Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમત્કાર
૬૦૭
सेढिअसंखेज्जंसो जीगट्टाणा तओ असंखेज्जा । पयडीभेआ तत्तो ठिड्भेया होंति तत्तोवि ॥५॥ ठिइबंधज्झवसाया तत्तो अणुभागबंधठाणाणि । तत्तो कम्मपएसा णंतगुणा तो रसच्छेया ॥७६॥
श्रेण्यसंख्येयांशो योगस्थानानि ततोऽसंख्येयाः । प्रकृतिभेदास्ततः स्थितिभेदा भवन्ति ततोऽपि ॥५॥ स्थितिबन्धाध्यवसायास्ततोऽनुभागबन्धस्थानानि ।
ततः कर्मप्रदेशा अनन्तगुणास्ततो रसच्छेदाः ॥७६॥ અર્થ સૂચિશ્રેણિના અસંખ્યાતમ ભાગમાં રહેલ આકાશપ્રદેશપ્રમાણ યોગસ્થાનકો છે, તેનાથી અસંખ્યાતગુણા પ્રકૃતિના ભેદો છે, તેનાથી અસંખ્યાતગુણા સ્થિતિના ભેદો છે. તેનાથી અસંખ્યાતગુણા સ્થિતિબંધના અધ્યવસાયો છે, તેનાથી અસંખ્યાતગુણા રસબંધના અધ્યવસાયો છે, તેનાથી અનંતગુણા કર્મના પ્રદેશો છે અને તેનાથી અનંતગુણા રસાણુઓ છે.
ટીકાનુ-સાત રાજે પ્રમાણ ઘનીકૃત લોકાકાશની એક પ્રાદેશિકી જે પંક્તિ તે શ્રેણિસૂચિશ્રેણિ કહેવાય છે, તે સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશ પ્રદેશો છે તેટલાં યોગસ્થાનકો છે. તેનાથી પણ અસંખ્યાતગુણા પ્રકૃતિના ભેદો છે. એક એક પ્રકૃતિના તીવ્ર અને મંદપણા વડે ઉત્પન્ન થયેલા જે વિશેષો છે તેની અપેક્ષાએ અસંખ્યાતા ભેદો ઘટે છે. તે આ પ્રમાણે–
અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણના અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ ભેદો છે. કારણ કે તે ભેદોના વિષયરૂપ ક્ષેત્ર અને કાળના તારતમ્ય વડે ક્ષયોપશમના તેટલા ભેદો આગમમાં કહ્યા છે. તથા ચાર આનુપૂર્વી નામકર્મના બંધ અને ઉદયની વિચિત્રતા વડે લોકના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશપ્રમાણ ભેદો છે.
૧. ક્ષયોપશમ વિશેષે અવધિજ્ઞાનના અસંખ્યાતા ભેદો થાય છે. જેમકે કોઈને મંદ ક્ષયોપશમ હોવાથી અલ્પ અવધિજ્ઞાન હોય. કોઈને થોડો વધારે ક્ષયોપશમ હોવાથી થોડું વધારે અવધિજ્ઞાન હોય, એમ ક્ષયોપશમ વધતાં વધતાં અવધિજ્ઞાન વધતું જાય છે. આ પ્રમાણે અસંખ્યાતા ભેદો થાય છે. તેથી તેના આવરણના પણ તેટલા જ ભેદો થાય. કારણ કે આવરણનો જ ક્ષયોપશમ થતો હોવાથી જેટલા ક્ષયોપશમના ભેદો તેટલા જ તેના આવરણના ભેદો છે. તેથી જ અવધિજ્ઞાનાવરણ પ્રવૃતિઓના અસંખ્યાતા ભેદો કહ્યા છે. એ પ્રમાણે અવધિદર્શનાવરણ તેમ જ મતિ શ્રતાદિ આવરણના અને સઘળી પ્રવૃતિઓના ભેદો સમજવા, કોઈ પણ કર્મપ્રકૃતિ બાંધનારા જીવો કંઈ સરખા સ્વભાવવાળા હોતા નથી. એટલે સરખે સ્વભાવે કર્મપ્રકૃતિ બંધાતી પણ નથી. તેથી અસંખ્ય ભેદો થાય છે. જો કે જીવો અનંત છે માટે પ્રકૃતિના ભેદો અનંતા પણ થઈ શકે. વિશેષા. ભાષ્ય. ગા. ૩૧૧માં મતિજ્ઞાનના અને ગા૫૭૧માં અવધિજ્ઞાનના પણ અનંત ભેદો કહ્યા છે તેથી મતિજ્ઞાનાવરણ અને અવધિજ્ઞાનાવરણના અનંત ભેદો થઈ શકે, એ રીતે અન્ય પ્રકૃતિઓના પણ યથાસંભવ અનંત ભેદો થઈ શકે, પણ અહીં અનંતભેદોની વિવક્ષા ન કરતાં સ્થલ દષ્ટિએ એકેક પ્રકૃતિના અસંખ્યાતા ભેદોની વિરક્ષા કરી હોય તેમ લાગે છે.