Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમદાર
મિશ્રદષ્ટિ તો આયુનો બંધ જ કરતો નથી માટે તેનો પણ નિષેધ કર્યો છે.
મોહનીયકર્મનો સાતના બંધક મિથ્યાદષ્ટિ, અવિરતિ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્તસંયત, અપ્રમત્તસંયત, અપૂર્વકરણ અને અનિવૃત્તિ બાદર સંપરાય એ સાત ગુણસ્થાનકવર્તિ આત્માઓ ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી છે. આ સઘળાઓને ઉત્કૃષ્ટ યોગસ્થાન અને મોહનીયના બંધનો સદ્ભાવ છે માટે.
શિવશર્મસૂરિ મહારાજ કહે છે કે “આયુકર્મના ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી પાંચ ગુણસ્થાનકવાળા અને મોહનીયકર્મના સાત ગુણસ્થાનકવાળા જીવો છે.”
અહીં શંકા કરે છે કે–સાસ્વાદન સમ્યગ્દષ્ટિ અને મિશ્રદષ્ટિ આત્માઓ મોહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી કેમ હોતા નથી ? તેના ઉત્તરમાં કહે છે કે તેઓને ઉત્કૃષ્ટ યોગ હોતો નથી માટે હોતા નથી. તેમાં સાસ્વાદને ઉત્કૃષ્ટ યોગ કેમ નથી હોતો તેની યુક્તિ હમણાં જ કહી ગયા અને સમ્યમ્મિગ્લાદષ્ટિને પૂર્વસૂરિ મહારાજના પ્રવચનથી ઉત્કૃષ્ટ યોગ નથી હોતો એમ સમજવું. તે પૂર્વસૂરિ મહારાજનું વચન આ છે–
સાસણ સન્મામિ છેસુલોનો ગોળો ને હવત્તિ' સાસ્વાદન અને મિશ્રદષ્ટિને ઉત્કૃષ્ટ યોગ હોતો નથી.
માટે ઉપરોક્ત સાત ગુણસ્થાનકવાળા જ મોહનીયના ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી છે. - તથા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, નામ, ગોત્ર અને અંતરાય એ છે કર્મનો ઉત્કૃષ્ટ યોગસ્થાનને પ્રાપ્ત થયેલો સૂક્ષ્મસંપરાયવર્તિ આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો સ્વામી છે. કારણ કે નહિ બંધાતા આયુ અને મોહનીયનો ભાગ પણ તેને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે મૂળ પ્રકૃતિ વિષયક ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામિત્વનો વિચાર કર્યો.
હવે ઉત્તર પ્રકૃતિવિષયક સ્વામિત્વનો વિચાર કરે છે–જ્ઞાનાવરણપંચક, દર્શનાવરણચતુષ્ક અને અંતરાયપંચક એ ચૌદ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ યોગસ્થાનકને પ્રાપ્ત થયેલ સૂક્ષ્મસંપરાયવર્તિ આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો સ્વામી છે. કારણ કે મોહનીય અને આયુના ભાગનો પણ તેમાં સમાવેશ થાય છે અને દર્શનાવરણચતુષ્કમાં સ્વજાતીય અબધ્યમાન નિદ્રાપંચકના ભાગનો પણ પ્રવેશ થાય છે.
સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભનો ઉત્કૃષ્ટ યોગસ્થાનકે વર્તમાન અનિવૃત્તિ બાદર સંપરાયવર્તિ આત્મા અનુક્રમે ચાર, ત્રણ, બે અને એક પ્રકૃતિને જ્યારે બાંધતો હોય ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો સ્વામી છે. બંધ આશ્રયી વિચ્છિન્ન થયેલી પ્રકૃતિઓના ભાગનો પ્રવેશ થાય છે માટે.
નિદ્રાદ્વિકના અવિરતિ સમ્યગ્દષ્ટિથી આરંભી અપૂર્વકરણ પર્યતવર્તિ ઉત્કૃષ્ટ યોગસ્થાનકે વર્તમાન સાતકર્મનો બંધક આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો સ્વામી છે. આ સઘળાં ગુણસ્થાનકોમાં ઉત્કૃષ્ટ યોગ અને તે પ્રકૃતિના બંધનો સંભવ છે અને થીણદ્વિત્રિક અને આયુના ભાગનો પ્રવેશ થાય છે.
ભય અને જુગુપ્સાનો ઉત્કૃષ્ટ યોગસ્થાનકે વર્તમાન અપૂર્વકરણ ગુણસ્થાનકવર્તિ આત્મા પંચ૦૧-૭૯