________________
પંચમદ્વાર
૬૩૧
આહીરકદ્ધિકનો મૂળ આઠે કર્મનો અને દેવગતિ પ્રાયોગ્ય એકત્રીસ પ્રકૃને બંધક જઘન્યયોગે વર્તમાન અપ્રમત્ત સંયત જઘન્ય પ્રદેશબંધનો સ્વામી છે.
દેવદ્રિક, વૈક્રિયદ્ધિક અને તીર્થંકર નામકર્મ એ પાંચ પ્રકૃતિઓના ભવ પ્રથમ સમયે વર્તમાન જઘન્ય યોગી અવિરતિ સમ્યગ્દષ્ટિ, જઘન્ય પ્રદેશબંધનો સ્વામી છે.
તેમાં તીર્થકર નામકર્મનો બંધક દેવ અથવા નારકી અનુક્રમે દેવભવમાંથી અથવા નરકભવમાંથી આવીને મનુષ્યભવમાં ઉત્પન્ન થતો ઉત્પત્તિના પ્રથમ સમયે વર્તમાન મનુષ્ય દેવગતિપ્રાયોગ્ય તીર્થંકર નામકર્મ સહિત ઓગણત્રીસ પ્રકૃતિ બાંધતો, જઘન્ય યોગી, વૈક્રિયદ્ધિક અને દેવદ્વિકનો જઘન્ય પ્રદેશબંધ કરે છે.
અહીં એમ શંકા થાય કે ઉક્ત ચાર પ્રકૃતિઓનો અસંજ્ઞીમાં શા માટે જઘન્ય પ્રદેશબંધ ન થાય? કારણ કે સંજ્ઞીથી અસંજ્ઞીમાં યોગ અલ્પ છે. તેના ઉત્તરમાં કહે છે કે અહીં અસંજ્ઞી બે પ્રકારનો છે. તે આ પ્રમાણે–૧. પર્યાપ્તો, ૨. અપર્યાપ્તો. તેમાં અપર્યાપ્તાને તો દેવગતિ પ્રાયોગ્ય કે નરકગતિ પ્રાયોગ્ય બંધ જ થતો નથી, પર્યાપ્તાને જ થાય છે અને પર્યાપ્ત અસંજ્ઞીને અપર્યાપ્ત સંજ્ઞીના યોગસ્થાનકથી અસંખ્યાતગુણ યોગ હોય છે.
શતકચૂર્ણિકાર કહે છે કે સંજ્ઞી અપર્યાપ્તાના યોગથી અસંશી પર્યાપ્તાનો યોગ અસંખ્યાતગુણો હોય છે.”
માટે અસંજ્ઞીમાં જઘન્ય પ્રદેશબંધ ઘટી શકતો નથી. તેથી ભવના પ્રથમ સમયે વર્તમાન અવિરતિ સમ્યગ્દષ્ટિ મનુષ્ય એ ચાર પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશબંધનો સ્વામી કહ્યો છે.
આ કહેવા વડે કોઈ એમ કહે છે કે હીનબળવાળા અસંજ્ઞીમાં વૈક્રિયષકનો જઘન્ય પ્રદેશબંધ થાય છે તેનું ખંડન કર્યું છે એમ સમજવું.
તીર્થકર નામકર્મનો બાંધનાર મનુષ્ય કાળ કરીને દેવમાં ઉત્પન્ન થાય ત્યાં ભવના પ્રથમ સમયે જઘન્ય યોગસ્થાનકે વર્તતો તીર્થકર નામકર્મ સહિત મનુષ્યપ્રાયોગ્ય ત્રીસ પ્રકૃતિ બાંધનાર દેવ જઘન્ય પ્રદેશબંધ કરે છે. પૂર્વાચાર્યોએ તેમ જ પ્રતિપાદન કરેલું હોવાથી અન્યત્ર તેઓ જઘન્ય પ્રદેશબંધ થતો નથી.
શતકચૂર્ણિમાં કહ્યું છે કે “તીર્થકર નામકર્મનો બંધક મનુષ્ય કાળ કરીને દેવમાં ઉત્પન્ન થાય તેને પ્રથમ સમયે મનુષ્યગતિ યોગ્ય તીર્થંકરનામ સહિત ત્રીસ પ્રકૃતિ બાંધતા સર્વ જઘન્ય યોગે વર્તતાં તીર્થંકર નામકર્મનો જઘન્ય પ્રદેશબંધ થાય, અન્યત્ર ન થાય.” - તથા મનુષ્યાય અને તિર્યંચા, વર્જિત શેષ એક સો નવ પ્રકૃતિઓનો સર્વથી જઘન્ય યોગે _
૧. અહીં અન્યત્ર ન થાય એમ કહ્યું છે માટે તીર્થંકરનામકર્મ બાંધી નરકમાં જનારને તીર્થંકરનામકર્મ સાથે મનુષ્ય પ્રાયોગ્ય ત્રીસ પ્રકૃતિ બાંધતા તીર્થંકર નામકર્મનો જઘન્ય પ્રદેશબંધ ન થાય એમ સમજવું. હેતુ એ જણાય છે કે દેવથી નરકમાં ભવના પ્રથમ સમયે પણ યોગ વધારે હોવો જોઈએ.
* ૨. અહીં ટીકામાં બે આયુ વિના એકસો નવ પ્રકૃતિઓ કહી, પરંતુ આ બે આયુ વિના એકસો સાત જ સંભવે છે. કારણ કે એકેન્દ્રિયો આ બે આયુષ્ય વિના એકસો સાત પ્રકૃતિઓ જ બાંધી શકે છે.