Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૧
વચગાળામાં કેવળ ઉદય જ હોય છે, ઉદીરણા હોતી નથી. એટલે તેટલા કાળના છેલ્લે સમયે તે એક સ્થાનકને અનુભવતા જઘન્ય સ્થિતિનો ઉદય કેમ ન કહ્યો ? એ શંકા અહીં થઈ શકે છે. પરંતુ તે શંકા અસ્થાને છે, કારણ કે અહીં જઘન્ય સ્થિતિનો ઉદય તેને કહેવામાં આવ્યો છે કે કોઈપણ એવા એક સ્થાનકનો અનુભવ કરે કે જેને વેદતા તેની અંદર તે સમયે બીજા કોઈપણ સ્થાનકના દલિક મળી શકતા ન હોય. જેમ કે—બારમા ગુણસ્થાનકના ચરમસમયે જ્ઞાનાવરણીયકર્મના છેલ્લા સ્થાનકને જ્યારે વેઢે છે ત્યારે તે સમયે તેની અંદર અન્ય કોઈ સ્થાનકનું દલિક મળતું નથી.
૫૦
અહીં પાંચ નિદ્રામાં તો—જો કે શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી કેવળ ઉદય હોય છે છતાં સત્તામાં ઘણી સ્થિતિ હોવાથી અપવર્ઝના વડે ઉપરના સ્થાનકનાં દલિકોનો મળી શકે છે અને તેનો પણ ઉદય થાય છે. શુદ્ધ એક સ્થિતિનો ઉદય હોતો નથી. માટે તેનું વર્જન કર્યું છે.
શેષ પ્રકૃતિઓની ઉદય અને ઉદીરણા સાથે જ શરૂ થાય છે અને સાથે જ બંધ થાય છે. તેથી તે પ્રકૃતિઓની જે જઘન્ય સ્થિત્યુદીરણા તે જ જઘન્ય સ્થિત્યુદય સમજવો, માત્ર ઉદયપ્રાપ્ત એક સ્થાનક વધારે લેવું.
તેમ જ સાદિ વગેરેની પ્રરૂપણા આદિ જે અહીં નથી કહેવામાં આવ્યું તે સઘળું સ્થિતિ ઉદીરણામાં જેમ કહ્યું છે તેમ અહીં પણ સમજવું. ૧૦૩
આ રીતે સ્થિતિ ઉદયનું સ્વરૂપ કહ્યું. હવે અનુભાગોદયનું સ્વરૂપ કહે છે— अणुभादवि उदीरणाए तुल्लो जहन्नयं नवरं । आवलिगंते सम्मत्तवेयखीणंतलोभाणं ॥ १०४॥
अनुभागोदयोऽप्युदीरणायास्तुल्यः जघन्यं नवरम् । आवलिकान्ते सम्यक्त्ववेदक्षीणान्तलोभानाम् ॥१०४॥
અર્થ—અનુભાગનો ઉદય પણ તેની ઉદીરણા તુલ્ય સમજવો. માત્ર સમ્યક્ત્વમોહનીય, ત્રણ વેદ, ક્ષીણમોહ ગુણસ્થાનકે જેનો અંત થાય છે તે પ્રકૃતિઓ અને સંજ્વલનલોભના જઘન્ય રસનો ઉદય તે તે પ્રકૃતિની છેલ્લી આવલિકાના ચરમસમયે જાણવો.
ટીકાનુ—અનુભાગના ઉદયનું સ્વરૂપ અનુભાગની ઉદીરણાની જેમ સમજવું. એટલે કે જે રીતે જઘન્ય ઉત્કૃષ્ટ રસની ઉદીરણા ઉદીરણાકરણમાં વિસ્તારપૂર્વક કહેશે તે રીતે અહીં જઘન્ય ઉત્કૃષ્ટ રસનો ઉદય પણ કહેવો.
શું ઉદીરણાકરણમાં કહ્યું છે તે પ્રમાણે સઘળું અહીં કહેવું કે તેમાં કંઈ વિશેષ છે ? તો કહે છે કે આટલો વિશેષ છે. તે આ પ્રમાણે—
૧. નિદ્રાનો ઉદય જેઓ બારમા ગુણસ્થાનક સુધી માને છે તેમના મતે બારમાના દ્વિચરમસમયે નિદ્રા અને પ્રચલાના છેલ્લા સ્થાનકને અનુભવતા તેનો જધન્ય સ્થિત્યુદય સંભવે છે.