________________
પંચમદ્વાર
१४८
નથી. બંધાવલિકા-ઉદયાવલિકા હીન ઉત્કૃષ્ટ સ્થિતિનો ઉદય ઉદયબંધોત્કૃષ્ટા ક્યાસી પ્રકૃતિઓનો સમજવો. શેષ' પ્રકૃતિઓનો તો સત્તાગત સ્થિતિને અનુસરીને સમજવો, તેમાં પણ ઉક્ત ન્યાયે ઉદયપ્રાપ્ત એક સ્થિતિસ્થાનક વડે વધારે સમજવો. હવે જઘન્ય સ્થિતિના ઉદય સંબંધે વિશેષ કહે છે –
हस्सुदओ एगठिईणं निद्ददुणा एगियालाए ॥१०३॥
इस्वोदयः एकस्थितीनां निद्रानानामेकचत्वारिंशतः ॥१०३॥ અર્થ–પાંચ નિદ્રા હીન એકતાળીસ પ્રકૃતિઓનો છેલ્લી એક સ્થિતિનો જે ઉદય તે જઘન્ય ઉદય સમજવો..
ટીકાનુ–પહેલા જે પ્રકૃતિઓનો ઉદીરણાના કાળથી ઉદયનો કાળ વધારે કહ્યો છે તે એકતાળીસ પ્રવૃતિઓમાંથી પાંચ નિદ્રા બાદ કરતાં શેષ મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશકીર્તિ, તીર્થંકરનામ, ઉચ્ચગોત્ર, આયુ ચતુષ્ક, સાત અસાત વેદનીય, જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય ચાર, અંતરાય પાંચ, સંજવલન લોભ, ત્રણ વેદ, સમ્યક્વમોહનીય અને મિથ્યાત્વમોહનીય એ છત્રીસ પ્રકૃતિઓની છેલ્લી સમયમાત્ર સ્થિતિ રહે ત્યારે જઘન્ય સ્થિતિનો ઉદય સમજવો. એટલે કે અયોગી ગુણસ્થાનકના ચરમસમયે જેનો ઉદય હોય છે તે પ્રકૃતિઓનો તથા આયુચતુષ્ક, જ્ઞાનાવરણપંચક, અંતરાયપંચક, દર્શનાવરણચતુષ્ક, સંજવલનલોભ અને સમ્યક્વમોહનીય એ સઘળી પ્રકૃતિઓની સ્થિતિનો ક્ષય થતાં થતાં સત્તામાં છેલ્લું એક સ્થિતિસ્થાનક જ્યારે શેષ રહે ત્યારે તેને વેદતાં તેઓનો જઘન્યસ્થિતિનો ઉદય સમજવો.
ત્રણ વેદ તથા મિથ્યાત્વમોહનીયની પ્રથમ સ્થિતિને ભોગવતા ભોગવતા જ્યારે છેલ્લો એક સમય શેષ રહે ત્યારે તેને ભોગવતા તે પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિનો ઉદય સમજવો.
જે કે નિદ્રાપંચકનો શરીરપર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી
૧. ઉદય સંક્રમોત્કૃષ્ટા-મનુષ્યગતિ વગેરે ત્રીજા દ્વારની ૬રમી ગાથામાં જણાવેલ ત્રીસ પ્રવૃતિઓમાંથી સમ્યક્ત મોહનીય સિવાયની ઓગણત્રીસ પ્રવૃતિઓની પોતપોતાના ઉદયકાલે અન્ય પ્રકૃતિઓના સંક્રમથી
એક આવલિકા ન્યૂન પોતાના મૂળકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે. અને તે આવલિકા . ન્યૂન થયેલ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તામાંથી સંક્રમાવલિકા વ્યતીત થયા બાદ ઉદયાવલિકાની ઉપરનાં સર્વ સ્થિતિસ્થાનો ગત દલિકો ઉદીરણાયોગ્ય હોવાથી ત્રણ આવલિકા ન્યૂન પોતાના મૂળકર્મના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પ્રમાણ ઉત્કૃષ્ટ ઉદીરણા યોગ્ય સ્થિતિઓ હોય છે.
અનુદય બંધોત્કૃષ્ટા નરકગતિ આદિ વીસ તેમ જ જિનનામ તથા આહારક સપ્તક વિના અનુદાય સંક્રમોત્કૃષ્ટા મનુષ્યાનુપૂર્વી વગેરે દશ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ ઉદીરણા યોગ્ય સ્થિતિઓ અંતર્મુહૂર્ત ન્યૂન પોતપોતાના મૂળકર્મના ઉત્કૃષ્ટ સ્થિતિબંધની સમાન છે.
આહારક સપ્તકની અંતર્મુહૂર્ત ન્યૂન અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ અને જિનનામની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ઉત્કૃષ્ટ ઉદીરણા યોગ્ય સ્થિતિઓ છે. વિશેષ માટે આ જ ગ્રંથમાં ઉદીરણાકરણ જુઓ.
• પંચ ૧-૮૨