Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૯૪
પંચસંગ્રહ-૧ તથા શુભ અશુભ સઘળી ધ્રુવબંધિની પ્રકૃતિઓના ઉક્ત શેષ વિકલ્પો સાદિ સાંત છે. તે આ પ્રમાણે–
તૈજસાદિ શુભ આઠ ધ્રુવબંધિની પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ સાદિ સાંત ભાંગે અનુત્કૃષ્ટના ભાંગા કહેવાના પ્રસંગે વિચારી ગયા છે. અને જઘન્ય અજઘન્ય સંજ્ઞી મિથ્યાષ્ટિને પર્યાય વડે– ક્રમપૂર્વક થાય છે. તે આ પ્રમાણે–ઉત્કૃષ્ટ સંક્લેશ વર્તતા જઘન્ય અને વિશુદ્ધ પરિણામે વર્તતા અજઘન્ય રસબંધ થાય છે. આ પ્રમાણે મિથ્યાષ્ટિને ક્રમપૂર્વક થતો હોવાથી સાદિ સાંત છે..
તેતાળીસ અશુભ ધ્રુવબંધિની પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગબંધ પહેલાં વિચારી ગયા છે અને ઉત્કૃષ્ટ પર્યાપ્ત સર્વ સંક્લિષ્ટ સંજ્ઞી મિથ્યાદૃષ્ટિને એક અથવા બે સમય પર્યત થાય છે. ત્યારપછી મંદ પરિણામ થાય ત્યારે અનુત્કૃષ્ટ થાય છે. માટે આ બે પણ સાદિ સાંત ભાંગે છે.
અધ્રુવબંધિની પ્રકૃતિઓના જઘન્યાદિ ચારે વિકલ્પો તેઓ અછુવબંધિ હોવાથી જ સાદિ સાંત ભાંગે જાણવા. ૬૬.
આ પ્રમાણે સાદિ અનાદિ સંબંધે વિચાર કર્યો. હવે તે પ્રરૂપણાને અતિ સ્પષ્ટ કરવા ઇચ્છતા સ્વામિત્વનો વિચાર કરે છે–
असुभधुवाण जहन्नं बंधगचरमा कुणंति सुविसुद्धा । समयं परिवडमाणा अजहन्नं साइया दोवि ॥६७॥ अशुभधुवानां जघन्यं बन्धकचरमाः कुर्वन्ति सुविशुद्धाः । .
समयं प्रतिपतन्तः अजघन्यं सादी द्वे अपि ॥६७॥ અર્થ—અશુભ ધ્રુવબંધિ પ્રવૃતિઓનો જઘન્ય રસબંધ સુવિશુદ્ધ પરિણામવાળા બંધના ચરમ સમયે વર્તતા એક સમય માત્ર કરે છે. ત્યાંથી પડતા અજઘન્ય રસબંધ કરે છે, માટે તે બંને સાદિ છે.
ટીકાનુ–અશુભ ધ્રુવબંધિની પર્વે કહેલી તેંતાળીસ પ્રકૃતિઓનો અત્યંત વિશુદ્ધ પરિણામવાળા બંધના ચરમ સમયે વર્તતા એટલે કે જે જે ઉત્તમસ્થાનકના જે જે સમયે તેઓનો બંધવિચ્છેદ થાય તે સમયે વર્તતા ક્ષપક આત્માઓ એક સમયમાત્ર જઘન્ય રસબંધ કરે છે. આ વિષયમાં પહેલા વિચાર કર્યો છે.
ઉપશમશ્રેણિમાં તે તે પ્રકૃતિનો બંધવિચ્છેદ કરીને આગળ ઉપશાંતમોહે પણ જઈને ત્યાંથી જેઓ પડે છે તેઓ અજઘન્ય રસબંધ કરે છે. માટે જઘન્ય અજઘન્ય એ બંને સાદિ થાય છે. માત્ર અજઘન્ય અનુભાગબંધ સઘળા સંસારી જીવોને થાય છે તેથી જેઓ બંધવિચ્છેદ સ્થાનને પ્રાપ્ત નથી થયા તેઓ આશ્રયી અનાદિ, અભવ્યને અનંત અને ભવ્યને સાંત છે. આ રીતે પહેલાં ચાર પ્રકારે કહેલ છે. ૬૭
આ પ્રમાણે અશુભ મુવબંધિની પ્રકૃતિઓના જઘન્ય અને અજઘન્ય અનુભાગ બંધના સ્વામી કહ્યા. હવે શુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ રસબંધના સ્વામી કહે છે.