચાર અનુત્કૃષ્ટ અને અજઘન્યનો વિચાર કરવાના પ્રસંગે કર્યો છે.
તથા બાકીની અધ્રુવોદયિ એકસો દશ પ્રકૃતિઓના જઘન્ય-અજઘન્ય ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ એ સઘળા વિકલ્પો સાદિ અને સાંત એમ બે પ્રકારે છે. કારણ કે તે સઘળી પ્રકૃતિઓ અવોદિય છે. ૧૦૬
આ પ્રમાણે સાદિ વગેરે ભંગની પ્રરૂપણા કરી. હવે સ્વામિત્વનો વિચાર કરવો જોઈએ. તે બે પ્રકારે છે—ઉત્કૃષ્ટ પ્રદેશોદય સ્વામિત્વ અને જઘન્ય પ્રદેશોદય સ્વામિત્વ. તેમાં ઉત્કૃષ્ટ પ્રદેશોદયનો સ્વામી કોણ છે ? તેને પ્રતિપાદન કરવા માટે સંભવતી સઘળી ગુણશ્રેણિઓ બતાવે છે—
संमत्तदेससंपुन्नविरइउप्पत्तिअणविसंजोगे ।
दंसणखवगे मोहस्स समणे उवसंतखवगे अ ॥ १०७ ॥ खीणाइतिगे असंखगुणिय गुणसेढिदलिय जहक्कमसो । सम्मत्ताईणेक्कारसण्ह कालो उ सखंसो ॥१०८॥
सम्यक्त्वदेशसम्पूर्णविरत्युत्पत्त्यणविसंयोजनेषु । दर्शनक्षपके मोहस्य शमने उपशान्ते क्षपके च ॥१०७॥
क्षीणादित्रिके असंख्यातगुणितं गुणश्रेणिदलिकं यथाक्रमशः । सम्यक्त्वादीनामेकादशानां कालस्तु संख्येयांशः ॥ १०८ ॥
અર્થ—સમ્યક્ત્વ, દેશિવરતિ અને સર્વવિરતિ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે અનંતાબંધિની વિસંયોજના કરતા, દર્શનમોહનીયનો ક્ષય કરતા, ચારિત્ર મોહનીયને ઉપશમાવતા, ઉપશાંતમોહ ગુણસ્થાનકે, ચારિત્રમોહનો ક્ષય કરતા અને ક્ષીણમોહાદિ ત્રણ ગુણસ્થાનકે એમ અગિયાર ગુણશ્રેણિ થાય છે. તથા તે સમ્યક્ત્વાદિ અગિયાર ગુણશ્રેણિઓમાં દળરચના અનુક્રમે અસંખ્ય અસંખ્ય ગુણ થાય છે અને કાળ અનુક્રમે સંખ્યાતમો સંખ્યાતમો ભાગ છે.
ટીકાનુ—ઉદયસમયથી આરંભી પછી પછીના સમયમાં અસંખ્ય અસંખ્ય ગુણાકારે જે દળરચના થાય તે ગુણશ્રેણિઓ અગિયાર છે. તે આ પ્રમાણે—
૧. સમ્યક્ત્વ ઉત્પન્ન થતા જે ત્રણ ક૨ણ થાય છે તેમાં અપૂર્વકરણે તથા અનિવૃત્તિકરણે ગુણશ્રેણિ થાય છે અને સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી આત્મા અંતર્મુહૂર્ત પર્યંત અવશ્ય ચડતા પરિણામવાળો રહે છે, ત્યારે ગુણશ્રેણિ થાય છે તે સમ્યક્ત્વ નિમિત્તે થતી પહેલી ગુણશ્રેણિ.