________________
પંચમત્કાર
૬૦૩ જ્યારે હોય, ત્યારે પરિણામમાં તીવ્રતા હોતી નથી, તેથી જઘન્ય રસબંધ થઈ શકે છે. માટે તેઓના જઘન્ય રસબંધમાં પરાવર્તમાન પરિણામ બંધહેતુ તરીકે કહ્યો છે.
સમ્યગ્દષ્ટિ જીવોને આ પ્રવૃતિઓનો પરાવર્તન થવા વડે બંધ થતો નથી. શા માટે થતો નથી ? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે સમ્યગ્દષ્ટિ દેવ અથવા નારકી મનુષ્યદ્ધિક અને વજઋષભનારાચસંઘયણ નામકર્મના બંધક થાય છે. તથાભવસ્વભાવે તેઓ દેવદ્રિક બાંધતા નથી. અને જે સમ્યગ્દષ્ટિ તિર્યંચ આદિ છે તે દેવદ્રિક બાંધે છે, મનુષ્યદ્રિક અને વજઋષભનારાચ બાંધતા નથી. તેમ તેઓ સમ્યગ્દષ્ટિ હોવાથી ઉક્ત પ્રકૃતિઓની વિરોધી અન્ય પ્રકૃતિઓ પણ બાંધતા નથી, તથા સમચતુરગ્નસંસ્થાન, પ્રશસ્તવિહાયોગતિ સુભગ, સુસ્વર આદેય અને ઉચ્ચગોત્રની પ્રતિપક્ષ પ્રકૃતિઓ સમ્યદૃષ્ટિ જીવોને બંધાતી જ નથી, માટે ઉપરોક્ત ત્રેવીસ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ મિથ્યાદષ્ટિ કરે છે એમ કહ્યું છે.
તથા અરતિ અને શોકનો પ્રમત્ત સંયત પ્રમત્તેથી અપ્રમત્તે જતા અતિવિશુદ્ધ પરિણામ હોવાથી જઘન્ય રસબંધ કરે છે.
ગાથામાં મૂકેલ તુ શબ્દ અનેક અર્થવાળો હોવાથી ગાથામાં નહિ કહેલ પ્રકૃતિઓના જઘન્ય રસબંધનો પણ આક્ષેપ કરે છે. તે આ પ્રમાણે–
જ્ઞાનાવરણપંચક, દર્શનાવરણચતુષ્ક અને અંતરાયપંચક એ ચૌદ પ્રકૃતિઓનો સૂક્ષ્મ- સંપરાય ગુણસ્થાનકે વર્તમાન ક્ષપક આત્મા બંધવિચ્છેદ સમયે એક સમયમાત્ર જઘન્ય રસબંધ કરે છે. તેથી તે તેના જઘન્ય રસબંધના સ્વામી છે. કારણ કે તે પ્રકૃતિઓના બાંધનારા જીવોમાં તેને જ અત્યંત વિશુદ્ધ પરિણામ છે.
પુરુષવેદ અને સંજવલન ચતુષ્કનો અનિવૃત્તિબાદરસપરાય ગુણસ્થાનકે વર્તમાન ક્ષેપક તે તે પ્રકૃતિઓના બંધવ્યવચ્છેદ સમયે એક સમયમાત્ર જઘન્ય રસબંધ કરે છે. તેના બંધકમાં તેની જ અત્યંત વિશુદ્ધિ છે માટે.
અપ્રશસ્ત વર્ણ ચતુષ્ક, નિદ્રા, પ્રચલા, ઉપઘાત, હાસ્યરતિ, ભય, જુગુપ્સારૂપ અગિયાર પ્રકૃતિઓનો ક્ષપણાને યોગ્ય અપૂર્વકરણે વર્તમાન આત્મા તે તે પ્રકૃતિઓના બંધવ્યવચ્છેદ સમયે એક સમયમાત્ર જઘન્ય રસબંધ કરે છે.
સ્યાનદ્વિત્રિક, મિથ્યાત્વ અને અનંતાનુબંધિ કષાય એ આઠ પ્રકૃતિઓનો સમ્યક્ત અને સંયમ એ બંનેને યુગપ-એક સાથે પ્રાપ્ત કરનાર મિથ્યાદૃષ્ટિ જીવ મિથ્યાત્વ ગુણસ્થાનકના ચરમ સમયે જઘન્ય રસબંધ કરે છે.
અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો સંયમને પ્રાપ્ત કરનાર અવિરતિ સમ્યગ્દષ્ટિ, પ્રત્યાખ્યાનાવરણ કષાયનો સર્વવિરતિને પ્રાપ્ત કરવા ઇચ્છતો દેશવિરતિ જઘન્ય રસબંધ કરે છે. આ સઘળું ગાથામાં નથી કહ્યું છતાં સમજી લેવું. ૭૪
આ પ્રમાણે સ્વામિત્વ આશ્રયી વિચાર કર્યો. હવે અનુભાગબંધના અધ્યવસાયો અને અનુભાગના અવિભાગ પલિચ્છેદોના પ્રમાણના નિરૂપણ માટે અલ્પબહુત કહે છે