Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમત્કાર
દર્શનાવરણીયમાં તો સ્વજાતીય નહિ બંધાતી પ્રકૃતિઓનો ભાગ પણ પ્રાપ્ત થાય છે. તે પ્રતિનિયત એક કે બે સમય જ થતો હોવાથી સાદિ સાંત છે. ત્યારપછી સમયાન્તરે મંદયોગસ્થાને વર્તમાન તે જ આત્માને અનુત્કૃષ્ટ પ્રદેશબંધ થાય ત્યારે, અથવા ઉપશાંતમોહ ગુણસ્થાનકે બંધવિચ્છેદ કરીને ત્યાંથી પડે અને અનુત્કૃષ્ટ પ્રદેશબંધ કરે ત્યારે તેની સાદિ થાય. તે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ યોગ્ય સ્થાન અથવા વ્યવચ્છેદ સ્થાનને જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ છે.
નિદ્રા અને પ્રચલાનો ઉત્કૃષ્ટ યોગસ્થાને વર્તમાન સાતકર્મના બંધક અવિરતિ સમ્યગ્દષ્ટિથી આરંભી અપૂર્વકરણ પર્યન્તવર્તિ આત્માને એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. કારણ કે ઉત્કૃષ્ટ યોગસ્થાનનો સંભવ હોવાથી ઘણાં દલિતો ગ્રહણ કરે છે અને નહિ બંધાતા આયુ તથા સ્થાનદ્વિત્રિકનો ભાગ પ્રાપ્ત થાય છે. તે એક કે બે સમય સુધી જ હોવાથી સાદિ સાંત છે. ત્યારપછી સમયાન્તરે અનુત્કૃષ્ટ પ્રદેશ બંધ થાય એટલે તે પણ સાદિ થાય, અથવા બંધવિચ્છેદ સ્થાનને પ્રાપ્ત કરી ત્યાંથી પડે ત્યારે મંદ યોગસ્થાનકે વર્તતા અનુત્કૃષ્ટ પ્રદેશબંધ થાય તેથી પણ તે સાદિ થાય. ઉત્કૃષ્ટ પ્રદેશબંધ યોગ્ય સ્થાન અથવા બંધવિચ્છેદ સ્થાનને જેઓ પ્રાપ્ત કર્યું નથી. તેઓને અનાદિ અને ધ્રુવ-અધ્રુવ, અભવ્ય અને ભવ્યની અપેક્ષાએ છે.
અપ્રત્યાખ્યાનાવણ ચતુષ્કનો ઉત્કૃષ્ટ યોગે વર્તમાન અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્માને એક કે બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. કારણ કે ઉત્કૃષ્ટ યોગસ્થાનકને પ્રાપ્ત થયેલ હોવાથી ઘણાં દલિકો ગ્રહણ કરે છે અને સ્વજાતીય મિથ્યાત્વ તથા અનંતાનુબંધી નહિ બંધાતી હોવાથી તેના ભાગનો તેમાં પ્રવેશ થાય છે. તે ઉત્કૃષ્ટ યોગસ્થાનેથી પડે ત્યારે અથવા બંધવિચ્છેદ સ્થાનને પ્રાપ્ત કરી ત્યાંથી પડે ત્યારે મંદ યોગસ્થાનકે વર્તતા અનુત્કૃષ્ટ પ્રદેશબંધનો આરંભ કરે ત્યારે તેની સાદિ થાય. તે ઉત્કૃષ્ટ બંધસ્થાન અથવા વ્યવચ્છેદ સ્થાનને જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, ધ્રુવ-અધ્રુવ, અભવ્ય અને ભવ્યની અપેક્ષાએ ઘટે છે.
પ્રત્યાખ્યાનાવરણ ચતુષ્કનો ઉત્કૃષ્ટ યોગસ્થાનકે વર્તતા દેશવિરતિ આત્માને એક અથવા બે સમયપર્યત ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે, કારણ કે ઉત્કૃષ્ટ યોગના વશથી ઘણાં દલિકો ગ્રહણ કરે છે તથા સ્વજાતીય બંધાતી મિથ્યાત્વ, અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનાવરણરૂપ પ્રકૃતિઓના ભાગનો તેમાં પ્રવેશ થાય છે, તે એક કે બે સમય જ થતો હોવાથી સાદિ સાંત છે. તે ઉત્કૃષ્ટથી
પડતા અનુત્કૃષ્ટ પ્રદેશબંધ થાય ત્યારે અથવા બંધવિચ્છેદ સ્થાનને પ્રાપ્ત કરી ત્યાંથી પડે ત્યારે ' મંદયોગસ્થાને વર્તતા અનુત્કૃષ્ટ પ્રદેશબંધ થાય ત્યારે તેની સાદિ થાય, તે ઉત્કૃષ્ટ બંધ યોગ્ય સ્થાન
અથવા બંધવિચ્છેદ સ્થાનને જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ અને ધ્રુવ-અધ્રુવ અભવ્ય અને ભવ્યની અપેક્ષાએ છે.
ભવ્ય અને જુગુપ્સાનો ઉત્કૃષ્ટ યોગિ અપૂર્વકરણ ગુણસ્થાનકે વર્તમાન આત્માને એક
૧. અહીં અબધ્યમાન મિથ્યાત્વ તથા અનંતાનુબંધી આદિ બાર કષાયનો ભાગ મળતો હોવાથી ભય-જુગુપ્સાના ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી અપૂર્વકરણ ગુણસ્થાનક વર્તી કહ્યા છે. પરંતુ અબધ્યમાન મિથ્યાત્વાદિ તેર પ્રકૃતિઓનો ભાગ પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાને પણ મળે છે. તેથી આ બે ગુણસ્થાનક