________________
પંચમદ્વાર
૬૧૭
અને અર્જધન્યરૂપ વિશેષનો સંભવ નથી. કારણ કે જ્યારે આયુ બંધાય ત્યારે આઠ કર્મનો બંધ થતો હોવાથી તેના બંધકાળે તેના ભાગમાં મૂળ પ્રકૃતિની અપેક્ષાએ હંમેશાં આઠમો ભાગ આવે માટે ન્યાયની રીતે હંમેશાં તેના ભાગમાં સરખી જ વર્ગણાઓ પ્રાપ્ત થાય, ઓછીવત્તી નહિ. તો પછી ઉત્કૃષ્ટાદિ વિશેષનો સંભવ કઈ રીતે હોઈ શકે ?
આ પ્રમાણે શિષ્ય પ્રશ્ન કર્યો ત્યારે આચાર્ય મહારાજ ઉત્તર આપે છે કે આયુ બંધાય ત્યારે આઠે કર્મ બંધાય છે અને મૂળ પ્રકૃતિની અપેક્ષાએ હંમેશાં આયુને આઠમો ભાગ પ્રાપ્ત થાય છે તેથી તેની અપેક્ષાએ ઉત્કૃષ્ટાદિ વિશેષનો સંભવ નથી, એ પ્રમાણે તે જે કહ્યું તે બરાબર છે. કારણ કે માત્ર આઠમા ભાગ આશ્રયીને હંમેશાં તેનું સરખાપણું અમે પણ કહ્યું જ છે, પરંતુ જે આ ઉત્કૃષ્ટાદિરૂપ વિશેષ છે તે યોગ અને સ્થિતિના ભેદથી છે એમ સમજવું. તે આ પ્રમાણે–
જ્યારે જીવ ઉત્કૃષ્ટ યોગે વર્તતો હોય છે ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશ–વધારેમાં વધારે વર્ગણાઓનું ગ્રહણ કરે છે. મધ્યમયોગે મધ્યમ અને જઘન્યયોગે જઘન્ય એટલે ઓછામાં ઓછી વર્ગણાઓ ગ્રહણ કરે છે. આ પ્રમાણે હોવાથી આયુકર્મનો ઉત્કૃષ્ટાદિરૂપ ભાગ પણ તેને અનુસાર જ હોય છે. તેમ જ જ્યારે મોટી સ્થિતિવાળું આયુકર્મ બંધાય ત્યારે ભાગ મોટો હોય છે અને જઘન્ય સ્થિતિવાળું બંધાય ત્યારે ભાગ પણ જઘન્ય હોય છે. આ પ્રમાણે યોગ અને સ્થિતિના ભેદે ઉત્કૃષ્ટાદિરૂપ વિશેષ હોય છે માટે એ ચારે ભાંગાનો સંભવ છે. ૮૨
આ પ્રમાણે ભાગ વિભાગની પ્રરૂપણા કરી. હવે સાદ્યાદિ પ્રરૂપણા કરવી જોઈએ. તે બે પ્રકારે છે. ૧. મૂળ પ્રકૃતિ વિષયક, ૨. અને ઉત્તરપ્રકૃતિ વિષયક. તેમાં પહેલાં મૂળ પ્રકૃતિ વિષયક પ્રરૂપણા કરવા ઇચ્છતા કહે છે–
मोहाउयवज्जाणं अणुक्कोसो साइयाइओ होइ । સારૂં યુવા સેસી સાડીમોફા સન્ચેવિ ૮રૂા. મોહાયુર્વજ્ઞનામનુષ્ટ સીદ્યો મવતિ |
साद्यध्रुवाः शेषा आयुर्मोहनीययोः सर्वेऽपि ॥८३॥ અર્થમોહ અને આયુ વર્જિત છ કર્મનો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ સાદિ આદિ ચાર ભેદે છે અને શેષ જઘન્યાદિ સાદિ સાત ભાગે છે. તથા આયુ અને મોહનીયકર્મના ચારે ભેદો સાદિ સાંત ભાંગે છે. ૮૩ 1 ટીકાનુ–મોહનીય અને આયુકર્મ સિવાય શેષ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, નામ, ગોત્ર અને અંતરાય કર્મનો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે
આ છ કર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ મોહનીયકર્મનો બંધવિચ્છેદ થયા પછી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ઉત્કૃષ્ટ યોગે વર્તમાન ક્ષેપક અથવા ઉપશમકને એક કે બે સમયપર્યત થાય છે. માટે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ તો સાદિ સાત જ હોય છે. આ સિવાયના અન્ય સઘળો પ્રદેશબંધ અનુત્કૃષ્ટ છે. તે અનુત્કૃષ્ટ પ્રદેશબંધ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરી ત્યાંથી પડતા અથવા ઉપશાંતમોહ ગુણસ્થાનકે * પંચ૦૧-૭૮