Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમહાર
૫૯૭
તથા આતપ, ઉદ્યોત, તિર્યંચ અને મનુષ્યનું આયુ એ ચાર પ્રકૃતિઓનો સયતસુમાજીસમેવં' સઘળી શુભપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ વિશુદ્ધ પરિણામી જીવો કરે એવા પહેલા વચનના સામર્થ્યથી સુવિશુદ્ધ સંશી મિથ્યાદષ્ટિ ઉત્કૃષ્ટ રસબંધ કરે છે.
અહીં એમ શી રીતે સમજી શકાય કે ઉક્ત ચાર પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ મિથ્યાર્દષ્ટિ કરે છે ? પરંતુ સમ્યગ્દષ્ટિ કરતા નથી ? તેના ઉત્તરમાં કહે છે કે—તિર્યંચાયુ, આતપ અને ઉદ્યોત એ ત્રણ પ્રકૃતિઓ તો સમ્યગ્દષ્ટિને બંધમાં જ આવતી નથી એટલે સમ્યગ્દષ્ટિ માટે તેના રસબંધનો વિચાર જ શાનો હોય ? અને મનુષ્યાયુનો ઉત્કૃષ્ટ રસબંધ તેનું ત્રણ પલ્યોપમ પ્રમાણ આયુ બાંધનારને થાય છે. તેનાથી ન્યૂન બાંધનાર અન્ય કોઈને થતો નથી. સમ્યગ્દષ્ટિ તિર્યંચ અથવા મનુષ્યો તો મનુષ્યાયુનો બંધ જ કરતા નથી, કારણ કે તેઓ તો માત્ર દેવાયુનો જ બંધ કરે છે. સમ્યગ્દષ્ટિ દેવો અથવા નારકીઓ મનુષ્યનું આઉખુ બાંધે છે પરંતુ કર્મભૂમિયોગ્ય સંખ્યાત વર્ષ પ્રમાણ જ આયુ બાંધે છે, અકર્મભૂમિયોગ્ય-અસંખ્યાત વર્ષનું બાંધતા નથી; કારણ કે ભવસ્વભાવે ત્યાં ઉત્પન્ન થતા નથી. માટે મનુષ્યાયુ આદિ ચાર પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગબંધના મિથ્યાર્દષ્ટિ જીવો જ સ્વામી છે, સમ્યગ્દષ્ટિ જીવો નથી.
આ વિષયમાં પણ વિશેષ વિચાર કરીએ તો આતપનો તત્પ્રાયોગ્ય વિશુદ્ધ પરિણામવાળો મિથ્યાર્દષ્ટિ દેવ જ ઉત્કૃષ્ટ રસબંધ કરે, બીજા જીવો ન કરે. કારણ કે જે વિશુદ્ધ પરિણામે દેવો આતપનો ઉત્કૃષ્ટ રસબંધ કરે તેવા પરિણામે, મનુષ્ય અને તિર્યંચોને આતપના બંધનો જ અસંભવ છે. કારણ કે તેઓ તેવા પરિણામે એકેન્દ્રિય યોગ્ય કર્મબંધ જ કરતા નથી અને નારકને તથાસ્વભાવે આનો બંધ જ નથી.
તથા ઉદ્યોત નામકર્મનો સાતમી નરક પૃથ્વીમાં વર્તમાન ઔપશમિક સમ્યક્ત્વને ઉત્પન્ન કરતો નારકી યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણપૂર્વક અંતરકરણ કરીને મિથ્યાત્વની પ્રથમ સ્થિતિ અનુભવતા તેના ચરમ સમયે ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. કારણ કે ઉદ્યોતના બંધક જીવોમાં તે જ અત્યંત શુદ્ધ પરિણામી છે. આવા વિશુદ્ધ પરિણામવાળા છ નરક સુધીના નારકીઓ અને દેવો મનુષ્ય પ્રાયોગ્ય, અને મનુષ્ય તિર્યંચો દેવ પ્રાયોગ્ય બંધ કરે છે. સાતમી નરક પૃથ્વીના નારકીઓ જ્યાં સુધી મિથ્યાત્વમોહના ઉદયવાળા છે ત્યાં સુધી ભવસ્વભાવે જ તિર્યંચગતિ પ્રાયોગ્ય બંધ કરે છે, અને તિર્યંચગતિ પ્રાયોગ્ય કર્મ બાંધતા તેની સાથે ઉદ્યોતનામકર્મ બંધાઈ શકે છે, એટલે અનિવૃત્તિકરણના ચરમ સમયે વર્તમાન સાતમી નારકીના જીવો ઉદ્યોતનામના ઉત્કૃષ્ટ રસના બંધાધિકારી છે.
તથા તિર્યંચ અને મનુષ્યાયુનો તત્પ્રાયોગ્ય વિશુદ્ધ પરિણામવાળો મિથ્યાદૅષ્ટિ ત્રણ પલ્યોપમ પ્રમાણ યુગલિકનું આયુ બાંધતા ઉત્કૃષ્ટ રસબંધ કરે છે.
અગુરુલઘુ', તૈજસ, કાર્પણ, નિર્માણ, પ્રશસ્ત વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, દેવદ્વિક, વૈક્રિય
૧. સારામાં સારા પરિણામે તીર્થંકરાદિ પ્રકૃતિઓનો આઠમે ગુણસ્થાનકે ઉત્કૃષ્ટ રસબંધ થાય અને યશેઃકીર્ત્તિ આદિનો દશમે થાય એમ અહીં કહ્યું. ત્યારે અહીં શંકા થાય કે આઠમા ગુણસ્થાનકથી નવમા ગુણસ્થાનકે અનંતગુણ વિશુદ્ધ પરિણામ છે. દશમાથી અગિયારમે અત્યંત નિર્મળતા છે તો ત્યાં તેનો ઉત્કૃષ્ટ