________________
૧૨૯
દેવાયુનો ઉત્કૃષ્ટ યોગસ્થાનને પ્રાપ્ત થયેલો અપ્રમત્ત સંયત ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો સ્વામી છે. તથા શેષ ત્રણ આયુનો ઉત્કૃષ્ટ યોગસ્થાનને પ્રાપ્ત થયેલો મિથ્યાર્દષ્ટિ ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો સ્વામી છે. આ પ્રમાણે મૂળપ્રકૃતિવિષયક અને ઉત્તરપ્રકૃતિવિષયક ઉત્કૃષ્ટ પ્રદેશબંધનું સ્વામિત્વ કહ્યું.
પંચમહાર
હવે જઘન્ય પ્રદેશબંધનું સ્વામિત્વ કહેવું જોઈએ. તેમાં પહેલા મૂળપ્રકૃતિવિષયક કહે છે—
આયુ વિના સાતે મૂળપ્રકૃતિઓનો ઉત્પત્તિના પ્રથમ સમયે વર્તમાન, સર્વથી અલ્પ વીર્યવાળો લબ્ધિ અપર્યાપ્ત, સૂક્ષ્મ નિગોદ જીવ જઘન્ય પ્રદેશબંધનો સ્વામી છે.
ઉત્પત્તિના બીજા સમયે વર્તતો તે સૂક્ષ્મ નિગોદ જીવ શા માટે જઘન્ય પ્રદેશબંધનો સ્વામી નથી હોતો ? તેના ઉત્તરમાં કહે છે કે—બીજે સમયે પહેલા સમયથી અસંખ્યગુણ વધતા યોગસ્થાનકે જાય છે. કારણ કે સઘળા અપર્યાપ્તા જીવો અપર્યાપ્તાવસ્થામાં પ્રતિસમય પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અસંખ્ય અસંખ્યગુણ વધતા યોગસ્થાનકે જાય છે, માટે બીજે સમયે જઘન્ય પ્રદેશબંધ હોતો નથી.
શતકચૂર્ણિકાર મહારાજ કહે છે કે—‘સઘળા અપર્યાપ્તા જીવો સમયે સમયે અસંખ્યગુણ યોગ વડે વધે છે માટે બીજા આદિ સમયોમાં જઘન્ય પ્રદેશબંધ ઘટી શકતો નથી.'
આયુનો પણ તે જ લબ્ધિ અપર્યાપ્તો અન્ય સૂક્ષ્મનિગોદની અપેક્ષાએ સર્વમંદ યોગસ્થાનવત્તિ સૂક્ષ્મ નિગોદનો આત્મા પોતાના આયુના ત્રીજા ભાગના પહેલે સમયે વર્તતો જઘન્ય પ્રદેશબંધ કરે છે. પરંતુ ત્યારપછીના સમયે કરતો નથી. કારણ કે અપર્યાપ્તો હોવાથી તેની પછીના સમયે અસંખ્યગુણ વધતા યોગસ્થાનકે જાય છે માટે ત્યાં જઘન્ય પ્રદેશબંધ ઘટતો નથી, તેથી પોતાના આયુના ત્રીજા ભાગના પહેલા સમયે જઘન્ય પ્રદેશબંધ કરે છે એમ કહ્યું છે. શિવશર્મસૂરિ મહારાજ કહે છે કે—ઉત્પત્તિના પહેલે સમયે જઘન્ય યોગે વર્તમાન અપર્યાપ્ત સૂક્ષ્મનિગોદ સાતે કર્મનો જઘન્ય પ્રદેશબંધ કરે છે. અને આયુનો બંધ કરતો તે જ સૂક્ષ્મનિગોદ્દીઓ આયુનો જઘન્ય પ્રદેશબંધ કરે છે.’
આ પ્રમાણે મૂળપ્રકૃતિવિષયક જઘન્ય પ્રદેશનું સ્વામિત્વ કહ્યું. હવે ઉત્તરપ્રકૃતિ સંબંધે જઘન્ય પ્રદેશબંધનું સ્વામિત્વ કહે છે जहन्नयं तस्स वच्चासे ॥९१॥
जघन्यं तस्य व्यत्यासे ॥ ९१ ॥
અર્થ—ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામિત્વના વિષયમાં જે રીતે કહ્યું તેનાથી વિપર્યાસ કરતા જઘન્ય પ્રદેશબંધ થાય છે.
ટીકાનુ—ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામિત્વ સંબંધે જે હકીકત કહી છે તેનો વિપર્યાસ કરવાથી જઘન્ય પ્રદેશબંધનો સ્વામી થાય છે. તે આ પ્રમાણે—