Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમદાર
૫૧
સમ્યક્ત્વમોહનીય, ત્રણ વેદ, ક્ષીણમોહગુણસ્થાનકે જેનો ઉદય વિચ્છેદ થાય તે જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય ચા૨ અને અંતરાય પાંચ એ ચૌદ પ્રકૃતિઓ અને સંજ્વલન લોભ તેટલી પ્રકૃતિઓના જઘન્ય રસનો ઉદય પોતાની છેલ્લી આવલિકાના ચરમસમયે સમજવો. તાત્પર્ય એ કે—જ્ઞાનાવરણપંચક, અંતરાયપંચક, દર્શનાવરણચતુષ્ક, ત્રણ વેદ, સંજ્વલનલોભ અને સમ્યક્ત્વમોહનીય એ ઓગણીસ પ્રકૃતિઓના પોતપોતાના અંતકાળે ઉદીરણા નષ્ટ થયા બાદ સત્તામાં જ્યારે એક આવલિકામાત્ર સ્થિતિ શેષ રહે ત્યારે તે આવલિકાના ચરમસમયે જઘન્ય રસનો ઉદય સમજવો.
ઉપરોક્ત પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિનો ઉદય અને જઘન્ય રસનો ઉદય બંને સાથે જ થાય છે. ૧૦૪
આ રીતે ઉદીરણાની ભલામણ કરીને અનુભાગોદય કહ્યો. હવે પ્રદેશોદય કહેવો જોઈએ. તેમાં આ બે અર્થાધિકાર છે. સાદિ વગેરે ભંગની પ્રરૂપણા અને સ્વામિત્વ પ્રરૂપણા. તેમાં સાદિ વગેરે ભંગની પ્રરૂપણા બે પ્રકારે છે. મૂળપ્રકૃતિ સંબંધી અને ઉત્તરપ્રકૃતિ સંબંધી. તેમાં પહેલાં મૂળપ્રકૃતિ સંબંધી સાદિ વગેરે ભંગની પ્રરૂપણા ક૨વા આ ગાથા કહે છે—
अन्नोऽणुकोसो चह तिहा छण्ह चउव्विहो मोहे | आउस्स साइअधुवा सेसविगप्पा य सव्वेसिं ॥१०५॥
अजघन्योऽनुत्कृष्टश्चतुर्द्धा त्रिधा षण्णां चतुर्विधो मोहे |
आयुषः साद्यधुवाः शेषविकल्पौ च सर्व्वेषाम् ॥१०५॥
અર્થઆયુ અને મોહનીય વિના શેષ છ કર્મનો અજઘન્ય પ્રદેશોદય ચાર પ્રકારે છે અને અનુષ્કૃષ્ટ પ્રદેશોદય ત્રણ પ્રકારે છે, મોહનીયકર્મના તે બંને ચાર પ્રકારે છે. તથા આયુના સઘળા વિકલ્પો અને સઘળા કર્મના શેષ વિકલ્પો સાદિ અને સાંત એમ બે પ્રકારે છે.
ટીકાનુ—મોહનીય અને આયુકર્મ વિના શેષ છ કર્મનો અજઘન્ય પ્રદેશોદય સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે—
કોઈ એક ક્ષપિત કર્યાંશ આત્મા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો ત્યાં સંક્લિષ્ટ પરિ
૧. ક્ષપિત કર્યાંશ એટલે ઓછામાં ઓછા કર્માંશની સત્તાવાળો આત્મા. તે ભવ્ય જ હોય છે. તેનો ઉપાય સંક્રમણકરણમાં કહેશે.
૨. ક્ષપિતકર્માંશ આત્મા સીધો એકેન્દ્રિયમાં ન જાય, પરંતુ દેવલોકમાં જાય માટે દેવલોકમાં જવાનું કહ્યું. જઘન્ય પ્રદેશોદય એકેન્દ્રિયમાં હોય છે, કારણ કે યોગ અત્યંત અલ્પ હોવાથી વધારે ઉદીરણા કરી શકતો નથી. બેઇન્દ્રિયાદિમાં યોગ વધારે હોવાથી ઉદીરણા વધારે થાય એટલે વધારે પ્રમાણમાં ભોગવાય તેથી જઘન્ય પ્રદેશોદય ન થાય. માટે દેવલોકમાંથી એકેન્દ્રિયમાં જવાનું કહ્યું. નીચેનાં સ્થાનકોનાં દલિકો ઉપરના સ્થાનકમાં જ્યારે ગોઠવાય ત્યારે નીચેનાં સ્થાનકોમાં દલિકો ઓછાં રહે તેથી જઘન્ય પ્રદેશોદય થઈ શકે માટે ઉર્જાના કરવાનું જણાવ્યું. જે કર્મદલિકો બંધાય અને ઉદ્ધૃર્તિત થાય તેની જો આવલિકા પૂર્ણ થાય તો તે ઉદીરણા યોગ્ય થાય અને જો ઉદીરણા થાય તોપણ જઘન્ય પ્રદેશોદય ન થાય માટે તે થતાં પહેલાં અને અલ્પ યોગ પ્રથમ સમયે હોય માટે પ્રથમ સમયે જઘન્ય પ્રદેશોદય થાય એમ કહ્યું છે.