Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમહાર :
૬૨૭
હવે અધુવબંધિની પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામિત્વના એટલે કે કયો જીવ તેનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરી શકે તેના જ્ઞાન માટે ટૂંકો ઉપાય બતાવે છે–
अप्पतरपगइबंधे उक्कडजोगी उ सन्नीपज्जत्तो । कुणइ पएसुक्कोसं अल्पतरप्रकृतिबन्धे उत्कृष्टयोगी तु संज्ञिपर्याप्तः । करोति प्रदेशोत्कृष्टम्
અર્થ—જ્યારે અલ્પ પ્રકૃતિઓનો બંધ થતો હોય ત્યારે ઉત્કૃષ્ટ યોગે વર્તમાન સંજ્ઞી પર્યાપ્તો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે.
ટીકાનુ–જ્યારે મૂળપ્રકૃતિઓનો અતિ અલ્પબંધ થતો હોય ત્યારે ઉત્કૃષ્ટ યોગસ્થાનકે વર્તમાન પર્યાપ્ત સંજ્ઞી એક અથવા બે સમય અધુવબંધિની પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે એટલે કે જ્યારે કોઈપણ વિવક્ષિત પ્રકૃતિના ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો વિચાર કરવામાં આવે ત્યારે મૂળકર્મ તેમ જ તેની સ્વજાતીય અન્ય પ્રકૃતિઓ પણ જેટલી બની શકે તેટલી ઓછી બંધાતી હોય અને ઉત્કૃષ્ટ યોગસ્થાનક હોય ત્યારે પર્યાપ્ત સંજ્ઞીને તેનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. તે આ પ્રમાણે–
સાતવેદનીય, ઉચ્ચગોત્ર અને યશકીર્તિ એ ત્રણ પ્રકૃતિઓનો છ કર્મનો બંધક ઉત્કૃષ્ટ યોગસ્થાનકે વર્તમાન સૂક્ષ્મસંપરાયવર્તિ આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો સ્વામી છે. કારણ કે આયુના
અને મોહનીયના ભાગનો અને યશકીર્તિમાં અબધ્યમાન સ્વજાતીય પ્રકૃતિઓના ભાગનો પણ - પ્રવેશ થાય છે.
પુરુષવેદનો અનિવૃત્તિ બાદર સંપરાયવર્તિ ઉત્કૃષ્ટયોગી આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો સ્વામી છે. કારણ કે મિથ્યાત્વ અને અનંતાનુબંધી આદિ પ્રકૃતિઓના ભાગનો પણ પ્રવેશ થાય છે.
દેવગતિ પ્રાયોગ્ય તીર્થંકર નામકર્મ સાથે ઓગણત્રીસ પ્રકૃતિ બાંધતો અવિરતિ સમ્યગ્દષ્ટિથી આરંભી અપૂર્વકરણના છઠ્ઠા ભાગ સુધીમાં ઉત્કૃષ્ટ યોગે વર્તમાન આત્મા તીર્થંકર નામકર્મના ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો સ્વામી છે.
ન ઉત્કૃષ્ટ યોગે વર્તમાન અપ્રમત્તસંયત તથા અપૂર્વકરણવર્તિ આહારકદ્ધિક સહિત દેવગતિ યોગ્ય ત્રીસ પ્રકૃતિનો બંધક આત્મા આહારકઠિકના ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો સ્વામી છે.
" કહ્યું છે કે–આહારકદ્ધિકના બંધમાં અપ્રમત્ત અને અપૂર્વકરણ બંને ગ્રહણ કર્યા છે. ઉત્કૃષ્ટ યોગે વર્તમાન તે બંનેને દેવગતિ યોગ્ય આહારકદ્ધિક સાથે ત્રીસ બાંધતા ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. એકત્રીસના બંધમાં થતો નથી, કારણ કે ભાગો ઘણા થાય.”
તથા હાસ્ય, રતિ, અરતિ, અને શોક મોહનીયના ઉત્કૃષ્ટ યોગે વર્તમાન અવિરતિ સમ્યગ્દષ્ટિ ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો સ્વામી છે.
૧. અહીં એકલા અવિરતિ સમ્યગ્દષ્ટિ લીધા છે. પરંતુ કર્મગ્રંથની ટીકામાં અવિરતિ સમ્યગ્દષ્ટિથી અપૂર્વકરણ સુધીના ઉત્કૃષ્ટ યોગે વર્તતા સઘળા લીધા છે. પરંતુ અહીં એમ લાગે છે કે મોહનીયની સત્તર અને તેર પ્રકૃતિના બંધક ચોથા પાંચમાવાળા ન લેવા જોઈએ. પરંતુ નવ પ્રકૃતિના બંધક છઠ્ઠા, સાતમા અને