________________
પંચમહાર
અધિક એક પણ અલ્પતર થતો નથી.
‘અવસ્થિત ઉદય સર્વત્ર સ્થાન તુલ્ય છે' આવું મૂળ ટીકાકાર-સ્વોપજ્ઞ ટીકાકારનું વચન હોવાથી જેટલાં ઉદયસ્થાનકો છે તેટલા અવસ્થિતોદયો પણ છે.
૫૧૩
અવક્તવ્યોદયનો સર્વથા અસંભવ છે કારણ કે નામકર્મની સઘળી ઉત્તપ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થયા પછી ફરી ઉદય થતો જ નથી. સઘળી ઉત્તરપ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ અયોગી ગુણસ્થાનકના ચરમસમયે થાય છે ત્યાંથી પ્રતિપાત થતો નથી કે ફરી ઉદયનો સંભવ થાય માટે અવક્તવ્યોદય ઘટતો નથી.
આ પ્રમાણે જ્ઞાનાવરણાદિ દરેક ઉત્તરપ્રકૃતિઓનાં ઉદયસ્થાનોમાં ભૂયસ્કારાદિ કહ્યા. ૧૮ હવે સામાન્યતઃ સઘળી પ્રકૃતિઓનાં ઉદયસ્થાનોમાં ભૂયસ્કારાદિ કહેવા ઇચ્છતા પહેલાં ઉદયસ્થાનકો કહે છે—
एक्कार बार तिचक्कवीस गुणतीसओ य चउतीसा । चउआला गुणसट्ठी उदयद्वाणाई छव्वीसं ॥१९॥
एकादश द्वादश त्रिचतुर्विंशतिरेकोनत्रिंशतः च चतुस्त्रिंशत् । चतुश्चत्वारिंशत एकोनषष्टिरुदयस्थानानि षड्विंशतिः ॥१९॥
અર્થ—અગિયાર, બાર, ત્રણ અને ચાર અધિક વીસ, ઓગણત્રીસથી ચોત્રીસ, અને ચુંમાળીસથી ઓગણસાઠ આ રીતે છવ્વીસ ઉદયસ્થાનકો છે.
ટીકાનુ—સામાન્યતઃ સઘળી ઉત્તરપ્રકૃતિઓનાં છવ્વીસ ઉદયસ્થાનકો છે. તે આ
પ્રમાણે—
અગિયાર, બાર, ત્રણ અને અધિક વીસ, એટલે ત્રેવીસ અને ચોવીસ તથા ઓગણત્રીસથી આરંભી ચોત્રીસ અને ચુંમાળીસથી આરંભી ઓગણસાઠ. તે આ—ઓગણત્રીસ, ત્રીસ, એકત્રીસ, બત્રીસ, તેત્રીસ અને ચોત્રીસ તથા ચુંમાળીસ, પિસ્તાળીસ, છેંતાળીસ, સુડતાળીસ, અડતાળીસ, ઓગણપચાસ, પચાસ, એકાવન, બાવન, ત્રેપન, ચોપન, પંચાવન, છપ્પન, સત્તાવન, અઠ્ઠાવન અને ઓગણસાઠ. ૧૧-૧૨-૨૩-૨૪-૨૯-૩૦-૩૧-૩૨-૩૩-૩૪
૪૪-૪૫-૪૬-૪૭-૪૮-૪૯-૫૦-૫૧-૫૨-૫૩-૫૪-૫૫-૫૬-૫૭-૫૮-૫૯.
હવે ઉક્ત ઉદયસ્થાનકોનું વિવરણ કરે છે—
મનુષ્યગતિ, મનુષ્યાયુ, પંચેન્દ્રિયજાતિ, ત્રસનામ, બાદરનામ, પર્યાપ્તનામ, સુભગ, આદેય, યશઃકીર્તિનામ, અન્યતર વેદનીય અને ઉચ્ચ ગોત્ર એ અગિયાર પ્રકૃતિઓનો ઉદય
ઉદયસ્થાને જાય છે તેથી પચીસ અને ચોવીસ પ્રકૃતિના ઉદય સ્વરૂપ બન્ને અલ્પતરો સંસારી જીવોમાં ઘટી શકે છે. તેથી કુલ નવને બદલે અગિયાર અલ્પતરોદય ઘટી શકે છતાં ટીકામાં આ બે અલ્પતરો કેમ બતાવ્યા નથી ? એનું કારણ બહુશ્રુતો જાણે.
૧. ઉદયસ્થાનક એટલે એક સમયે એક જીવને જેટલી પ્રકૃતિઓ ઉદયમાં હોય તે. પંચ૰૧-૬૫