Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમદ્વાર
૬૫૩
છે. તે એક સમય જ થતો હોવાથી સાદિ સાંત છે.
તે સિવાયના અન્ય સઘળો પ્રદેશોદય અજઘન્ય છે. તે બીજે સમયે થતો હોવાથી સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અદ્ભવ છે.
| ગુણિત કમશ આત્માને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના ચરમસમયે ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે તે માત્ર છેલ્લે સમયે જ થતો હોવાથી સાદિ સાંત છે.
તે સિવાયના અન્ય સઘળો અનુત્કૃષ્ટ પ્રદેશોદય છે. તે ઉપશમશ્રેણિથી પડતા થાય માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ છે.
આયુના ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ જઘન્ય અને અજઘન્ય એ ચારે ભેદો સાદિ અને સાંત ભાંગે છે. કારણ કે એ ચારે ભેદો યથાયોગ્ય રીતે નિયતકાળ પર્યત પ્રવર્તે છે.
તથા પૂર્વોક્ત છે અને મોહનીય એ સઘળાં કર્મોના ઉત્કૃષ્ટ અને જાન્યરૂપ શેષ વિકલ્પો સાદિ સાંત ભાંગે છે. કેમકે અમુક નિયત સમયપર્યત જ તે પ્રવર્તે છે. તેનો વિચાર અનુત્કૃષ્ટ અને અજઘન્ય કહેવાના પ્રસંગે કર્યો છે. આ રીતે મૂળ કર્મ સંબંધે સાદિ વગેરે ભંગનો વિચાર કર્યો. ૧૦૫ - હવે ઉત્તરપ્રકૃતિ સંબંધે સાદિ આદિ ભંગનો વિચાર કરે છે–
अजहन्नोणुक्कोसो धुवोदयाणं चउह तिहा चउहा । मिच्छत्ते सेसासिं दुविहा सव्वे य सेसाणं ॥१०६॥ जघन्योऽनुत्कृष्टः ध्रुवोदयानां चतुर्द्धा त्रिधा चतुर्दा ।
मिथ्यात्वस्य शेषौ आसां द्विविधाः सर्वे च शेषाणाम् ॥१०६॥
અર્થ ધ્રુવોદય પ્રકૃતિઓનો અજઘન્ય પ્રદેશોદય ચાર પ્રકારે છે અને અનુત્કૃષ્ટ પ્રદેશોદય ત્રણ પ્રકારે છે. મિથ્યાત્વના તે બંને વિકલ્પો ચાર ભાંગે છે. તથા આ સઘળી પ્રકૃતિઓના શેષ વિકલ્પો અને શેષ પ્રકૃતિઓના સઘળા વિકલ્પો સાદિ અને સાંત એ બે ભાંગે છે.
ટીકાનું–મિથ્યાત્વ રહિત શેષ તૈજસકાર્પણ સપ્તક, વર્ણાદિ વસ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અગુરુલઘુ, નિર્માણ, જ્ઞાનાવરણપંચક, દર્શનાવરણચતુષ્ક અને અંતરાયપંચક એ સુડતાળીસ ધ્રુવોદય પ્રકૃતિઓનો અજઘન્ય પ્રદેશોદય સાદિ, અનાદિ ધ્રુવ અને અધ્રુવ એમ ચાર ભાંગે છે. તે આ પ્રકારે
ઉત્કૃષ્ટ સંક્લેશે વર્તતા ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતો પિતકર્માશ કોઈ દેવ ઉત્કૃષ્ટપ્રદેશની ઉદ્વર્તન કરે અને બંધને અંતે કાળ કરીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તે એકેન્દ્રિયને ઉત્પત્તિના પ્રથમ સમયે પૂર્વોક્ત સુડતાળીસ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય હોય છે. માત્ર અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણનો દેવતાઓને બંધાવલિકાના ચરમસમયે જઘન્ય પ્રદેશોદય સમજવો'. તે
૧. આ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય એકેન્દ્રિયમાં હોવાનું કારણ મૂળકર્મનો જઘન્ય પ્રદેશોદય કહેવાના પ્રસંગે કહ્યું છે તે પ્રમાણે જાણી લેવું. અવધિદ્ધિકનો જઘન્ય પ્રદેશોદય દેવગતિમાં હોવાનું કારણ