Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૯૨૮
પંચસંગ્રહ-૧ તથા તિર્યદ્ગિક, અસાતવેદનીય, નીચગોત્ર, સ્ત્રીવેદ અને નપુંસકવેદનો સાત કર્મનો બંધક મિથ્યાદષ્ટિ ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો સ્વામી છે.
હુંડકસ્થાન, સ્થાવર, અયશ-કીર્તિ, ઔદારિક, પ્રત્યેક સાધારણ, સૂક્ષ્મ બાદર, એકેન્દ્રિય જાતિ અને અપર્યાપ્તનામકર્મ એ સઘળી પ્રકૃતિના એકેન્દ્રિયયોગ્ય ત્રેવીસ પ્રકૃતિનો બંધક ઉત્કૃષ્ટ યોગે વર્તમાન મિથ્યાદષ્ટિ ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો સ્વામી છે.
બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિયજાતિ, છેવટું સંઘયણ, ઔદારિક અંગોપાંગ, મનુષ્યદ્ધિક અને ત્રસનામકર્મનો અપર્યાપ્ત બેઈન્દ્રિયાદિ યોગ્ય પચીસ પ્રકૃતિનો બંધક ઉત્કૃષ્ટ યોગે વર્તમાન મિથ્યાદૃષ્ટિ ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો સ્વામી છે.
પરાઘાત, ઉચ્છવાસ અને પર્યાપ્તનામકર્મનો એકેન્દ્રિય યોગ્ય પચીસ પ્રકૃતિનો બંધક ઉત્કૃષ્ટ યોગી મિથ્યાદિ સ્વામી છે.
આતપ અને ઉદ્યોતનો એકેન્દ્રિયયોગ્ય છવ્વીસનો બંધક સ્વામી છે.
સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, સમચતુરગ્નસંસ્થાન, પ્રશસ્તવિહાયોગતિ, દેવદ્રિક, વૈક્રિયદ્ધિક, દુર્ભગર, અનાદેય અશુભ અને અસ્થિર એ પંદર પ્રવૃતિઓનો દેવગતિપ્રાયોગ્ય અઠ્યાવીસ પ્રકૃતિનો બંધક ઉત્કૃષ્ટ યોગ્ય વર્તમાન સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાદષ્ટિ ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો સ્વામી છે.
તથા નરકદ્ધિક, અપ્રશસ્તવિહાયોગતિ અને દુઃસ્વરનામકર્મનો નરકગતિ પ્રાયોગ્ય અઠ્યાવીસનો બંધક ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો સ્વામી છે.
મધ્યમ ચાર સંઘયણ અને મધ્યમ ચાર સંસ્થાનનો તિર્યંચ અને મનુષ્યગતિ યોગ્ય ઓગણત્રીસ પ્રકૃતિનો બંધક અને વજઋષભનારાચસંઘયણનો મનુષ્યગતિ યોગ્ય ઓગણત્રીસનો બંધક ઉત્કૃષ્ટ યોગે વર્તમાન મિથ્યાદષ્ટિ ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો સ્વામી છે.
આઠમાં ગુણસ્થાનકવાળા લેવા જોઈએ. કારણ કે તેઓને અલ્પ પ્રકૃતિઓનો બંધ છે. અને અબધ્યમાન મિથ્યાત્વ, અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણનો ભાગ પણ પ્રાપ્ત થાય છે. એટલે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ તેઓ જ કરી શકે એમ લાગે છે. તત્ત્વ કેવળીગમ્ય.
૧. તિર્યશ્વિકાદિ પ્રવૃતિઓ સમ્યગ્દષ્ટિ બાંધતા નથી માટે મિથ્યાષ્ટિ તેના ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો સ્વામી છે તે બરાબર છે. પરંતુ અસાતવેદનીયને તો સમ્યક્તી પણ બાંધે છે માટે તે પણ તેના ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો સ્વામી હોવો જોઈએ. કર્મગ્રંથની ટીકામાં લીધો છે.
૨. દેવગતિ પ્રાયોગ્ય અઠ્યાવીસ બાંધતા દુર્ભગ અને અનાદેયનો બંધ થતો નથી છતાં અહીં લીધો છે તેનો આશય સમજાતો નથી, બાકી એ બે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ એકેન્દ્રિયયોગ્ય ત્રેવીસ બાંધતા સંભવે છે. ત્રેવીસનો બંધક મિથ્યાદષ્ટિ તેનો અધિકારી છે. અસ્થિર અને અશુભના ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો પણ એ જ અધિકારી સંભવે છે અને સ્વોપજ્ઞ ટીકામાં પણ આ દુર્ભગ આદિ ચારેનો એકેન્દ્રિય પ્રાયોગ્ય ત્રેવીસનો બંધક સ્વામી કહેલ છે.
૩. પ્રથમ સંઘયણના ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો બંધાધિકારી તિર્યંચગતિ યોગ્ય ઓગણત્રીસનો બંધક પણ કર્મગ્રંથની ટીકામાં લીધો છે.