________________
૬૨૬
પંચસંગ્રહ-૧ ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો સ્વામી છે. કારણ કે તેનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરતાં મિથ્યાત્વ, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણાદિ પ્રકૃતિઓના ભાગનો તેમાં પ્રવેશ થાય છે માટે.
અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો સાતનો બંધક ઉત્કૃષ્ટ યોગે વર્તમાન અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો સ્વામી છે. કેમકે આયુના ભાગનો તેમ જ મિથ્યાત્વ અને અનંતાનુબંધિના ભાગનો તેમાં પ્રવેશ થાય છે.
પ્રત્યાખ્યાનાવરણીય કષાયનો સાતનો બંધક, ઉત્કૃષ્ટ યોગસ્થાનકને પ્રાપ્ત થયેલો દેશવિરતિ આત્મા, ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો સ્વામી છે. મિથ્યાત્વ, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ અને આયુના ભાગનો તેમાં પ્રવેશ થાય છે માટે.
તૈજસ, કાર્મણ, અગુરુલઘુ, ઉપઘાત, વર્ણચતુષ્ક અને નિર્માણ એ નવપ્રકૃતિઓનો સાતકર્મનો બંધક, તેમાં પણ નામકર્મની એકેન્દ્રિયયોગ્ય ત્રેવીસ પ્રકૃતિ બાંધતો, ઉત્કૃષ્ટ યોગસ્થાનકે વર્તમાન, મિથ્યાદષ્ટિ આત્મા એક કે બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો સ્વામી છે.
મિથ્યાત્વ, અનંતાનુબંધિ અને સ્વાદ્ધિત્રિકરૂપ ધ્રુવબંધિ પ્રવૃતિઓના અને નામવાર દરેક અધુવબંધિની પ્રકૃતિઓના લઘુ ઉપાય-સહેલી યુક્તિ બતાવવા દ્વારા ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી ગ્રંથકાર મહારાજ આગળ ઉપર પોતાની મેળે જ કહેશે. ૮૯
હવે પૂર્વોક્ત ત્રીસ પ્રવૃતિઓનો જે અનુત્કૃષ્ટ પ્રદેશબંધ સાદિ આદિ ચાર પ્રકારે કહ્યો છે તેના તથા અધુવબંધી પ્રકૃતિઓના ઉત્કૃષ્ટાદિ ચાર પ્રકારના પ્રદેશબંધ સંબંધે જે સાદિ-સાંત ભંગ કહ્યો છે તેનો વિચાર કરવા માટે કહે છે
निययअबंधचुयाणं णुक्कोसो साइणाइ तमपत्ते । साई अधुवोऽधुवबंधियाणधुवबंधणा चेव ॥१०॥ निजकाबन्धच्युतानामनुत्कृष्टः सादिरनादिस्तमप्राप्तानाम् ।।
सादिरध्रुवोऽध्रुवबन्धिनीनामध्रुवबन्धनादेव ॥१०॥ અર્થપૂર્વોક્ત ત્રીસ પ્રવૃતિઓના પોતાના અબંધસ્થાનકથી પડેલાઓને તેનો અનુત્કૃષ્ટ થાય તેથી સાદિ અને તે સ્થાનકને નહિ પ્રાપ્ત થયેલાને અનાદિ છે. તથા અધુવબંધિની પ્રકૃતિઓના ઉત્કૃષ્ટાદિ ચારે તેઓ અધુવબંધી હોવાથી જ સાદિ સાંત છે.
ટીકાનું–જ્ઞાનાવરણપંચક, દર્શનાવરણષટ્રક, અંતરાયપંચક, અનંતાનુબંધી વર્જીને બાર કષાય, ભય અને જુગુપ્સા એ ત્રીસ ધ્રુવબંધિની પ્રકૃતિઓના પોતપોતાના અબંધસ્થાનકથી અથવા ઉપલક્ષણ દ્વારા ઉત્કૃષ્ટ બંધસ્થાનકથી પડેલાઓને અનુકૂષ્ટ પ્રદેશબંધ થાય ત્યારે તે બંધ સાદિ થાય અને તે અબંધસ્થાનને અથવા ઉત્કૃષ્ટ બંધસ્થાનને નહિ પ્રાપ્ત થયેલાને અનાદિ અને ધ્રુવ-અધ્રુવ, અભવ્ય અને ભવ્યની અપેક્ષાએ છે.
તથા અધુવબંધી પ્રકૃતિઓના ઉત્કૃષ્ટાદિ ચારે બંધ તેઓ અધુવબંધી હોવાથી સાદિ સાંત ભાંગે સમજવા. ૯૦